________________
૮૩૮
શારદા ને આશાઓથી ત્યાં આવ્યા છે. આવીને મહારાજાને ભેટશું ધર્યું. મહારાજા! આપ અમારી નાનીશી ભેટ સ્વીકારે. ગુણદત્ત રાજાએ પ્રેમથી તેમની ભેટને સ્વીકાર કર્યો, પછી પૂછયું, આપને પ્રવાસમાં તે કુશળતા છે ને? આપ આપની ઓળખાણ આપો. આ૫ કયા ગામથી આવ્યા છે ? કયા કયા ગામે આપે નાટયકળા બતાવી છે? આ સાંભળીને નાટ્યકારોએ કહ્યું, અમે ઘણા ગામમાં નાટક ભજવ્યા છે. તેમાં પોતાની નગરીનું નામ સાંભળતા ગુણદત્તને પોતાના સ્વજને યાદ આવ્યા. તેમની આંખ જરા અશ્રુભીની બની ગઈ વિનીત પુત્ર મા-બાપને કેમ વીસરે ? ભાઈને કેમ ભૂલે? ગુણદત્ત રાજસિંહાસને બેઠો છે, પણ માતાપિતા અને ભાઈને ભૂલ્યા નથી. કેઈક એ દુર્ભાગી પુત્ર નીકળે કે ઉપકારી મા-બાપને ભૂલી જાય ! અને જે ભૂલે તેના જેવો દુર્ભાગી કેઈ નથી. નાટયકારોએ સુંદર નાટક ભજવ્યું. નાટક જતાં લોકો છક થઈ ગયા. તેમણે નાટકથી સૌના દિલ અને મન રંજન કરી દીધા, પછી રાજાએ કહ્યું કે આપની મંડળી માટેની બધી વ્યવસ્થા થઈ છે. આ૫ ખાવ, પી, થાક ઉતારો ને આનંદ કરો.
મહારાજા ! અમે આટલું બધું ફર્યા પણ આપના જેવા પ્રેમાળ રાજવી બીજે કયાંય જોયા નથી. અમારા ભાગ્યોદયે આપ જેવા પવિત્ર રાજાના દર્શન થયા. આપના દર્શન થતાં અમારી ભૂખ-તરસ પણ ભૂલાઈ ગઈ છે( પછી પ્રધાને પૂછ્યું. અમારું આમંત્રણ આપને કયારે મળ્યું હતું ? મહામંત્રીજી! અમને આપનું આમંત્રણ મળ્યું નથી, આપનું આમંત્રણ આવતાં પહેલાં અમે આપના મહારાજાનીય શગાથા ખૂબ સાંભળી તેથી અમે આ બાજુ આવવા માટે પ્રયાણ કર્યું, ભદ્રપુરીને સીમાડો છોડી માલવ દેશની વિખ્યાત, જગમશહૂર ઉજૈનીમાં નાટક બતાવી, આ બાજુ આવતા હતા ત્યાં રસ્તામાં આપના ભાવભર્યા આમંત્રણના સમાચાર મળ્યા. આપે આમંત્રણ ન આપ્યું હોત તો પણ અમે તે આપની સેવામાં હાજર થવાના હતા. આમંત્રણ મળતાં વહેલા આવી ગયા. ઉજજૈની નામ સાંભળતા ગુણદત્તના કાન ચમક્યાં. ત્યાંની બધી વાત યાદ આવી ગઈ. માબાપ યાદ આવ્યા. ગુણદત્ત પૂછે છે મહાનુભાવે ! આપ મુસાફરી કરતા કરતા આવ્યા છે તો રસ્તામાં તમારા કઈ અનુભવે, કોઈ કૌતુક કે આશ્ચર્ય જોયું હોય તો કહે. આ૫ ઉજૈનીથી આવે છે તે ઉજજૈનીમાં કઈ કરુણ બનાવ બન્યો છે? કઈ નવાજુની બની છે? હવે નાટયકારે શી વાત કરશે તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. ૫ કારતક સુદ ૩ને શુક્રવાર
તા. ૩૦–૧૦–૮૧ વીતરાગ શાસનને પામેલા ભાગ્યવાન ને અનંત ઉપકારી શાસ્ત્રકાર ભગવતે પડકાર કરીને જાગૃત કરતા કહે છે તે છે! ઘણું માર્ગ વીતાવીને, બહાર બહુ ભટકીને પિતાના ઘરની લગભગ નજીક આવવાની તૈયારીમાં છે. હવે ઘરને બરાબર ઓળખે તે