________________
શારદા રત્ન
નમિરાજે ઈન્દ્રને કહ્યું કે હું ગમે તેવા ભંડાર ભરીને જઈશ પણ માણસની તૃષ્ણાને કેઈ છેડે નથી. નંદ રાજાને ત્યાં સેનાની નવ ટેકરીઓ હતી. અત્યારે એકે દેખાય છે? ના. જીવ કેલાસ પર્વત જેટલા ધનના મેટા ટેકરા કરે, પણ જેના હૃદયમાં તૃષ્ણ આકાશ જેવી વિશાળ છે તેને સુખ હોય નહિ.
નમિરાજર્ષિના સચોટ વાગ્યરસથી ભરપૂર જવાબ સાંભળીને ઘડી ભર તે ઈન્દ્રના મનમાં થઈ ગયું કે હું શું કરીશ? હું તે જેમ પ્રશ્ન પૂછતે ગમે તેમ રાજર્ષિ તે જીત મેળવતા ગયા ને હું હારતે જાઉં છું. ઈન્દ્ર જેવા ઇન્દ્ર એક મનુષ્ય આગળ હારીને જાય એ એને શરમજનક લાગ્યું. મારે હારીને તે જવું નથી, તેથી બુદ્ધિને કસવા તૈયાર થયા ને હવે છેલ્લો દાવ ફેંકવા તૈયાર થયો. છેલ્લે પ્રશ્ન શું કરે છે?
अच्छेरगमभुदए, भोए चयसि पत्थिवा ।
असन्ते कामे पत्थेसि, संकप्पेण विहम्मसि ॥५॥ હે પાર્થિવ ! હે રાજન્ ! આશ્ચર્ય છે કે આપ અદ્દભુત પ્રાપ્ત થયેલા ભોગોને ત્યાગ કરે છે અને અસ-અવિદ્યમાન, અપ્રાપ્ત કામગેની પ્રાર્થના કરે છે તથા સંકલ્પ દ્વારા પીડિત થઈ રહ્યા છે.
ઈન્કે હવે છેલે દાવ ફેંકયો. તેને આ પ્રશ્ન જોરદાર છે. ઈન્દ્ર અત્યાર સુધી જે પ્રશ્નો કર્યા તે બધા પ્રશ્નોમાં આ છેલ્લે પ્રશ્ન સામાન્ય માનવીને તે ડગાવી નાખે એવો છે જે ત્યાગને માર્ગે જઈ રહ્યા છે તેની સામે ભેગની વાત કરવી એ તદ્દન અનુચિત છે. ભેગી અને ત્યાગીને ક્યારે ય ન બને. ઉંદર-બિલાડીને બને નહિ, છતાં કદાચ બને, પણ ભેગી અને ત્યાગીને તે બંને જ નહિ. ત્યાગી જેને વિષ માને તેને ભોગી અમૃત માને. ત્યાગી જેમાં દુઃખ માને તેમાં ભેગી આનંદ માને. ભોગી અને ત્યાગીનો મેળ કયારે ય ન બેસે.
એક મહારાજાને ખબર પડી કે ગામ બહાર જંગલમાં સંત પધાર્યા છે. મહારાજા સંતના દર્શને ગયા ને પિતાને ઘેર આવવા માટે આમંત્રણ આપ્યું. આ જૈનના સંત ન હતાં. સંન્યાસી સંત હતા. સંતે ગામમાં આવવાની ના પાડી તેથી રાજાએ નોકર સાથે દક્ષિણા મેકલી. નોકરે લાવેલી વસ્તુ બતાવી, સંન્યાસી કહે–ભાઈ! આ તું અહીંથી દૂર લઈ જા, મને એની ગંધ આવે છે. નેકર પાછો આવ્યો ને બધી વાત કરી. પ્રધાન બધા કહે છે એ લોભીયા હશે. તેમને આટલું ધન ઓછું પડ્યું હશે તેથી કહ્યું હશે કે મારે નથી જોઈતું. આ૫ વધારે મોકલે. રાજાએ થાળી ભરીને નેકર સાથે ધન મેકલાવ્યું. ત્યારે પણ એમ જ કહ્યું કે મને ગંધ આવે છે. પાછું લઈ જા. નેકર પાછો આવ્યું. રાજાના મનમાં થયું કે મેં નેકર મારફત મે કહ્યું તે સંન્યાસીને ગમ્યું નહિ હોય, માટે મંત્રીજી આપ પોતે જાવ. મંત્રીજી થાળી ભરીને ભેટ લઈને ગયા. સંત કહે મંત્રીજી! મેં બબે જણાને ના પાડી છતાં આપે આવવાની તસ્દી શા માટે લીધી? મારે સંસારની માયા નથી જોઈતી. મંત્રીજી પાછા ગયા. તેમને થયું કે અમે બધા નાના