________________
૮૮૪
શારદા રત્ન જેમ પાગલ માણસને બેલવા ચાલવાનું, ખાવાપીવાનું કે બેસવા ઉઠવાનું ભાન રહેતું નથી, તેમ કષાયો પણ માનવીને પાગલ જેવા બનાવી દે છે. તે પાગલની જેમ બધી ચેષ્ટાઓ કરતા રહે છે. પાગલ તો હજુ કદાચ સુધરી શકે, પણ કષાયની પાગલતા જેના ઉપર સવાર થઈને બેસે છે એને માટે તે જીવનનું નવપ્રભાત ઉગવાનો સમય આવતો નથી. કષાયો સાગરના ભયંકર આવર્ત જેવા છે. સમુદ્રના આવર્તમાં ફસાઈ ગયેલ નીકા, નાવિકે કે અંદર બેસનાર ભાવિકો આ બધા મરણને શરણ થાય છે. તેમાંથી કેઈ બચી શકતું નથી, તેમ સંસારરૂપ સમુદ્રમાં કષાયના આવર્તમાં ફસાયેલા સંસારી કે સાધુ, ધમી કે અધમી, જ્ઞાની કે યાની કોઈ સહીસલામત બહાર નીકળી શકતું નથી. એક વખત એમાં ફસાયે એટલે સદ્દગુણોની બાદબાકી એમના માટે બાકી રહે છે.
સંતે ક્રોધ ઉપર એવો સચોટ ઉપદેશ આપ્યો કે શેઠના હદયનું પરિવર્તન થયું. જ્યારે જીવની ભવ્યતા જાગે અને હળુકમી બનવાનું હોય ત્યારે સંતને ઉપદેશ ગમે. સંતને ઉપદેશ સાંભળીને શેઠ વિચાર કરવા લાગ્યા કે મારું જીવન તો ક્રોધના તરંગમાં તણાઈ રહ્યું છે. અરરર...શું મારી અર્ધગતિ થશે? ના..ના... હવે શા માટે અર્ધગતિ? શેઠે તરત ત્યાં ઉભા થઈને ગુરૂદેવને કહ્યું–ગુરૂદેવ ! આહાર વિના શરીર નભી શકે, પણ
ધ વિના નભતું નથી, પણ આપના આત્મસ્પશી સચોટ ઉપદેશે મારા જીવનમાં અજબ , પલ્ટ આવ્યું છે. આપ મને પ્રતિજ્ઞા કરી કે સાત દિવસ સુધી મારે કોધ ન કરવો. ૬ શેઠે પ્રતિજ્ઞા લીધી. બધાના મનમાં થયું કે આ શેઠ બાધા અહીં મૂકીને જશે, કારણ કે
બધા સમજતા હતા કે તીખા મરચા સારા પણ શેઠનું નામ દેવું એ સારું નહિ. શેઠ એટલા બધા ક્રોધી હતા. શેઠ તે બાધા લઈને ઘેર આવ્યા. શેઠાણીના મનમાં થયું કે શેઠ ઉપાશ્રયે આવ્યા તે કેટલું લાભ થયે? તેમને કહેવું પણ ન પડયું કે તમે બાધા લે. રોજ તે શેઠ જમવા બેસે ત્યારે એમને ટાઇફે એટલો બધે હોય કે તે જમવા આવે ત્યારે ઘરના બધા ધુજી જાય, પણ આજે તે શેઠ કાંઈ બોલતા નથી. શેઠ જમીને ઓફીસે ગયા. તેમના ભત્રીજાને ખબર પડી કે મારા કાકાએ ક્રોધની બાધા કરી છે, એટલે તેમની પરીક્ષા કરવાનું ભત્રીજાને મન થયું.
પાંચ પાંચ પરીક્ષાએ પણ શેઠની સમતા :-શેઠે ભત્રીજાને કહ્યું કે તું ઉઘરાણી જઈ આવ, ત્યારે ભત્રીજાએ કાકાનું અપમાન કર્યું. તેમને કહ્યું-ડોસા ! આપની બુદ્ધિ બુઠ્ઠી બની ગઈ લાગે છે. આટલી મોટી ઉંમર થઈ છતાં મતિ સુધરી નહિ. મને હવે, કયારે જશે અહીંથી? ભત્રીજાએ આવા શબ્દો કહ્યા, અપમાન કર્યું, છતાં શેઠ કાંઈ બેલ્યા નહિ કે આંખ પણ લાલ થઈ નહિ. એકવાર શેઠના વહેપારીઓ આવેલા. એ બધાની વચ્ચે ભત્રીજાએ શેઠનું હડહડતું અપમાન કર્યું, અને કહ્યું-ઘરડા થયા છે, મરવા જેવા થયા છે છતાં હજુ મેહ છૂટતે નથી. ગાદીએથી ઉઠતા નથી. શેઠ કહે છે બેટા ! તારી વાત સાચી છે. અત્યારે ભગવાનનું નામ લેવાનો સમય છે, છતાં નામ