Book Title: Sharda Ratna
Author(s): Shardabai Mahasati
Publisher: Saurashtra Sthanakvasi Jain Sangh

View full book text
Previous | Next

Page 988
________________ શારદા રત્ન ૮૮૩ કાળોતરો નાગ તે જોવામાં અને સ્પર્શવામાં બંને રીતે ભયંકર છે. કાળજાના કરંડિયામાં જે એને પ્રવેશ સ્થાન મળે તે પહેલા કુંફાડામાં ક્ષમા રૂપી પ્રાણ લેતા એને શરમ આવતી નથી. સામાને તે એ કરડે ત્યારે કરડે પણ એના પહેલા ડંખનું જીવલેણ નિશાન તે આપણે પોતે થવાના, માટે આવા નાગને આશ્રય આપતા પહેલાં ખૂબ વિચાર કરવાની જરૂર છે. એક ખૂબ સુખી શ્રીમંત શેઠ હતા. લક્ષમીને તે પાર ન હતો. શેઠની પાસે ધન ઘણું હતું પણ જીવનમાં ધર્મ ન હતું, તેમજ લેભી ઘણુ હતા. કરોડોની મિલ્કત હેવા છતાં કઈ દિવસ સંસ્થામાં બે પૈસા પણ આપવા ગમતા નહિ. શેઠાણી ખૂબ ગુણીયલ, સંસ્કારી, ડાહ્યા અને ધર્મશ્રદ્ધાવાન હતા. કુટુંબમાં એક માણસ જે સમજુ અને ડાહ્યો હોય તે બીજાના જીવન સુધારે ને કુટુંબને ઉજજવળ કરે. શેઠાણને મનમાં ખૂબ ચિંતા થતી કે સંસારી બધું સુખ હોવા છતાં મારા પુણ્યમાં ખામી છે કે મારા પતિને ધર્મ ગમતો નથી. ધન ગમે તેટલું હોય પણ જે જીવનમાં ધર્મ ન હોય તે તે જીવનની કઈ કિંમત નથી. શેઠાણું એક દિવસ કહેશેઠ ! આપના તરફથી બધું સુખ છે પણ એક વાતનું મને દુઃખ છે. શેઠાણી! શું દુઃખ છે? શેઠજી! આપ કોઈ દિવસ ઉપાશ્રયે, આવતા નથી, વીરવાણી સાંભળતા નથી, સત્સંગ કરતા નથી, ધર્મ જેવી કેઈ ચીજને માનતા નથી. આપ એક દિવસ તે ઉપાશ્રયે આવો! આપની પાસે મારી આ એક ઈચ્છા છે. આજે આવી પત્નીઓ બહુ ઓછી હોય. આજે પતિ પરદેશ જતું હોય તે શું કહે ? મારા માટે સાડી લાવજે, આ લાવજે, તે લાવજો, પણ આ શેઠાણી તેવા ન હતા. તે તે એમ સમજતા હતા કે હું જેને પરણીને આવી છું તે પતિ નરકમાં તે ન જ જવા જોઈએ. શેઠાણીએ ખૂબ કહ્યું ત્યારે શેઠે કહ્યું-તારા વચન ખાતર હું ઉપાશ્રયે આવીશ પણ તારા ગુરૂને કહી દેજે કે મને કોઈ બાધા લેવાની કંઈ ટકેર ન કરે. શેઠાણી કહે-મારા ગુરૂ કયાં નવરા બેઠા છે? તે તમને કંઈ નહિ કહે, પણ એક વાર ઉપાશ્રયે તે આવો. બંને જણા ઉપાશ્રયે ગયા. તે દિવસે ગુરૂદેવે સહજ રીતે ક્રોધ ઉપર વ્યાખ્યાન આપ્યું. હે મુમુક્ષુ છે ! તમારાથી ત૫ ન બને તે તપ ન કરશો પણ ક્રોધ ઉપર વિજય મેળવો. ધના કટુફળ જીવને કેવા ભોગવવા પડે છે ! સંયમી જીવનમાં સાધકની સાધના ગમે તેટલી હોય પણ જે કૈધ ઉપર વિજય મેળવ્યું નથી તે કોધની ચિનગારી બધી સાધનાને બાળી નાંખે છે. વશિષ્ઠ ઋષિએ ૬૦ હજાર વર્ષો સુધી તપ કર્યો પણ ક્રોધને જીતી શક્યા નહિ તે કલ્યાણ થયું નહિ. ક્રોધથી જીવ નરક ગતિમાં જાય છે. ક્રોધાદિ કષાયો કાળી ડિબાંગ (ઘનઘોર) રાત્રી જેવા છે. પૃથ્વી પર અમાસના અંધારા છવાઈ ગયા હોય ત્યારે છતી આંખે સારું જગત અંધકારમય દેખાય છે, તેવી રીતે ક્રોધીને માટે કાયમ કાળી અંધારી રાત હોય છે. કષાની પરવશતાથી ભાન ગુમાવી બેઠેલે એ માનવી અજ્ઞાનના અંધારામાં અથડાયા કરે છે. કર્તવ્યાકર્તવ્યને વિવેક પણ લુપ્ત થઈ જાય છે. Cડો

Loading...

Page Navigation
1 ... 986 987 988 989 990 991 992 993 994 995 996 997 998 999 1000 1001 1002 1003 1004 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020 1021 1022 1023 1024 1025 1026 1027 1028 1029 1030 1031 1032 1033 1034 1035 1036 1037 1038 1039 1040 1041 1042 1043 1044 1045 1046 1047 1048 1049 1050 1051 1052 1053 1054 1055 1056 1057 1058