________________
૮૭૬ .
શારદા રત્ન કરતા આવે, છતે પાછી પાની ન કરે, તેમ નમિરાજ સિંહ જેવા શૂરવીર ને ધીર છે. ખુદ ઈન્દ્ર પરીક્ષા કરવા આવ્યા છતાં તેનાથી જરાપણ પીછેહઠ કરતા નથી, પણ બેધડક જવાબ આપે છે. તેમણે કહ્યું–તમે મારા હિતેચ્છુ થઈ હું સુખી થાઉં એ હેતુથી જે સલાહ આપે છે તે માટે મારે તમારો આભાર માનવો જોઈએ, પણ મારે એ જોવાનું છે કે જે સલાહ તમે મને સુખકર માનીને આપે છે તે પરિણામે સુખકર નીવડશે કે દુઃખકર નીવડશે? તમને જે આનંદ આપતું હોય તે મને દુઃખ પણ આપતું હોય એવું બને છે. આ સાંભળીને ઈદ્ર કહે છે કે તમારા જેવા તત્વજ્ઞાનીઓની આવી ભાષા અમને તે ફારસી જેવી લાગે છે.
ત્યારે નમિરાજે હસતા હસતા કહ્યું. સાંભળો, હું તમને સમજાવું. કામિની અને કંચન વિષ સમાન છે. મદિરા મીઠી લાગવા છતાં પીનારને પાછળથી શું મૂર્ખ, બેઆબરૂ બનાવતી નથી ? કંચન અને કામિની તે વધારે તેજવાળી મદિરા છે. હે વિપ્ર ! ઈનિદ્રાના મનગમતા વિષયના ભેગો શલ્ય સમાન છે. જેવી રીતે શરીરના કોઈ અંગમાં પ્રવેશેલું શલ્ય ( બાણની આગળને તીક્ષણ અંશ ભાગ) માંસની સાથે ભળી જઈને શરીરમાં તીવ્ર વેદના ઉત્પન્ન કરે છે, તેવી રીતે કામ લેગ માણસને શલ્યની જેમ રાત દિવસ પીડિત કરે છે. ભોગોની આસક્તિ હૃદયમાં પ્રવેશી ગઈ, પછી તે એ એવી વધે છે કે ભેગના સાધન ખૂટે, આયુષ્ય ખૂટે પણ ભેગની આસક્તિ ઓછી થતી નથી. ભોગની ભૂખ કારમી વધે છે, પછી એને આત્માને વિચાર પણ નથી આવતો, તેમજ આસક્તિ હોવા છતાં કાયમ ભેગ મળ્યા કરે એવું નથી એટલે મળવાનું કંઈ નહિ ને ભૂખ ભયંકર. આવી સ્થિતિમાં આત્માની દશા કેવી દુઃખભરી બને!
આગળ રાજર્ષિ કહે છે કે આ કામગ વિષ સમાન છે. મધમિશ્રિત વિષ ખાવામાં મધુર અને પરિણામમાં અતિ દારૂણ દુઃખ આપનાર છે, તે રીતે કોમભોગો પણ શરૂઆતમાં પ્રિય લાગે છે પણ તેનું પરિણામ વિષથી પણ ભયંકર છે. દુનિયામાં ઝેર સારું કે એનાથી એક વાર મૃત્યુ થાય પણ ભેગરૂપી ઝેર તે મૃત્યુ એક વાર નહિ પણ અનેકવાર આપે. દુર્ગતિના જન્મ મરણને પ્રવાહ ચલાવે છે એટલે કે જન્મ મરણની પરંપરા વધારે છે. ભોગો આસીવિષ સર્પ જેવા અત્યંત ભયંકર છે. જેવી રીતે તે સર્પ ફેણ ઊંચી કરીને નાચતે હોય તે પ્રિય લાગે છે પણ તેનો સ્પર્શ થતાં પ્રાણના નાશ કરનાર બને છે, તેવી રીતે કામગ દેખાવમાં અત્યંત રમણીય લાગે છે પણ એને સ્પર્શ આત્માને નુકશાનકારક છે. ઝેરી સર્પના ડંશથી માણસને પીડાનો પાર રહેતા નથી અને મૃત્યુના પંજામાં સપડાય છે. ઈનિદ્રના વિષય સુખોમાં લુબ્ધ થનારની પણ એવી દશા થાય છે. અરે, એથીયે મહા ભયંકર દશા થાય છે. ઝેરી સર્પ સારા કે માત્ર એક જ જીવન બગાડે પણ ભોગરૂપ ઝેર તે ભવોભવ બગાડે. ભોગો ભોગવવાથી તે દુર્ગતિ થાય છે, પણ જે જીવ આ કામગોનું માત્ર સ્મરણ કરે અથવા ભોગોની પ્રાર્થના કરે તેઓ પણ દુર્ગતિમાં જાય છે. આ છે કરૂણ કથની ભોગેની.