________________
શારદા ૨
अहे वयन्ति कोहेणं, माणेणं अहमागइ ।
माया गई पडिग्घाओ, लोभाओ दुहओ भयं ॥ ५४॥ ક્રોધથી છવ નરક ગતિમાં જાય છે. માનથી અધમ ગતિ થાય છે, માયાથી સારી ગતિનો નાશ થાય છે અને લોભથી બને લોકમાં ભય થાય છે, માટે કામગનું સેવન અને સંકલ્પ બંને મહાન અનિષ્ટ કરનારા છે.
કષાયનું મહાતાંડવ તે અનાદિકાળથી ચાલતું રહ્યું છે. કષાએ કાળજાને કાળું બનાવ્યું છે અને આત્માના ઓજસને ખતમ કર્યું છે. કષાએ માણસને જેટલા હેરાન કર્યા છે એટલી હદે જગતમાં બીજા કેઈએ હેરાન નહિ કર્યા હોય. શાકાએ કષાયને અનેક ઉપમાઓ આપી છે, કષાયને ઝેરની ઉપમા આપી છે. મીઠા અને શાંત પાણીમાં કઈ ઝેર નાખી દે તે એ પાણી ઝેરમય બની જાય છે. જે માણસ એ પાણી પીવે છે તે મૃત્યુને શરણ થઈ જાય છે, તેમ શાંત અને સ્થિર જીવન રૂપી જળને લુષિત બનાવી દેનાર કષાયો છે. કષાય જીવન રૂપી જળને ઝેરમય બનાવી દે છે. ઝેર તે એક ભવ બગાડે પણ કષાયો તે જીવના ભવોભવ બગાડે છે. અનેક વર્ષોની સાધનાને કેધ રૂપી અગ્નિ બાળી નાંખે છે. ચારે કષાય ભેગી હોય ત્યારે તે જીવના ગુણને સત્યાનાશ વાળે છે, પણ એક માત્ર ક્રોધ આવે તો પણ આત્માના ગુણેને નાશ કરે છે. ક્રોધ આવે
એટલે ક્ષમાને નાશ થાય. જ્યારે જીવને ક્રોધ આવે છે ત્યારે તેની સામે મા–બાપ, "ગુરૂ કે બીજા કેઈ વડીલે કેણુ ઉભા છે, તેનું તેને ભાન રહેતું નથી. તે ઉપકારીઓના ઉપકારને પણ ભૂલી જાય છે. મહાન ચારિત્રની સાધના કરનાર સાધકને પણ ક્રોધે પછાડી દીધા ને તિર્યંચ ગતિમાં ફેંકી દીધા.
ક્રોધ એ દારૂણ દાવાનળ છે. તે દાવાનળ પર પાણીનો ધોધ વરસાવ તે પણ બૂઝાય નહિ. બીજા દાવાનળ કરતા આ દાવાનળ જુદી જાતને છે. એની નજીકમાં જેને પગ પડ તેના વિવેકચક્ષુ ડૂલ થઈ જાય છે. એ દાવાનળને સ્પર્શ થતાં ચારિત્ર પણ ભસ્મીભૂત થઈ જાય છે. એ દાવાનળમાંથી જે પ્રચંડ ધુમાડો નીકળે છે તેને સ્પર્શ થતાં ઉજજવળ અને પવિત્ર યશ પણ ખતમ થઈ જાય છે. ક્યારેક માનવી પિતાના પ્રાણ ગુમાવી બેસે છે. એટલું જ નહિ પણ એવા વર બાંધે છે કે જે ભવોભવ સુધી એને પીડે.
કષાયો કાળા નાગ જેવા છે. સર્ષની પૂંછડી સહેજ દબાતાની સાથે કાળ ભરીંગ નાગ ફૂંફાડા મારી ગમે તેવા ભડવીરને પણ ભરખી જાય છે, તેમ માનવીના માનની પૂંછડી સહેજ દબાઈ કે એ ભયંકર ક્રોધ ફૂંફાડા મારે કે ન પૂછો વાત, આ સમયે કઈ એની સામે જવાની હિંમત કરે નહિ. જે કઈ જાય તે એને પણ ઝપાટામાં લઈ લે. અગ્નિ તે લાકડાની અંદર નાંખે તે આગળ વધે પણ કષાયને તે લાકડાની જરૂર પડતી નથી. અણગમતા શબ્દનું થોડું ઘાસલેટ હેમાઈ ગયું કે ખેલ ખતમ. કષાય તે અગ્નિ કરતા પણ ભયંકર છે. કષાયોને રાક્ષસની ઉપમા પણ આપી છે. જેમ રાક્ષસ બધાને ભરખી જાય છે તેમ કષાય રૂપી રાક્ષસ આત્માના ગુણને ભરખી જાય છે. ક્રોધને