________________
શારદા રત્ન મળવાનું છે. હીરો સરાણે ચઢે ત્યારે તેની કિંમત થાય છે, તેમ અત્યારે મારી કટી છે. કસોટી વિના કલ્યાણ નથી. થોડા દિવસમાં દુઃખ જશે ને સુખ આવશે. એ સુખ પછી એવું આવશે કે કયારેય દુઃખ નહિ પડે. ન જાણે આ કલંકની વિષમતામાં મારા ભાવિ જીવનનું સુંદર નિર્માણ કેમ છૂપાયેલું ન હોય! આ દુઃખદ પ્રસંગ મારા સુખની ખાતર ધીરજ ધરી હસતા મુખે વધાવી લેવામાં શાણપણ છે. અત્યારે બધાએ આળ ચઢાવ્યું છે પણ મને શ્રદ્ધા છે કે એક દિવસ બધાની દૃષ્ટિ ખુલશે ને સૌને સત્ય વાત સમજાશે. હમણું તે વચનના પ્રહારો સહન કરીને રહેવાનું છે. એમ વિચારી સમભાવે કર્મોને ભેગવે છે.
લડકી કે બદનામ કિયા, ઔર અપની બાત છિપાઈ,
કુંવરીને પરવાહ નહી કીની, રહે મહલ કે માંઈ શેઠે તે પોતાની વાત બરાબર છૂપાવી દીધી અને નિર્દોષ શુભમતિને સારા ગામમાં બદનામ કરી, છતાં શુભમતિ એ બધાને ગણકાર્યા વિના નવકારમંત્રનું સ્મરણ કરતી, ત્યાં દિવસે વીતાવે છે કે મહેલમાં રહે છે. શુભમતિએ કિશોરકુમાર ભાડે પરણવા આવ્યા છે એ બધી વાત માતાને કરી હતી પણ માતા પિતાના પતિને વાત કહેવી ભૂલી ગઈ અને લગ્ન થયા. બે ત્રણ મહિના થયા પણ શુભમતિના કેઈ સમાચાર એવા મળ્યા નથી તેથી માબાપ સમજ્યા કે દીકરી સુખમાં છે. હવે આ બાજુ શું બન્યું?
ભીમપુર ગામના નધણિયાતા રાજ્યને અનુપમ શ્રેષ્ઠ રાજા મળી ગયા, તેથી પ્રજાને ખૂબ સંતોષ હતો. ગુણદત્ત મહારાજા પ્રજાને પિતાના પુત્રની જેમ પાળે છે. રાજ્ય જેવું રાજ્ય મળ્યું છતાં જરા પણ અભિમાન નથી. ગુણદત્ત પણ સમજે છે કે પ્રજાને પ્રેમ પ્રાપ્ત કરવા પ્રજાનું કલ્યાણ લક્ષમાં રાખીને મારે કર્તવ્ય બજાવવું જોઈએ. રાજાની અમી ભરી આંખડીથી ન્યાય, નીતિ અને પ્રમાણિક્તાથી પ્રજાના હૃદય સિંહાસને રાજાએ સ્થાન મેળવી લીધું. દેશ ધન, ધાન્ય, સંપત્તિથી સમૃદ્ધ બન્યો. દશે દિશામાં રાજાના યશોગાન ગવાવા લાગ્યા. રાજ્યમાં સુખશાંતિને સમીર વહેવા લાગ્યા. આ રીતે રાજા અને પ્રજા સુખમાં દિવસો વિતાવે છે.
નૃત્યમંડળીનું ગામમાં આગમન -એકવાર પ્રજાએ નવા રાજાના સન્માનમાં કૌમુદી મહોત્સવ ઉજવવાનું નક્કી કર્યું. બધા કૌમુદી મહોત્સવની તૈયારી કરવા લાગ્યા. પહેલા કયારે પણ ઉજવાયો ન હોય એ મહત્સવ ઉજવાઈ રહ્યો છે. આ મહોત્સવને વધુ દેદીપ્યમાન, તેજસ્વી બનાવવા દેશ-વિદેશથી ઘણું પ્રસિદ્ધિ પામેલા નાટયકારે, કલાકાર, સંગીતકારો, બધાને આમંત્રણ આપીને બોલાવ્યા છે. નગરના દરવાજાઓ, રસ્તાઓ બધું ખૂબ શણગાર્યું છે. જેમાં પણ લોકો સ્થંભી જાય. આ પ્રસંગમાં ભાગ લેવા એક મશહૂર નૃત્યમંડળી રાજાના યશોગાન સાંભળીને ત્યાં આવી છે. તે નૃત્યમંડળી પોતાના દેશ તરફની છે એ વાત જાણતાં રાજાના મનમાં કેઈ અવનવા આશાના તેજ ચમકવા લાગ્યા. રાજાની પ્રશંસાના પુષ્પોની સુગંધ ચારે બાજુ મહેકી રહી હતી, તેથી સૌ મોટી મોટી