________________
શારદા રત્ન
સાસુ-સસરા તથા તમામ માણસો બધા એને તિરસ્કારથી જોવા લાગ્યા. બધાના મનમાં થયું કે એ મંત્રજંત્ર કામણુટુમણ કરે છે. તેની નજર જે આપણા પર પડશે તે આપણને પણ કંઈક થઈ જશે. બધાના દિલમાં તેના તરફ ઠેષભાવ જાગ્યો. શુભમતિને રડતી છાની રાખનાર કેઈ નથી. બધા વહેતી વાતમાં સાક્ષી પુરવા લાગ્યા. સત્ય વાત શું છે એ કે વિચારે?
ખના ડુંગરે પણ શુદ્ધ ભાવના : શુભમતિ તે એ જ વિચારે છે કે અત્યારે નવકારમંત્ર સિવાય બીજો કોઈ મારે બેલી નથી. તે પ્રભુને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ! દુનિયા ભલે બગડી પણ મારા પ્રભુ તું મારા પર ન રૂઠીશ. તું મારી લાજ રાખજે ને સત્યનો જય કરજે. મેં પૂર્વ જન્મમાં તેના પર કલંક ચઢાવ્યા હશે તે આ ભવમાં મારા પર કલંક ચઢયા છે. તે આવેલા દુઃખમાં હિંમત ન હારતા નવકારમંત્રનું સ્મરણ એ જ મારા માટે રક્ષણર્તા છે. શુભમતિ કર્મના સિદ્ધાંતને બરાબર સમજે છે. કરેલા કર્મો ભોગવ્યા સિવાય છૂટકો નથી, તેથી નવકારમંત્રનું સ્મરણ કરતી કર્મના સ્વરૂપને વિચારી રહી છે. મારા સસરાએ ખોટા પ્રપંચ રચી મને કલંક્તિ કરી, બધા વચ્ચે અપમાનિત કરી, તેનું મને જરા પણ દુઃખ નથી. મને એટલો આનંદ છે કે નવકાર મંત્રના પ્રભાવે હું આપત્તિમાં પણ હિંમત રાખી શકી છું ને મારા શીલને બરાબર સાચવી શકી છું. નવકારમંત્રના પ્રભાવે ગમે ત્યારે સત્ય પ્રગટ થયા વિના રહેવાનું નથી. ૫-૧૦ -વર્ષે મારું કલંક ઉતરશે ને સત્યને જય થશે પણ આ બધા મારા નિમિત્તે જેમ તેમ બલીને કેટલા કર્મો બાંધી રહ્યા છે ! એ બધાનું શું થશે? શેઠ શેઠાણી જાણે છે કે પિતાને છોકરો કેઢી છે. તેને ભોંયરામાં પૂરી રાખ્યું હતું, છતાં જાણી જોઈને છાતીમાથા કૂટે છે ને રોકકળ કરી દુઃખ ભોગવે છે ને કર્મો બાંધે છે. એમનું શું થશે? હું તો એ જ ઈચ્છું છું કે મારા પર આળ ચઢાવનારનું પણ ભલું થાઓ. એમને હૈયામાં સદ્દભાવના જાગે. સતી સ્ત્રીઓ પોતાને દુઃખ આપનારનું પણ ભલું ચાહે છે.
કષ્ટના કલંકમાં પણ સાચી સમજ - મહાન સતીઓના માથે કેવા કલંકો ચઢયા છે ને કેવા મહાન દુઃખ ભોગવ્યા છે. તેમના દુઃખ આગળ મારું દુઃખ શા વિસાતમાં છે! માનવીના બૈર્યની, ક્ષમા, સમતાની પરીક્ષા આપત્તિમાં થાય છે. હંમેશા કસોટી સત્યની થાય છે, અસત્યની નથી થતી. આખરે તે સત્યનો જય થાય છે. સત્યના સોનેરી પ્રકાશ આગળ અસત્યનો અંધકાર ટકી શકતો નથી. સમયે સત્ય પ્રગટ થશે. આજે બધા શેઠના પક્ષ તરફ જે ઝુકી રહ્યા છે તે શેઠ કરતાં તેમની સંપત્તિના કારણે બધા એક તરફેણમાં છે. ત્યાં મારા જેવી અબળાને પોકાર કોણ સાંભળે ? એમાં એ બધાને પણ શો દોષ ! દુનિયા જે આંખે દેખે તેને સાચું માને. સાચી વાત તે જ્ઞાની વિના કોણ જાણી શકે? જે દુખ આવ્યું છે તે સમતાથી સહન કરી લેવામાં સાર છે. મારે કોઈને દોષ જેવાની જરૂર નથી. મારા જીવનમાં એક સોનેરી દિવસ આવશે. દુખ જશે ને સુખ આવશે. અત્યારે જેટલું દુઃખ વધારે વેઠીશ તેટલું વધારે સુખ