________________
શાશ્તા રત્ન હોય! ચાંદીનું તાળું ખોલીને રૂમમાં બળદ બતાવ્યા. રાજા તે એના બળદ જોઈને આશ્ચર્ય પામી ગયા. અહો ! મા સમસ્ત રાજપાટ દઈ દઉં તે પણ હું આ બળદ ખરીદી શકું તેમ નથી. રાજા કહે છે તારી પાસે આટલી બધી લક્ષમી છે છતાં આટલી મહેનત શા માટે કરે છે ને આવા દુઃખો શા માટે વેઠે છે ? તું ખાય છે શું? તેલ ને ચાળા. શ્રેણિક રાજા સમજી ગયા કે મમ્મણ શેઠમાં લોભરૂપી પિશાચે અડ્ડો જમાવ્યો છે, તેથી વધુ મેળવવાની તૃષ્ણામાં આવી મહેનત કરે છે, પણ લેભી માણસની તૃષ્ણ ક્યારે પણ પૂરી થતી નથી. ભગવાન બેલ્યા છે કે
कसिण पि जो इम लोय, पडिपुण्ण दलेज्ज इक्कस्स ।
તેભાવિ તે ન સંતુર, રૂતુપૂરણ રૂપે ગાયા | ઉત્ત. અ. ૮ ગા. ૧૬ ધન ધાન્યથી ભરેલો સંપૂર્ણ લોક પણ જે કેઈ, કેઈને આપી દે તે એનાથી પણ લેભી જીવને સંતોષ પ્રાપ્ત થતો નથી. એટલા માટે આ આત્મા દુપુર છે અર્થાત એની તૃપ્તિ થવી અત્યંત કઠિન છે.
આ ગાથામાં પણ ભગવાને એ બતાવ્યું છે કે જે કઈ મહાસમૃદ્ધશાળી દેવ કઈ પુરૂષને પ્રસન્ન કરવા માટે સારા વિશ્વની વિભૂતી આપી દે તે પણ લેભી આત્માને સંતેષ થતું નથી. આત્માને લાગેલ આ તૃષ્ણાને રોગ આ પદાર્થો રૂ૫ ઔષધ દ્વારા કયારે પણ શાંત થતો નથી. એનું ઔષધ તે એક માત્ર સંતેષ છે. સાચું સુખ સંતેષમ છે. “સંતોષ તો દિ કવરું જ સૌથૈ” સંતોષ એ જ પરમ સુખ છે. જે હૃદયમાં સંતેષ ન હોય તે આખો દિવસ હાયવોય ને અસંતોષ હોય. એક મહાત્માએ ત્રણ વાર પ્રશ્ન કર્યો કે મુવી ? # સુવી? : મુવી? આ જગતમાં કોણ સુખી છે? કે સુખી છે? કેણ સુખી છે? ત્યારે તેના જવાબમાં કહ્યું કે “સંતોષવાન મુવીજેના હૃદયમાં સંતોષ છે, કેઈ જાતની હાયવોય કે સ્પૃહા નથી તે સાચું સુખી છે. સંસારના સુખમાં જીવને સંતોષ નથી. એ જેમ મળતાં જાય તેમ તૃષ્ણ વધતી જાય પણ મોક્ષનું સુખ એવું છે કે જે મળ્યા પછી જતું રહેતું નથી અને મળ્યા પછી કઈ જાતની આશા, તૃષ્ણા કે સ્પૃહા થતી નથી. અભિલાષા ક્યારે થાય ? અસંતોષ હોય તે, અને અસંતોષથી જીવને દુઃખ પ્રાપ્ત થાય છે. ગીતામાં પણ કહ્યું છે કે જીવને શું કરવાથી શાંતિ મળે ?
विहाय कामान् यः सर्वान् पुमाँश्चरति निःस्पृहः ।
निर्ममो निरहंकारः स शान्तिमधिगच्छति ॥ રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દ આ બધાને જ્યારે જીવ તિલાંજલી આપી દેશે. મારે કેઈની આશા નથી, મારે કઈ સ્વાર્થ નથી, કોઈની સ્પૃહા નથી, આ બધું મારે કોને માટે જોઈએ ? ધન, દોલત, કુટુંબ એ કઈ મારા માટે નથી ને મારી સાથે આવવાના નથી. જીવને જ્યારે નિસ્પૃહ ભાવ, નિર્મમત્વભાવ અને નિરહંકાર આવી જાય ત્યારે એ શાંતિ મેળવી શકે છે. તૃષ્ણા છે ત્યાં દુખ છે ને તૃપ્તિ છે ત્યાં સુખ અને શાંતિ છે,