________________
૮૭૨
શારદા નં તે સમયે કુમુદ ત્યાં હાજર હતી. શેઠે કુમુદને પૂછયું-આજે રમા કેમ દેખાતી નથી? જા–તું જલદી રમાને બોલાવી આવ. રમાએ શુભમતિ પાસે જઈને શું કર્યું તે સમાચાર જાણવા શેઠનું મન અધીરું બની ગયું હતું. શેઠ જગ્યા નહિ ને રમાને જલ્દી બોલાવી. શેઠની આજ્ઞા થતાં રમા આવી. શેઠ કહે રમા ! તારું કાર્ય કયાં સુધી ઓવ્યું? સફળતા મળશે કે નહિ? મને જલદી સમાચાર આપ. હવે તે મારી ધીરજ ખૂટી ગઈ છે. રમાને બોલતા હિંમત ચાલતી નથી. તેણે ધીમે ધીમે કહ્યું–શેઠજી! મને માફ કરજે. મારી બધી મહેનત ધૂળધાણી. હવે હું આ કામ નહિ કરી શકું. રમા ! તું જેનું ખાય છે એનું
દવા તૈયાર થઈ છે ! કંઈક તે વિચાર કર. ત્રણ-ચાર દિવસ પહેલાં તે તું કહેતી હતી કે નાવડી કિનારે આવી છે કે આજે આમ બેલે છે. મારે સાચું શું સમજવું ! શેઠજી ! એ તે એટલી મક્કમતાથી બોલે છે કે આપણે ત્યાં ઉભા રહી શકીએ નહિ. તે એવી સચોટ વાત કરે છે કે સાંભળતા મારું હૃદય હચમચી ગયું છે. શેઠજી! હું આપને કહી શકતી નથી. હું કહું ને કદાચ આપ ક્રોધના આવેશમાં આવી મને છૂટી કરો ? એટલામાં કુમુદ ત્યાં આવી. શેઠે પૂછયું–શી વાત છે? મને તે વાતની કંઈ ખબર નથી. એ બધી ખટપટ રમા કરે છે. રમા કહે શેઠજી! એ સમાચાર સાંભળતા જાણે વીજળી પડી હોય એવું થશે, એવા ભયાનક સમાચાર છે. શેઠ કહે શુભમતિએ જે કહ્યું હોય તે તું જલદી કહે. હવે શું કહેશે તે અવસરે.
વ્યાખ્યાન નં-૯૯ કારતક સુદ ૯ ને ગુરૂવાર
તા. ૫-૧૧-૮૧ અનંતજ્ઞાની મહાપુરૂષે કહે છે કે આ દુનિયામાં દરેક જીવો સુખને ઝંખે છે, સુખની પાછળ દોડાદોડ કરે છે, પણ સુખ મળતું નથી. જ્યાં સુખ ન મળતું હોય ત્યાં માનવીએ દિશા બદલવી જોઈએ, પણ માણસ દિશા બદલતા નથી, અને ઝાંઝવાના નીર પાછળ દોડે છે. કેઈ માણસે ઘધે શરૂ કર્યો. તે ધંધામાં તેને આવક ન થાય અને ઉપરથી મજુરી માથે પડે તે માણસ ધંધે બદલી નાંખે છે. સંસારના વિષયે, ભોગવિલાસથી કોઈ ફાયદો થત નથી, છતાં તે બાજુ છવની આંધળી દોટ ચાલુ છે. માનવીએ જેમાં સુખ માન્યું તેમાં સુખ નથી પણ સુખ તે બીજે છે.
માનવીને અહંભાવ જીવને ઊંધી દિશાએ લઈ જાય છે, તેથી સુખ અનુભવવા મળતું નથી, માટે અહંભાવને છેડીને સેહમાં જવું જોઈએ. સુખ મેળવવા પ્રયત્ન કરે છે પણ સુખ મળતું નથી, છતાં તેને માટે કઈ સંશાધન નથી, ખેજ નથી, તેનું કારણ શોધવા લક્ય નથી. સુખ મેળવવાને સારો ઉપાય બીજાના ગુણ જેવા અને પોતાના દોષ જેવા. બીજાના ગુણે જોઈશું તે પોતાના દુર્ગણે દેખાશે. સ્વના દર્શનથી સાચું આત્માના સ્વરૂપનું દર્શન થાય છે. સ્વરૂપ-દર્શન થતાં વિશ્વ દર્શન થાય છે. આંખ બધાને જોઈ શકે છે, પણ પિતાને જોઈ શકતી નથી, તેમ છવ બીજાના દોષો જુએ છે, પણ પિતાના દોષ જેઈ શકતે