________________
શારદા રત્ન
૮૬૩ પોતાના પતિના દુખને પિતાનું દુખ ગણી તેને અર્પણ થઈ જાય છે ત્યારે નારી નારાયણી બની જાય છે. શેઠજી! આપને આ પ્રયાસ જરૂર કારગત નીવડશે. રમ! તું એમ કહીને છૂટી જવા માંગે છે પણ છૂટી શકીશ નહિ ના....એમ નહિ. હું મારાથી બનતા પ્રયત્ન જરૂર કરીશ.
શુભમતિ મનમેં અસા એચે, મેરે સ્વામી બંદીવાન;
લક્ષ્મીદત્ત દુષ્ટ લેભી હૈ, ઉસ પર કૈસા જુલમ ગુજારે. શુભમતિને દિવસ તે કામમાં પસાર થઈ જાય છે પણ રાત્રી ખૂબ વિકરાળ લાગે છે. તેના મનમાં થાય કે મારા પતિને તો આ દુષ્ટ શેઠે ભેચરામાં પૂરી દીધું હશે. તે મને કહેતા હતા કે એ શેઠ મેતીની લાલચે મને એટલે જુલ્મ માર મારે છે કે લેહી નીતરે છે. તે આ શેઠ શું તેમને હેન્ડલના માર તો નહિ મારતા હોય ને! હવે એમને વાર્થ સધાઈ ગયે તેથી શું તેમને મારી તે નહિ નાખે ને ! મારું હૃદય બળ્યા કરે છે. શુભમતિ તો આ વિચારમાં હતી ત્યાં રમાં આવી પહોંચી. શુભમતિને ચિંતામાં ડૂબેલી જોઈને કહે છે. ભાભી! હમણાં તે તમે ખૂબ ચિંતાતુર દેખાવ છો. હાસ્યનું નૂર તે જાણે મુખ ઉપરથી ઉડી ગયું લાગે છે. મુખ કેવું કરમાઈ ગયું છે! બેન રમા ! જીવનમાં વિષાદ અને હાસ્ય રહેલાં છે. રમા કહે છે. કિશોરભાઈને દુઃખી જોઈ તમારા દિલમાં કરૂણ નથી આવતી ? શું તમારું હૃદય દયાહીન છે ! લગ્ન કર્યા? બાદ પછી તે પુરૂષ રોગી હોય કે નિરોગી હોય, નિર્ધન હોય કે ધનવાન હોય, ગમે તે સ્થિતિમાં હોય પણ તેની જીવનભર સેવા કરવી એ પતિવ્રતા સતી સ્ત્રીની ફરજ છે.
રમાની વાક ચાતુરીની જાળઃ-શુભમતિ! હું સમજું છું કે તમે દુઃખના સાગરમાં ડૂબી રહ્યા છે પણ ભાગ્યમાં જે લેખ લખાયા હોય તે મિથ્યા થતા નથી, પણ આપ યાદ રાખો કે સ્ત્રીનું સુખ, સ્ત્રીનું સૌંદર્ય અને ગૌરવ તેના પતિની હાજરીમાં છે. પણ તમે કિશોરભાઈ સામે દૃષ્ટિ કરતા નથી કે તેમની સેવા કરતા નથી, તેમાં કેઈ રહસ્ય જરૂર લાગે છે. આપ આપના મનમાં જે વાત હોય તે સ્પષ્ટ કહો. આપને કહેતાં મારું જીગર હામ ધરતું નથી. મને ભય છે કે હું આપને કહીશ તો દુઃખ નહિ લાગે ને ! રમા! દુઃખ શા માટે? ગઈકાલે તે મને જે શબ્દો કહ્યા હતા તે મને સે સો વીંછી ડંખ મારે એવા દિલમાં લાગ્યા હતા, છતાં હું બેટું લગાડતી નથી. બરાબર તે સમયે કિશોર સતીના રૂમ પાસેથી નીકળ્યો. એ તે શુભમતિને જોવા તાકી રહ્યો હતો, પણ શુભભતિએ તે નજર પડતા તરત દષ્ટિ ત્યાંથી ઉઠાવી લીધી. આ દશ્ય રમાએ જોયું.
રમાએ કહ્યું દેવી! તમારા પતિની આ સ્થિતિ તમે સહન કરી શકો છો? આ જવાબદારી તમારી છે. તમારા પતિ પ્રત્યે આટલી ઉપેક્ષા કરવામાં તમારી શેભા નથી. ઉત્તમ નારી તે પોતાના પરિણિત પતિને છાયાની જેમ વળગી રહે. તમે કિશોરભાઈને સ્વીકારતા નથી એ વાત જે બહાર પડી જશે તે શું તમને કલંક નહીં લાગે? તમને કલંકને ભય પણ નથી લાગતું ? શુભમતિની સહનશક્તિની હદ આવી ગઈ. તેની પૈર્યતા