________________
શારદા રત્ન
૮૭૧ શૌર્ય ભર્યા વચન સાંભળીને છઠ્ઠ થઈ ગઈ. રમાના મનમાં થયું કે હું મારા કાર્યમાં સફળતા નહિ મેળવી શકું. આ છોકરી ઘણી જબરી અને બુદ્ધિશાળે લાગે છે. તેના બોલવામાં કેટલી નીડરતા છે ! ખરેખર જે સત્ય વાત હોય તો જ તે આટલી નીડરતાથી બોલી શકે. નકકી આમાં કંઈક ભેદ લાગે છે. રમા તે ત્યાંથી ચાલી ગઈ. પછી કુમુદ પાણી લઈને આવી. પાણી આપતા કહે છે દેવી! આજે તમને ઠીક નથી લાગતું? માથું દુખે છે? હા. શરદી થઈ છે તેથી માથું દુખે છે. લા બામ લગાવી દઉં ? કુમુદ! આ બામ લગાવીને શું કરું? મારા દુઃખને અંત આવે એવો બામ લગાવી દે તો સારું. કુમુદ આ શબ્દો સાંભળતા ચમકી. શુભાના કહેવાથી માથે ઠંડા પાણીનું કપડું મૂકયું. હાથ અડતાં તેનું શરીર ગરમ ગરમ લાગ્યું. એટલે કહ્યું-આપને ઘણે તાવ આવ્યો છે. શેઠને કહીને દવા મંગાવી આપું. મારે દવાની જરૂર નથી. જા તું તારું કામ કર. કુમુદ ત્યાંથી ચાલી ગઈ.
વિચારના વમળમાં શુભા -શુભાનું મન તે વિચારના ચગડોળે ચડ્યું. તે પ્રભુ ! હે ભગવાન! હું શરીરનું દુઃખ સહન કરી શકીશ, પણ હવે મનનું દુઃખ સહન થતું નથી. આ બંધનમાંથી કયારે મુક્તિ મળશે ? મારા પતિને દુઃખમાંથી કયારે છોડાવી શકે હું બંધનમાંથી છૂટવા માટે પ્રયત્ન કરું છું તે બીજા તે બંધનને મજબૂત કરવા પ્રયાસ કરે છે. પતિ વિનાનું જીવન કેવી રીતે જીવાય? પાણી વિનાની માછલીના જેવી સ્થિતિ મારી છે. શું કરું? દિલની વાત કોને કહું! દાસી ગમે તેવી તે ય છીછરા પેટની હોય, તેને બધી વાત શી રીતે કરાય? છતાં આજે રમાની વાતથી શેઠ સમજી જશે કે શુભમતિ અંધારામાં નથી. એ જેવી તેવી સ્ત્રી નથી, પણ એક સબળ છે. એ કેઈની વાણીથી કે પ્રલોભનોથી આકર્ષાય તેવી નથી. એક વાર તે મારો પરચો બતાવી દઉં પણ અનુકૂળતા વિના એ પ્રયત્નો નિષ્ફળ બને છે. હું જોઉં તે ખરી કે શેઠ હજુ કેવા પ્રપંચ રચે છે! કેવી માયાજાળ બિછાવે છે !
શુભમતિ અબજોપતિની દીકરી છે. પિયરમાં એકની એક લાડકી દીકરી હતી. કોઈ દિવસ કંઈ કામ કર્યું નથી છતાં અહીં બધું જ કામકાજ કરે છે, પણ આજે શુભા રસોડામાં આવી નહિ એટલે રમાએ કહ્યું-કુમુદ! આપણું શુભમતિબેન હજુ કેમ દેખાતા નથી. શું તેઓ ઘરમાં નથી ? રમા ! કાલે તો તેમને ખૂબ તાવ આવ્યો હતો, પણ દવા લેવાની ના પાડે છે. જા ! તું ખબર લઈ આવ. આટલા દિવસમાં કયારે પણ તેમને આ રીતે સૂતેલા જોયા નથી. રમા કહે-હું ત્યાં નહિ જાઉં. ત્યાં જતાં મને બીક લાગે છે. હૈયામાં થડકારો થાય છે. શુભમતિએ સાચી વાત કરી ત્યારથી રમા સાવ નિર્બળ બની ગઈ છે. શુભાની વાત તેને સત્ય લાગી હતી. તેના માથે કલંક ચઢયા છે, છતાં કયારે એક શબ્દ પણ બેલી નથી. તેના જીવનમાં દુખને સાગર છલકાઈ રહ્યો છે, છતાં જ્યારે પણ મુખ પર શોકની છાયા પણ આવવા દેતી નથી.
હવે હું આ કામ નહિ કરી શકું -સાંજ પડતાં શેઠ ઘેર જમવા આવ્યા.