________________
શારદા રત્ન
૮૮૯ તે પ્રમાણે આપણે પણ માને છેડીને નમ્રતાને ગુણ લાવવાની જરૂર છે. સિગ્નલ નીચું નમે તે આગગાડી પસાર થાય છે. કૂવામાં ઘડે નમે ત્યારે તેમાં પાણી ભરાય છે, તેમ જીવને મેક્ષમાં જવું હોય તે નમ્રતાની જરૂર છે. નમનથી માનનું શમન થાય છે. આત્મા નમે તે ઘડાની માફક જ્ઞાન રૂપી પાણી મેળવી શકે. જેનામાં નમનનો ગુણ છે તે કર્મોનું શમન કરી શકે છે. બાહુબલીછમાંથી અહંભાવ ગયો અને જેવા પોતાના નાના ભાઈઓને નમવા દોડ્યા કે ત્યાં કેવળજ્ઞાનનો પ્રકાશ મળે, માટે માન પર વિજય મેળવવાની જરૂર છે. માન પછી માયાને નંબર છે. ભગવાન સૂયગડાંગ સૂત્રમાં બોલ્યા છે કે
जे यावि बहुस्सुए सिया, धम्मिय माहण भिक्खुए सिया.
મિથુન ર્દિ પુરિઝા, તિવું તે જોઈ વિઝા | અ. ૨ ગાથા-૭ માયામય અનુષ્ઠાનેમાં આસક્ત પુરૂષ ચાહે બહુશ્રુત હોય, ધાર્મિક હોય, બ્રાહ્મણ હોય કે ચાહે ભિક્ષુક હોય પણ માયાકૃત અનુષ્ઠાનથી અશુભ કર્મોનું બંધન થાય છે, અને તે અશુભ કર્મોના વિપાકો દ્વારા ઘણું દુઃખને પામે છે. અરે, કઈ સાધક ચાહે નગ્ન રહે, શરીરને કૃશ કરીને વિચરે અથવા માખમણના પારણે માસખમણ કરે પણ જે તે માયા કરે છે તો તેને અનંતકાળ સુધી ગર્ભમાં આવવું પડે છે, માટે માયાથી સર્વથા દૂર રહેવું જોઈએ.
ચાર કષાયમાં છેલ્લે નંબર છે લોભ, લોભને સરદારની ઉપમા આપી છે. માનવી પાસે ધન વધુ હોય કે ઓછું હોય તેની કિંમત નથી પણ જેણે લેભ ઉપર, તૃષ્ણ ઉપર વિજય મેળવ્યો છે તે સાચે ધનાઢય છે, તે સાચે શ્રીમંત છે. કંઈક માણસો ધનવાન હોવા છતાં તેને જીવનમાં સંતોષ નથી હતો અને કંઈક વાર જોવા મળે છે કે સાવ ગરીબ હોવા છતાં તેના જીવનમાં સંતેષ હોય છે. તેને આજીવિકા પૂરતું મળી જાય પછી કઈ વધુ આપે તે પણ લેતા નથી. પવિત્ર ભારત ભૂમિનો ઈતિહાસ એમ કહે છે કે આ દેશને ભિખારી પણ કંગાળ કે લૂંટારું ન હોય, તે પછી શ્રીમંત માણસોની વાત જ ક્યાં કરવી!
એક ગરીબ ભિખારી હતો. પિતાની આજીવિકા નભાવવા લાચારી વશ ભીખ માંગવાનો ધંધો શરૂ કર્યો. કુદરતે એને ભલે બીજું કંઈ નહોતું આપ્યું પણ કંઠ મધુર આપ્યું હતું. ગરીબ માણસમાં કંઠકળા મીઠી-મધુર હોય છે. આ ભિખારી રેલ્વે સ્ટેશને
જ્યાં ટ્રેઈને દોડાદોડ કરતી હોય છે, ત્યાં જાય, ટ્રેઈનની અંદર આ ભિખારી ડબ્બે ડખે ફરે ને ત્યાં જઈને ભીખ માંગે. એક વખતે એ શ્રીમંત યુવાનને એક ડમ્બે હતો ત્યાં ગયો. ત્યાં જઈને તેણે મધુર કંઠે ખૂબ સુંદર ભાવવાહી ગીત લલકાર્યું. સાંભળતા ક્ષણ વાર તે વૈરાગ્ય આવી જાય, પછી ભક્ત સુરદાસનું એક ગીત લલકાર્યું પણ યુવાનોને આ ગીત ગમ્યું નહિ. તેમણે કહ્યું, અમે તારા કંઠની મધુરતાને માહ્યા પણ ગીતને મેહ્યા નથી. એ ડબ્બામાં યુવાનોનું ટેળું હતું. તે પિચરના ગીતના રસીયા અને