________________
૮૭૩
શારદા રે નથી. માનવામાં કંઈ ને કંઈ ગુણ તે ભરેલા છે. ગુણ વગર માનવભવ મળી શકતો નથી. જે ગુણ વગર માનવભવ મળતો હોત તે કેઈ તિર્યંચ ન હોત. શરીરમાં આંખ, કાન, નાક, જીભ વગેરે ભલે જુદા જુદા દેખાય પણ આખા શરીરમાં હૃદય તે એક છે, તેવી રીતે સુખ–પ્રાપ્તિના અનુષ્ઠાને અનેક છે. તે બધાનું હાર્દ બીજાના ગુણે જેવા અને સ્વદોષનું દર્શન કરવું તે છે. જે આટલું જીવનમાં આવી જાય તે બેડે પાર થઈ જાય. સરોવરમાં એક નાનકડું પાણીનું ટીપું પડે તે આખા સરોવરમાં વર્તુળાકાર રૂપે મેજું પેદા કરે છે તેમ બીજાના ગુણે ગ્રહણ કરવાથી જીવનમાં ગુણો છવાઈ જાય છે, નાનકડે ઝેરી સર્પ કરડે તો મોટે માણસ પણ મરણને શરણ થઈ જાય છે તેમ દોષ રૂપી નાનકડો સર્ષ આત્માના બધા ગુણોને ખલાસ કરે છે. જેવી જેની દષ્ટિ હોય તેવું દેખાય છે. ગુણગ્રાહકને અગ્નિમાં જેત દેખાય છે તો દોષગ્રાહકને અગ્નિમાં ધુમાડે દેખાય છે.
ગુણગ્રાહક એવા નમિરાજને ઈન્દ્ર કહે છે, અહ હે રાજર્ષિ! મને તે આશ્ચર્ય લાગે છે, નવાઈ લાગે છે, કૌતક લાગે છે કે તમને આટલા વૈભવ, સુખ, અઢળક સંપત્તિ, સત્તા બધું મળ્યું છે, છતાં તેને ત્યાગ કરીને અવિદ્યમાન–જે અત્યારે નથી પણ પરભવમાં સુખ મળશે એવી આકાંક્ષાથી આપ દીક્ષા લો છો તો તમારા જેવો અજ્ઞાન બીજે કેણુ? ઈન્દ્ર કેવો પ્રશ્ન કર્યો? જે ત્યાગીને નીકળ્યા તેની સામે ભેગની વાત કરવી તે ત્યાગીને ગમે ખરી? કારણ કે ભોગ અને ત્યાગને કદી બને નહિ. ઈન્દ્ર કહે છે કે આપને જે સુખ મળ્યા છે તે ભોગવીને પછી ત્યાગી બને તે વધુ સારું કે જેથી આપના મનમાં કઈ ઓરતે ન રહી જાય કે મારે આટલું સુખ ભેગવવાનું બાકી રહી ગયું. સંપૂર્ણ સુખ ભોગવ્યા સિવાય સુખને તજનારનું મન તેમાં ભટક્યા કરે છે. પરિણામે તે કાંઈ પરમાર્થ સાધી શકતો નથી. એવા મનુષ્યો પછી ઘરના કે ઘાટના રહેતા નથી, માટે મહારાજા ! આપ જેવા રાજનીતિ નિપુણ પુરૂષને પાછળથી પસ્તાવું પડે તે સારું કહેવાય નહિ.
મેતીને ચારો કેણુ ચરે? –નમિરાજ ગની દુનિયામાં વિચરી રહ્યા છે ત્યારે ઇન્દ્ર ભેગની દુનિયામાં વિચારવાનું કહી રહ્યા છે. ભેગ અને વેગ કેવા છે. તે એક ન્યાય આપીને સમજાવું. નદી કાંઠે એક બગલે રહેતો હતો. એકવાર એક હંસ ત્યાં આવી ચઢ. બગલાએ હંસને જોયો તે તે પોતાના જેવો રૂડો રૂપાળે દેખાયે. બગલાને થયું કે આ કોણ હશે? એને બોલાવીને પૂછયું–ભાઈ! તારું શરીર અને મારું શરીર રંગમાં તે એક સરખું મળતું આવે છે, પણ તારી ચાંચ અને પગ લાલ છે. અત્યાર સુધી મેં તારા જેવું પ્રાણી જોયું નથી. તું કોણ છે? તારો દેશ કયો છે? હંસે કહ્યું - હું હંસ છું. માનસરોવરના કાંઠે રહું છું. ત્યાંથી અહીં આવું છું. બગલાએ તે કદી માનસરોવરનું નામ સાંભળેલું નહિ. તેણે પૂછયું-ત્યાં શું ચીજ મળે છે? ત્યાં ખાવાનું શું હોય છે ? હસે કહ્યું–ત્યાં તે બધું અદભૂત છે. ત્યાંની કઈ વાત થાય એમ નથી, છતાં થોડું તને કહું. ત્યાં પવન ચંદનના ઝાડોની સુગંધીને બે ચી લાવી