________________
८९४
રારા ૨૯
ખૂટવા લાગી. તેના મનમાં થયું કે હવે સત્ય વાત કહી દઉં. ઘણું સહન કર્યું. તે એકદમ આવેશમાં આવી ગઈ ને બેલી-રમા ! તું મને શું કહેવા માંગે છે? તારા શેઠ દંભી છે. માયાવી છે, લુચ્ચા છે, અરે મહાકપટી છે. રમા ! મારા નામને કલંક લાગે તે ભલે લાગે પણ મારા ચારિત્રને તે હું કલંક નહિ લાગવા દઉં. મારા જીવન કરતા મને શીલની કિંમત વધુ છે. હું પરણીને આવી તે દિવસથી મારા માથે કલંક લાગ્યું છે. સમાજ મને કલંકિની સમજે છે પણ આજ સુધી મારે શીલધર્મ અખંડિત સાચવ્યો છે. રમાએ કહ્યું- શું એ કલંકમાં તમે નિમિત્ત કારણ નથી ? મને તે એ દિવસ બરાબર યાદ છે. તમારા એકવારના સ્પર્શથી અમારા દેવરૂપ જેવા કિશોરકુમારની સેનલવણ કાયા રોગીષ્ટ બની ગઈ. લગ્નના આનંદ સાથે એમનું જીવન ઝેર બની ગયું. કેટલી મોટી આશાઓથી લગ્ન કર્યા પણ હવે એ આશાઓ ભાંગીને ભૂકકો બની ગઈ, છતાં તમને એમ નથી થતું કે મારા કારણે મારા પતિ ભયંકર રોગમાં ઝડપાઈ ગયા, તે હવે તેમને સુખી કરવા માગું સ વરવ અર્પણ કરી તેમને સુખી બનાવું. જો તમે કિશોરભાઈને લાવશે તે ઘરમાં બધાને આનંદ થશે. કિશોરભાઈને કેટલી શાંતિ થશે ? તમે ભૂતકાળની વાતને ભૂલી જાઓ, ને કિશોરભાઈને શુદ્ધભાવે અપનાવો. આ બધી વાતો સાંભળીને શુભમતિના મનમાં વધારે ગુસ્સો આવ્યો. હવે તે રમાને શું જવાબ આપશે તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન નં-૯૮ કારતક સુદ ૮ બુધવાર
તા. ૪-૧૧-૮૧ આગમના આખ્યાતા, વિશ્વમાં વિખ્યાતા, મોક્ષમાર્ગના પ્રણેતા ભગવાન ફરમાવે છે કે હે જીવ! જે તમને પાપને ખટકારો થયો હોય ને એમાંથી છૂટકારો મેળવો હોય તે વિરતિના ઘરમાં આવે. અવિરતિ એ કર્મબંધનનું કારણ છે, વિરતિ એ કમર બંધનને તેડનાર છે. વિજ્ઞાનની રાઉન્ડ-ટેબલ કોન્ફરન્સ કહે છે કે આમાં ખૂબ શક્તિ છે ત્યારે જૈનદર્શન કહે છે કે વિરતિમાં અજબ-ગજબની તાકાત છે. જ્યાં સુધી એક વિરતિ ઘર આત્મા પૃથ્વી પર વિદ્યમાન રહેશે ત્યાં સુધી પાંચમાં આરામાં અગ્નિનો વરસાદ નહિ થાય. આ તાકાત વિરતિની છે. હજારો રોગોની દવા જેમ પેટશુદ્ધિ છે તેમ હજારો અશાંતિ સામે એક દવા વિરતિની છે. વિરતિ એટલે પાપોથી વિરામ પામવું. જ્યાં પાપ છે ત્યાં ભય છે, કલુષિતતા છે ને ઉકળાટ છે. તે સમુદ્રમાં એક નાનો કાંકરો નાખશું તે તેની અસર સમુદ્રમાં થાય છે, તેવી રીતે નાનામાં નાની વિરતિ, એક નવકારશી જેટલું પચ્ચખાણ નરકના સે વર્ષોના દુઃખને કાપી શકે છે. અરે, અસંખ્યાતા, કોડાઝેડ જોજન દૂર રહેલા ઈન્દ્ર મહારાજા પણ વિરતિધરને વંદન કરે છે. ત્રણે જગતની સમસ્ત સમૃદ્ધિ વિરતિના વૈભવની તેલે આવતી નથી. ત્રણે જગતના ધૂળ અને ઢેફાં ભેગા કરો તે એકાદ રત્નની તુલનામાં આવી શકે