________________
શારદા રત્ન
૮૮૧ કાળમાં પણ અનંતા છો આ માર્ગને સહારો-લઈ મોક્ષગતિને પ્રાપ્ત કરશે. એ માર્ગ કો ? સમ્યક જ્ઞાન-દર્શન–ચારિત્ર અને તપ
મેક્ષમાર્ગની આરાધના કરી રહ્યા છે એવા નમિરાજર્ષિ જેમને મોક્ષમાર્ગ વહાલ લાગ્યો અને સંસારને માર્ગ કાંટાળો લાગે તે સંસારને મોહ છોડીને સંયમ પથે ચાલી નીકળ્યા. તેમને સંસારના કામો શલ્ય જેવા અને વિષ જેવા લાગ્યા. કામ કિપાક વૃક્ષના ફળની જેમ દેખાવમાં, રૂપમાં, સ્વાદમાં સુંદર લાગે છે, પણ તે ખાવાથી પરિણામે જીવ અને કાયા જુદા થાય છે, તેમ ભોગે ભેળવવામાં ભલે સારા દેખાતા હોય પણ તેનું પરિણામ સારું નથી આવતું. સંસ્કૃત સુભાષિતકાર કહે છે કે –
वृद्धर-तृष्णा जलापूर्णशलचालेः किलेन्द्रियैः ।। मुर्छामतुच्छा यच्छन्ति, विकार विषादपाः ॥ તૃષ્ણા (લાલસા) રૂપ જળ વડે ભરેલા, ઈન્દ્રિ રૂપ કયારાઓ વડે વૃદ્ધિ પામેલા વિકાર રૂપ વિષવૃક્ષો ખરેખર તીવ્ર મહ-મૂર્છા આપે છે.
" ઈન્દ્રિયે એ કયારા છે. તેમાં વિષય પૃહાનું પાણી ભરવામાં આવે છે. કયારામાં બીજ રૂપે પડેલા વિકારો વિકાસ પામે છે. તે મોટા વૃક્ષ રૂપ બની જાય છે. વિકારના એ વિષવૃક્ષની છાયામાં જે કોઈ જીવ જાય છે તે મેહથી મૂર્શિત થઈ જાય છે. કયારામાં બીજ પડેલું હોય પણ જે તેને પાણી સીંચવામાં ન આવે તે તે બીજમાંથી વૃક્ષ બની શકતું નથી. જેમ જેમ મનુષ્ય માટે થતો જાય છે તેમ તેમ ઈન્દ્રિયના કયારામાં વિકારોના છોડ મોટા મોટા થતા જાય છે અને યૌવન આવતા આવતા તે મોટા ઘટાદાર વૃક્ષ બની જાય છે. મનુષ્ય એ વિકારોના વિષવૃક્ષ નીચે પડ્યો પાથર્યો રહે છે. મેહની ગાઢ મૂર્છા તેના પર સવાર થઈ જાય છે. તેનું મન બેહોશ બનતું જાય છે.
જીવ જેમ જેમ ઈનિદ્રાને મનગમતા વિષયે આપીને પોષે છે તેમ તેમ આત્મામાં દુષ્ટ વિકારો પુષ્ટ થતા જાય છે. જેમ વિકાર પુષ્ટ થતા જાય તેમ જીવ પર મેહની પકડ દઢ થતી જાય છે, તેના મન-વચન અને કાયા વિવેકભ્રષ્ટ બનતા જાય છે. પરિણામે તે અનેક પ્રકારના દુખ અને અશાંતિને ભાગ બની જાય છે. એ દુઃખ દૂર કરવા ફરીથી ઈન્દ્રિયોને વિષયો પૂરા પાડવાની ચેષ્ટા કરે છે તેથી દુઃખ, અશાંતિ ઘટવાને બદલે વધી જાય છે, અને નરકાદિ દુર્ગતિઓમાં ભટકતે થઈ જાય છે. વિકારોના વિષવૃક્ષથી બચવું હોય તો વિષય લાલસાનું પાણી સિંચવાનું બંધ કરી દેવું જોઈએ અને સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્રનું પાણી સિંચવું જોઈએ. • નમિરાજ ઈન્દ્રને કહે છે હે વિપ્ર કામગ જીવને દુર્ગતિના મહેમાન બનાવે છે. જ્યાં કામગનું સેવન અથવા ચિંતન છે ત્યાં ઓછા વધતા પ્રમાણમાં કષાય તે હોય છે. સંસાર ચાર કષાયથી ભરપૂર ભરેલ છે. કષાય = કષ + આ = જેનાથી સંસારને લાભ થાય, સંસાર વધે તેનું નામ કષાય. કષાયે જીવને કેટલું નુકશાન કરે છે તે બતાવતા કહે છે કે,