________________
શારદા રત્ન
૮૨૩ આત્માથીને અંતરની શુદ્ધિ માટે દઢ સંકલ્પની જરૂર છે ને ગુરૂકૃપાની આવશ્યકતા છે. આત્મપ્રદેશે વ્યાપી ગયેલી કર્મની અશુદ્ધિને દૂર કરવા આત્મશક્તિનો ઉપયોગ કરવાની કળા આવડી જાય તે ઘરપાપી અર્જુન માળીની જેમ આત્મદ્રવ્યને શુદ્ધ થતાં શી વાર લાગે? ક્રોધાવેશમાં રોજના સાત સાત જીવોની ઘાત કરનારા અર્જુન માળીને કેપ. સુદર્શન શેઠની સાત્વિકતા અને ધર્મના પ્રભાવે શાંત થયો. ભગવાન મહાવીરસવામીની તત્વ વાણી સાંભળવા મળી. આત્માની શક્તિઓને હિંસાદિ અઢાર પાપોની પાછળ જરી પણ ખર્ચવા જેવી નથી, કારણ કે પાપમાં ખર્ચેલી શક્તિઓ આત્માને દુઃખ આપનાર બને છે, અને નીચી કક્ષામાં દીર્ઘકાળ સુધી એકેન્દ્રિયમાં મૂકી દે છે. જ્યાં આત્માને વિકાસ તદ્દન અટકી જાય છે. આત્માની શક્તિને અહિંસા, સંયમ અને તપના માર્ગે જોડવામાં આવે તે આત્માની પૂર્ણતયા શુદ્ધિ થાય છે ને આત્મા અજર અમર બની જાય છે. ભગવાનની આ વાણી સાંભળી અર્જુનમાળીએ પાપનું પ્રાયશ્ચિત કર્યું અને પ્રભુના બતાવેલા માર્ગને અનુગામી બન્યા. ધીર, વીર પરાક્રમી બની કર્મની સામે સમતા અને તપ વડે આત્માનો વિજેતા બની હારેલી જિંદગીને જીતી ગયે.
આત્મવિજય પ્રાપ્ત કરવા નીકળેલા નમિરાજર્ષિ ઈન્દ્રને કહે છે. પાંચ ઈન્દ્રિય, મન અને ચાર કષાય પર જે વિજય મેળવે છે તે આત્મવિજયી બની શકે છે. મન શરીરની અપેક્ષાએ શેઠ છે અને આત્માની અપેક્ષાએ નોકર છે. જેમ કેઈ રાજા મરણ પામ્યા હોય અને તેમના દીકરા નાના હોય, તેમને રાજકારભાર ચલાવતા ન આવડતું હોય ત્યારે જેમ પ્રધાન બધી સત્તા પોતાના હાથમાં લે છે તેમ આત્માની અજ્ઞાનદશામાં મન રૂપી પ્રધાને આખા શરીરરૂપી રાજ્યતંત્રની લગામ પોતાના હાથમાં લઈ લીધી છે. સત્તાના મદમાં મહાલતું મન આત્મા ઉપર કેવી કેવી સત્તા ચલાવે છે તે આત્મનિરીક્ષણથી, સરળપણે તપાસ કરવાથી દેખાઈ આવશે. સરમુખત્યાર રાજા તે કાંઈ હિસાબમાં ન હોય તેવી સાર્વભૌમ સત્તા મન ચલાવી રહ્યું છે, પણ જેમ રાજકુમાર મોટો થતાં પ્રધાન પાસેથી રાજસત્તા માંગી લે છે અને તે વખતે પ્રધાન તે આપવા માટે આનાકાની કરે છે, તે પ્રમાણે આ મનરૂપી પ્રધાને શરીરની લગામ હાથમાં લીધી હતી. જ્યારે આત્મારૂપી રાજા પોતાના હાથમાં સત્તા લેવા માગે છે ત્યારે તે પણ એટલી આનાકાની કરે છે, પણ તેથી ગભરાવાની જરૂર નથી, કારણ કે આત્મારૂપી રાજાને પિતાના સામર્થ્યનું ભાન થયું છે. મનરૂપી પ્રધાને ભલે ગમે તેટલા લાંબા સમય સુધી સત્તા ભોગવી હોય છતાં આખરે તો તે આત્માનો નેકર છે. આત્માને ભાન થયું, જ્ઞાન થયું. હે આત્મન ! તું હવે જાગૃત થા. તે ઘણીવાર સૂઈ રહીને સમય ગુમાવ્યો પણ હવે પ્રમાદ ન કર. આ મનરૂપી પ્રધાન પાસેથી તારી સત્તા લઈ લે. તારો દિવ્ય હક્ક છે. તે જરૂર તને વશ થશે. તારી આજ્ઞા પ્રમાણે ચાલશે. થડે સમય કદાચ તે બબડે તો ભલે પણ ફિકર નહિ. તારી આત્મજ્ઞાનની શક્તિથી મનને વશ કર. મનના મુકાબલામાં તું જરૂર વિજયી બનીશ અને પરમ સુખ પામીશ. કેઈ કામ વારંવાર કરવાથી અને કરવાને મહાવરો