________________
શારદા રત્ન
૮૮૩
કાળોતરો નાગ તે જોવામાં અને સ્પર્શવામાં બંને રીતે ભયંકર છે. કાળજાના કરંડિયામાં જે એને પ્રવેશ સ્થાન મળે તે પહેલા કુંફાડામાં ક્ષમા રૂપી પ્રાણ લેતા એને શરમ આવતી નથી. સામાને તે એ કરડે ત્યારે કરડે પણ એના પહેલા ડંખનું જીવલેણ નિશાન તે આપણે પોતે થવાના, માટે આવા નાગને આશ્રય આપતા પહેલાં ખૂબ વિચાર કરવાની જરૂર છે.
એક ખૂબ સુખી શ્રીમંત શેઠ હતા. લક્ષમીને તે પાર ન હતો. શેઠની પાસે ધન ઘણું હતું પણ જીવનમાં ધર્મ ન હતું, તેમજ લેભી ઘણુ હતા. કરોડોની મિલ્કત હેવા છતાં કઈ દિવસ સંસ્થામાં બે પૈસા પણ આપવા ગમતા નહિ. શેઠાણી ખૂબ ગુણીયલ, સંસ્કારી, ડાહ્યા અને ધર્મશ્રદ્ધાવાન હતા. કુટુંબમાં એક માણસ જે સમજુ અને ડાહ્યો હોય તે બીજાના જીવન સુધારે ને કુટુંબને ઉજજવળ કરે. શેઠાણને મનમાં ખૂબ ચિંતા થતી કે સંસારી બધું સુખ હોવા છતાં મારા પુણ્યમાં ખામી છે કે મારા પતિને ધર્મ ગમતો નથી. ધન ગમે તેટલું હોય પણ જે જીવનમાં ધર્મ ન હોય તે તે જીવનની કઈ કિંમત નથી. શેઠાણું એક દિવસ કહેશેઠ ! આપના તરફથી બધું સુખ છે પણ એક વાતનું મને દુઃખ છે. શેઠાણી! શું દુઃખ છે? શેઠજી! આપ કોઈ દિવસ ઉપાશ્રયે, આવતા નથી, વીરવાણી સાંભળતા નથી, સત્સંગ કરતા નથી, ધર્મ જેવી કેઈ ચીજને માનતા નથી. આપ એક દિવસ તે ઉપાશ્રયે આવો! આપની પાસે મારી આ એક ઈચ્છા છે. આજે આવી પત્નીઓ બહુ ઓછી હોય. આજે પતિ પરદેશ જતું હોય તે શું કહે ? મારા માટે સાડી લાવજે, આ લાવજે, તે લાવજો, પણ આ શેઠાણી તેવા ન હતા. તે તે એમ સમજતા હતા કે હું જેને પરણીને આવી છું તે પતિ નરકમાં તે ન જ જવા જોઈએ.
શેઠાણીએ ખૂબ કહ્યું ત્યારે શેઠે કહ્યું-તારા વચન ખાતર હું ઉપાશ્રયે આવીશ પણ તારા ગુરૂને કહી દેજે કે મને કોઈ બાધા લેવાની કંઈ ટકેર ન કરે. શેઠાણી કહે-મારા ગુરૂ કયાં નવરા બેઠા છે? તે તમને કંઈ નહિ કહે, પણ એક વાર ઉપાશ્રયે તે આવો. બંને જણા ઉપાશ્રયે ગયા. તે દિવસે ગુરૂદેવે સહજ રીતે ક્રોધ ઉપર વ્યાખ્યાન આપ્યું. હે મુમુક્ષુ છે ! તમારાથી ત૫ ન બને તે તપ ન કરશો પણ ક્રોધ ઉપર વિજય મેળવો. ધના કટુફળ જીવને કેવા ભોગવવા પડે છે ! સંયમી જીવનમાં સાધકની સાધના ગમે તેટલી હોય પણ જે કૈધ ઉપર વિજય મેળવ્યું નથી તે કોધની ચિનગારી બધી સાધનાને બાળી નાંખે છે. વશિષ્ઠ ઋષિએ ૬૦ હજાર વર્ષો સુધી તપ કર્યો પણ ક્રોધને જીતી શક્યા નહિ તે કલ્યાણ થયું નહિ. ક્રોધથી જીવ નરક ગતિમાં જાય છે. ક્રોધાદિ કષાયો કાળી ડિબાંગ (ઘનઘોર) રાત્રી જેવા છે. પૃથ્વી પર અમાસના અંધારા છવાઈ ગયા હોય ત્યારે છતી આંખે સારું જગત અંધકારમય દેખાય છે, તેવી રીતે ક્રોધીને માટે કાયમ કાળી અંધારી રાત હોય છે. કષાની પરવશતાથી ભાન ગુમાવી બેઠેલે એ માનવી અજ્ઞાનના અંધારામાં અથડાયા કરે છે. કર્તવ્યાકર્તવ્યને વિવેક પણ લુપ્ત થઈ જાય છે.
Cડો