________________
શારદા રત્ન સદ્દગુણને હદ ઉપરાંત લઈ જવાથી તે દુર્ગાનું રૂપ પકડે છે. આ સાંભળીને નમિરાજે કહ્યું–તમે કહો છો કે સદ્ગુણને હદ ઉપરાંત લઈ જવાથી તે દુ ગુણનું રૂપ પકડે છે પણ તમે જાણતા નથી કે “અમૃતને ઘરે હોય નહિ” અર્થાત્ અમૃત ગમે તેટલું પીએ તે પણ ધરાઈએ નહિ, સંસાર કે જેમાં કઈ સાર નથી એવા સંસારનું સ્વરૂપ એક વાર પ્રત્યક્ષ જાણ્યા પછી તેનાથી વિરક્ત થવું એ કઈ રીતે સદગુણની હદ ઓળંગી ન કહેવાય, પણ દુર્ગુણથી દૂર ભાગ્યા કહેવાય. દુર્ગુણથી જેટલા દૂર ભગાય તેટલા વધારે સહીસલામત થવાય. જે શક્તિનો ઉપયોગ આત્મ સાધનામાં કરી શકાય તે શક્તિ જે રળવામાં, ખર્ચવામાં, સંસાર વ્યવહાર જાળવવામાં તથા અનેક ફરજો અદા કરવામાં વપરાય તે તે શક્તિને સદુપયોગ કર્યો ન કહેવાય. આત્મ સાધના માટે થોડી શક્તિ તો બચાવી શકાય ને ? માટે સંસારી કરતાં ત્યાગીપણું વધારે શ્રેષ્ઠ છે. વળી આપ કહે છે કે જે કાયર હોય તે દીક્ષા લે, પણ હે વિપ્ર ! આ સંયમ માર્ગ કાયર નથી. કાયરનું આ માર્ગમાં કામ નથી. આ તો શૂરાના સંગ્રામ છે. માથા સાટે માલ મેળવવાને છે. સંસારની ધુંસરીએ તે સારી દુનિયા જોડાઈ છે પણ ત્યાગ માર્ગમાં વિરલ આત્મા જોડાઈ શકે છે. વિપ્રના મનમાં થયું કે આ રાજર્ષિને હું આ પ્રમાણે કહીશ તે કદાચ તે મારી વાતને સ્વીકાર કરશે પણ નમિરાજના મુખ પર તો કોઈ અસર દેખાઈ નહિ, તે તે શાંત જ હતા, તેથી તેમને ઉશ્કેરવા માટે વિઝે ફરીથી કહ્યું.
__ मुदुर्वह परिज्ञाय घोर, गार्हस्थ्यमाश्रय ।
मुड नग्न जटावेषाः, कल्पीताः कुक्षीपूर्तये । ગૃહસ્થાશ્રમ મુશ્કેલ અને ઉપાડવો દુષ્કર જાણીને પેટને ખાડો પૂરવાની આશાથી મુંડ તથા નગ્નપણું અને જટાધારીપણું લોકે સ્વીકારે છે. આ સાંભળીને નમિરાજનું લેહી ઉછળી આવ્યું. સંયમ પ્રત્યે ઝનૂન છે, ખમીર છે, તેથી તેની વિરુદ્ધ બોલે એટલે સ્વાભાવિક લેહી ઉછળે. નમિરાજ કહે છે તે વિપ્ર ! ત્યાગી આત્મા તો અન્નને માત્ર પેટનું ભાડું માને છે. ગમે તેવો નિરસ આહાર થોડા પ્રમાણમાં ભ્રમરની જેમ કે, એટલે ગૃહસ્થને ભારે ન પડે. એ ખાવા માટે જીવતો નથી પણ જીવવા માટે ખાય છે. તેમનો જીવવાનો શ્રેય એક છે કે આ દેહથી થતાં શુભ કાર્યો કરી લેવા. સંયમ માર્ગમાં અનેક પરિષહ, ઉપસર્ગો આવે છતાં હસતા મુખે સહન કરે છે, પણ રણસંગ્રામમાં ગયેલા શૂરવીર સૈનિકની જેમ તે કદી પાછી પાની કરતો નથી સંયમમાં અને ગૃહસ્થધર્મમાં કેટલું અંતર છે તે હવે નમિરાજ કહેશે તે વાત અવસરે.
ચરિત્ર -દિલની દિવાલ કેતરતો કરૂણ પ્રસંગ - ગુણદત્તને લગની લાગી છે કે, આ મારા ગામના નાટયકારો છે તે મને બધી વાત જાણવા મળે, તેથી પૂછયું કે કેઈ કરૂણ બનાવ બન્યું છે? નાટયકારે કહ્યું, મહારાજા ! હમણું કઈ બનાવ બન્યો નથી પણ થોડા વર્ષો પહેલા એક પ્રસંગ બન્યો હતો. જેનું વર્ણન કહી શકાય તેમ નથી. એ પ્રસંગ તે મારા દિલની દિવાલમાં કોતરાઈ ગયો છે. હું એને યાદ કરું તે