________________
શારદા રત્ન
૮૭૭
ઈન્દ્ર વર્તમાન ભેગોને આશ્ચર્યકારી અર્થાત્ ખૂબ ઊંચી કોટિના અને મહાસુખદાયી કહે છે તે આવા ઝેરના લાડુ જેવા છે. શલ્યરૂપ છે. ઝેરી કાંટાનું શલ્ય જે શરીરમાં રહી જાય તે તે કેહવાઈ જાય છે, પાકે છે ને મહાન દુઃખ ઉભું કરે છે, એમ ભેગો પણ ચિત્તમાં એવા ખેંચી જાય છે કે એની કુવાસના ઊંડી જામી જાય છે, અને તેના કારણે જીવને જન્મજન્મ દુઃખે ભોગવવા પડે છે. આવા શલ્ય જેવા અને ઝેર જેવા કામગમાં શું સારાપણું જેવું? માટે મુમુક્ષુ મેક્ષાથી જીવે આ કામગનું સેવન તે શું તેનું સ્મરણ પણ ન કરવું જોઈએ, માટે ઐહિક અને પારલૌકિક બંને પ્રકારના કામો સર્વથા ત્યાગ કરવા યોગ્ય છે. વળી તું કહે છે કે તમે અસત્ ભાગોની વાંછા કરો છો પણ મને તે કઈ એવી ઈચ્છા નથી, પછી સંકલ્પ વિકલ્પથી દુઃખી થવાની વાત જ ક્યાં રહી? આ પ્રમાણે ઈન્દ્ર રાજર્ષિને કહી રહ્યા છે. હજુ આગળ શું કહેશે તેના ભાવ અવસરે.
ચરિત્ર : શેઠ આતુરતાથી રમા પાસે શુભમતિની વાત સાંભળવા રાહ જોઈ રહ્યા છે. રમા કહે શેઠ! શુભમતિ કોઈ પણ સંજોગોમાં કિશોરભાઈને અપનાવી શકશે નહિ. આજ સુધી આશામાં ને આશામાં મેં મારી શક્તિ અને સમયને વ્યય કર્યો પણ મારી બધી આશાઓ ધૂળમાં મળી ગઈ. આ સાંભળતા શેઠને ગુસ્સો આવ્યો. રમા ! તું તારા વચનને યાદ કર. શેઠજી ! બેવફા નહિ બનું, પણ આજે મારી બધી સફળતા નિષ્ફળતામાં ફેરવાઈ ગઈ. મને તે એવી ફીટકારી નાંખી કે તે સમયે મને એમ થઈ ગયું કે જાણે કે ધરતી જગ્યા આપે તે સમાઈ જાઉં. આપણું હૈયાને હચમચાવી નાખે એવા શબ્દો સાંભળવા પડ્યા. તેણે શું કહ્યું, મને જલ્દી કહે.
કિશોરકુમાર તો હૈ કુછ રેગી, ગુણચંદ્ર દેવકુમાર,
મીઠા બેલા મોર જેસા માયાવી, ધુલમેં પડા અવતાર. શેઠજી! નાના શેઠાણી કહે છે તારા શેઠને કહી દેજે કે કિશોરકુમાર મારા પતિ નથી. ગુણચંદ્ર મારા પતિ છે ને હું તેમની પત્ની છું. કિશોર તે કુષ્ઠ રોગી છે ને ગુણચંદ્ર તે જાણે દેવને અવતાર જોઈ લો. રમા ! એ તદ્દન અસત્ય બોલે છે. એની વાત કેવી રીતે મનાય ? તેણે આગળ મને કહ્યું કે પ્રભની, પૈસાની લાલચમાં ફસાઈને તું તારા શેઠના કર્તવ્યને બજાવવા આવી છું પણ શેડનું કર્તવ્ય ઉપરથી સુંદર લાગે છે પણ રાંકના જીવન પર કાતીલ શમશેરનું કામ કરે છે. તેમના દિલમાંથી કરૂણાએ તો દેશવટે લીધે લાગે છે. તારા શેઠ મીઠું મીઠું બોલી મારા શીલ-સૌંદર્યને નાશ કરવાની બાજી રમી રહ્યા છે, પણ એ કદી બનવાનું નથી. તું તારા શેઠને કહી દેજે કે, મારો દેહ કુરબાન કરીશ પણ ગુણચંદ્ર સિવાય બીજા કોઈને શુભમતિના દિલમાં સ્થાન મળવાન નથી. તારા શેઠે માયાજાળ રચી જાળમાં માછલું ફસાય તેમ મને ફસાવી છે, પણ હ એ પયંત્રમાં જોડાવાની નથી.
શુભાએ કહેલી સત્ય વાતને પ્રગટ કરતી રમા : તમે ગુણચંદ્રને ભાડે પરણવા લઈને આવ્યા હતા એ બધું હું જાણું છું. તમારા ષડૂયંત્રની ગંધ તે મને આવી