________________
ه فان
શારદા રત્ન
રાક્ષસણી, ડાકણી જે કહેવું હોય તે કહેજો, પણ હું મારા શીલને નહિ છેતું. જે મારા પતિ ન હોય તેની સાથે સ`સાર સંબંધ કેવી રીતે જોડુ ! આ સાંભળતા રમાને ખૂબ આશ્ચય થયું. તેણે કહ્યું—દેવી ! આજે આપના શરીરનું નિદાન કરાવીએ. રમા ! હું તા સ્વસ્થ છું. મારી તબિયત તા સારી છે. મારા શરીરનું શું નિદાન કરાવવું છે ? મને મારા દેહ પર સપૂર્ણ વિશ્વાસ છે. મારા સંસર્ગથી કાઈ ને કાંઈ થયું હાય એ વાત તદ્ન ખાટી છે. મારા શરીરની ચિકિત્સા કરાવવા કરતાં તારા કિશારભાઈનું નિદાન કરાવ કે આ રાગ જુના છે કે હમણાં થયેલેા છે ? દેવી ! બધાને ખબર છે કે તમારા લગ્ન પછી તમારા સ્પર્શથી થયા છે. જો રાગ જુના હાય તા તમે કિશારભાઇને સ્વીકારે ખરા ? દેવાને પણ આંખા પાડે એવા કિશારભાઈની સેાનલવણી કાયા તમારા સ્પર્શથી રાગી બની ગઈ એ તા સૌ કાઈ જાણે છે. તેના મિ ભર્યા સ`સાર ઝેર જેવા ખની ગયા છે. રમાની વાતા સાંભળ્યા પછી શુભમતિ કહે છે રમા! મારે તને સત્ય વાત કરવી ન હતી, પણ તું મને આટલુ બધુ કહે છે તેથી મારે હવે સત્ય વાત તને કહેવી પડે છે.
કિશાર નહી હૈ મેરે સ્વામી, બ્યાહ હુઆ મેરા ગુણચંદ્ર સંગ, શેઠને માયાજાળ રચી કારમી, કહતે આગ લગી અગેઅંગ.
રમા ! તને શું કહું? તારા શેઠે તેા એવા કામ કર્યા છે કે મને ફ્રાંસામાં નાંખી કલકિત કરી છે, પણ હું તને સત્ય સ્પષ્ટ કહું છું કે મેં કિશાર સાથે લગ્ન કર્યા નથી. કિશાર મારા પતિ નથી. મારા પતિ તે ગુણચંદ્ર છે. મે લગ્ન ગુણચદ્ર સાથે કર્યાં છે. તારા શેઠની માયાજાળને તું શું સમજે ? આ શબ્દો સાંભળતા રમા તેા આશ્ચય પામી ગઈ. તેણે કહ્યું દેવી! આપ આ શું બેલેા છે ? પંચની સાક્ષીએ તમારા લગ્ન થયા છે ને તમે કહેા છે કે કિશાર મારા પતિ નથી એ હું કેવી રીતે માની શકું? આ વાત તા દુનિયા પણ ન માને. રમા! આજે નહિ તા કાલે પણ એક દિવસ તારે માનવું પડશે. સત્ય વાત પછી તને સમજાશે. તારા શેઠની કરામત તને અત્યારે નહિ સમજાય. તું શેઠના કહેવાથી ધનની લાલચથી મને સમજાવવા પ્રયાસ કરી રહી છે, પણ હવે તારા પ્રયત્ના મારી આગળ નકામા છે. આજે તને ચાક્ખા શબ્દોમાં કહુ` ' કે મારી પાસે પરપુરૂષ કિશારભાઇની વાત કયારે પણ ઉચ્ચારીશ નહિ. હું નગ્ન સત્ય કહું છું કે હું કિારની પત્ની નથી. મને હવે કઢી ભાભી કહીશ નહિ. સમજીને રમા ? મારામાં માનવતા છે, દયા છે, કરૂણા છે, હું એક માનવી તરીકે કિશારભાઈની સેવા કરી શકું છુ, પણ તેને પતિ માનીને હું કયારે પણ તેની સેવા નહિ કરું. મારા પ્રાણ જાય તે કુરખાન, પણ હું તેને પતિ તરીકે સ્વીકારવાની નથી...નથી....ને નથી જ. તારી મીઠી મધુરી ભાષામાં હું આકર્ષાવાની નથી.
તારા શેઠને જઇને કહી દેજે કે તમારા પુત્ર એ મારા પતિ નથી જ. હું જીવનમાં કયારે પણ આપના પુત્રને પતિ તરીકે નહિ સ્વીકારું. રમા તા શુભમતિના આવેશ ભર્યા,