________________
શારદા રત્ન
८७८ થયું કે વાત બધી સત્ય છે પણ પાપને ઢાંકવું છે એટલે મન પર જરા પણ એવા ભાવ આવવા દીધા નહિ. મનમાં તો ભય છે કે રહસ્યને પડદો ખુલ્લો થઈ જાય તો? હૃદય ધડકી રહ્યું છે પણ દીપક બૂઝાવાને હોય ત્યારે વધુ પ્રકાશ કરે તેમ પાપ છૂપાવવા શેઠ ડબલ જોરથી બોલવા લાગ્યા કે રમા ! તું તે સાવ નમાલી રહી. શેઠાણીએ કહ્યું તે તે સત્ય માની લીધું, પણ એ બધું સત્ય નથી પણ અસત્ય છે. સત્ય માટે તે વિશ્વમાં યુદ્ધો ખેલાય છે. જે શુભમતિ નિર્દોષ હોય તે આ રીતે આપણા ઘરમાં રહે નહિ, તે કયારની ય પિયર ચાલી ગઈ હોત. તેના સ્પર્શથી કિશોર કુષ્ઠ રોગી બન્યો છે એ વાત તે સૌ જાણે છે. જે મારો કિશોર પહેલેથી કોઢીયે હેત તે એ એની સાથે લગ્ન કરે જ નહિ પણ આ તે પિતાને માથે કલંક ચહ્યું છે તે ઢાંકવા ફાંફા મારે છે. આવી. વાતે તારે હવે કાને સાંભળવી નહિ. આજે જ હું એ વાતને ફેંસલો લાવું છું. રમા ! આવી પાયા વગરની વાતે કદી કઈને કહીશ નહિ. કહીશ તે તું મૂખ ગણાઈશ. અરે, આ વાતને તે વિચાર પણ કરીશ નહિ.
ગુપ્ત વાતને ગુપ્ત રાખવા શેઠે આપેલી લાલચ” :-શેઠનું કાર્ય સફળ ન થયું. તેમના મનમાં થયું કે શુભાની વાતોથી રમાના મનમાં હવે શંકા થઈ કે શું સત્ય હશે ? કરો તે વસવાયાની જાત કહેવાય. તેમના પેટમાં વાત રહે નહિ. શુભમતિએ જે બધી વાત કરી તે કદાચ પાંચ માણસેમાં કહી દે છે તેનું પરિણામ શું આવે? માટે એને બેલતી બંધ કરી દેવી જોઈએ. અંતે વિચાર કર્યો કે તેને કોઈ સારી કિંમતી વસ્તુની ભેટ આપું ને તેની પાસેથી વચન માંગી લઉં. શેઠે તેને લાલચ આપવા માંડી. રમા દબાઈ જાય ને બોલતી બંધ થઈ જાય તેથી શેઠે પિતાના કંઠની કિંમતી સેનાની કંઠી રમાને આપી. રમા કહે છે, શેઠજી ! આપ મને ભેટ આપો છો એ હું નહિ લઉં. મારે જોઈતી નથી. તેના મનમાં થયું કે હવે આ કંઠી લેવા જેવી નથી. એ કંઠી તે મારો કાટ કાઢી નાંખશે. શુભા બેધડક બેલે છે, એની વાત સત્ય લાગે છે. જે વાત બેટી હોય તે આટલું બેધડક બેલી શકે નહિ. તે પ્રાણ દેવા તૈયાર છે, પણ કિશોરને અપનાવવા તૈયાર નથી. આટલી હદે માણસ કયારે બેલે? વાત સો ટકા સાચી હોય ત્યારે ને? રમાએ કહ્યું-શેઠ! હું આપનું કાર્ય સફળ કરી શકી નથી તેથી મારે કંઠી નથી જોઈતી. કાર્યની સફળતા થઈ હોય ત્યારે ભેટ હોય. વગર હક્કનું લેવાય નહિ, સફળતા મળે પણ કેવી રીતે? ગોરસીમાં દહીં હોય તે માખણ મળે, પણ પાણી ભર્યું હોય ત્યાં માખણ કેવી રીતે મળે? આ બધી વાત ગોરસીમાં પાણી ભરી માખણ મેળવવા જેવી છે.
શેઠ કહે-રમા! ભલે તને સફળતા ન મળી, પણ મહેનત તે ઘણું કરી છે, તેથી નિરાશ થવાની જરૂર નથી. એમ કહીને તેના પર કંઠી ફેંકી. શેઠજી ! થશે તો હું મહેનત કરીશ પણ કંઠી તે નહિ લઉં. મને બદલાની આશા નથી. કંઠી આપીને મારા માથે ભાર વધારે છે. આનું કાર્ય કરવું એ તે મારી ફરજ છે. તેમાં બદલે ન હોય. વાત