________________
શાદા રત્ન
૮૫૫ ગમશે, ને બધાના દિલ જીતી શકશો. જે ચઢેલું મોટું રાખશે ને બેલશો નહિ, તે કોઈને ગમશે નહિ, ને એક ખુણામાં બેસી રહેવું પડશે. હું તમારા હિતની વાત કરું છું. મને લાગે છે કે આપ ખૂબ વિચારમાં છે, તેથી કંઈ બોલતા નથી. શું અમે બધા તમને નથી ગમતા ?
રમા આટલું બધું બેલી ત્યારે શુભમતિ કહે છે રમા ! તું આ શું બોલે છે? તારા આવવાથી તે મને આનંદ છે. પણ આ ગામ, ઘર, સ્વજને, સેવકે બધા અપરિચિત અને નવીન તેથી સ્વાભાવિક રીતે થેડી શરમ અને સંકોચ આવે. ધીમે ધીમે બધું પરિચિત બની જશે. હું નાનપણમાં શીખી હતી કે “ન બેલવામાં નવ ગુણ” જે તમે નહિ બેલે તે બધાને પરિચય ક્યાંથી થશે? શુભમતિના મીઠા-મધુરા વચનથી રમાને ખૂબ આનંદ થયો. આ નારીને વચનમાં કેટલી કમળતા અને મધુરતા છે. તેના મુખ પર કેટલી ગંભીરતા દેખાય છે ! કેવી ધીરતા છે ! શુભા કહે રમા! તારી વાત સાચી છે. મારે થોડું બોલવું જોઈએ, પણ શું બોલું? મને બોલવું ગમતું નથી. પરણીને શ્વસુર ગૃહે પગ મૂક્યો ત્યાં મારા માથે કલંકન ફટકો લાગ્યો છે તેથી મને બોલવાનું મન થતું નથી. સમય થતાં તે રમા ચાલી ગઈ.
આ બાજુ શુભમતિ સવારમાં સામાયિક, પ્રતિક્રમણ આદિ કર્યા પછી ઘરકામમાં જોડાઈ ગઈ. થોડા દિવસમાં તે ઘરનો બધો કારભાર તેણે સંભાળી લીધો. પ્રેમથી અને સ્નેહથી નોકર ચાકર બધાના મન જીતી લીધા. રઈ પણ તે જ બનાવવા લાગી. તે સિવાયના બીજા સમયમાં સારા સાહિત્યનું વાંચન કરતી, સામાયિક કરતી. થોડા દિવસમાં તે લક્ષ્મીદત્ત શેઠના ઘરની રોનક ફરી ગઈ. ઘરના બધા શુભમતિ તરફ બહુમાનની નજરે જોવા લાગ્યા. સાસુસસરાને માતા-પિતા ગણી તેમની સેવા કરતી. આ રીતે શુભમતિના દિવસે તે પસાર થઈ જતા પણ રાત્રીએ ખૂબ વિષમ અને લાંબી લાગતી. રાત્રે વિચારમાં ને વિચારમાં તે સાવ શૂન્ય બની જતી. ક્યારેક પિતાના કર્મ વિપાકના ફળને વિચારતી, તે ક્યારેક ગુણચંદ્રની દુઃખદ સ્થિતિ પર વિચાર કરતી, ત્યારે આંસુ સરી પડતા. તેમને બંધન મુક્ત ક્યારે કરીશ! આવી અનેક ચિંતાઓથી તેની ઉંઘ ઉડી જતી. પાણી વિના માછલી તરફડે તેમ પતિ વિના તે તરફડતી હતી. તે સમજતી હતી કે સંસારના પગથારે પગ મૂક્યો છે પણ ત્યાં કાંટા ભરપૂર છે. એમ સમજી તે ડગલે પગલે સાવધ રહેતી. પિતાનું દરેક કાર્ય સંભાળીને કરતી, પણ કેઈ કાર્યમાં તેને રસ ન હતે. ક્યારેક અંતરના છૂપા ભાવે મુખ પર દેખાઈ આવતા ને મુખમાંથી નિસાસો નીકળી જ. પતિ વિના બધી પ્રવૃત્તિ નિરસ લાગતી હતી.
રમાએ હવે શુભમતિ સાથે બરાબર બેનપણી કરી લીધી. જ્યારે તે કામ કરીને નિવૃત્ત થતી ત્યારે શુભમતિ પાસે આવીને બેસતી. એક દિવસ માં આવી ત્યારે એણે શુભાને નિસાસે સાંભળ્યો. તેનું મુખ જોઇને સમજી ગઈ કે શુભા દુઃખી છે. રમા અત્યારે તું
ક્યાંથી ? તમારા દુઃખની વરાળને શાંત કરવા આવી છું. મેં તમને છાને છાના રડતા ઘણીવાર જોયા છે. આજે મારે એ જાણવું છે કે આપ સંપત્તિના ઢગલે બેઠા છે.