________________
૯૪ર
શારદા રત્ન સર્વશ્રેષ્ઠ છે. સંયમ વિના સિદ્ધિ નથી. સંયમમાં તે કુટુંબ, પરિગ્રહ વગેરે બધા ઉપરના રાગનો ત્યાગ, એની પાછળના અનેક દ્વેષાદિ દોષને ત્યાગ, એની આગળ રાગ
પાદિથી ભરેલા ગૃહસ્થ જીવનની કિંમત કેટલી ! ભલે મહિને દશ દશ લાખ ગાયના દાન કરાતા હોય તેથી શું ?
નમિરાજના આ જવાબમાં દેખાઈ આવે છે કે તેમની તત્ત્વ ઉપર, સંયમ પ્રત્યે શ્રદ્ધા કેટલી છે? ઈન્દ્ર ચારિત્રને વિરોધને પ્રશ્ન કર્યો પણ રાજર્ષિએ કે સુંદર જવાબ આપ્યો ! જેના અણુઅણુમાં વૈરાગ્ય રસના ઝરણું વહી રહ્યા હોય તે આવા જવાબ આપી શકે. નમિરાજને જીતવા માટે ફેંકેલા સર્વ વાગ્માણે નિરર્થક જતાં જેઈ ઈન્દ્ર વિચારમાં પડી ગયે. હું તેમને જીતવા આવ્યો છું પણ ખરેખર હાર ખાઈ રહ્યો છું, પણ હજુ તેની પાસે વાગ્માણ બાકી રહ્યા હતા તે અજમાવવાને નિશ્ચય કર્યો. ઈન્દ્ર કહ્યું–હે અષીશ્વર ! તમારી દલીલ આગળ, જવાબ આપવાની સચોટ શકિત આગળ હું લાચાર છું, પણ મારી આટલી એક વાત સાંભળતા જાવ. તે હવે કઈ વાત કહે છે !
घोरासमं चइताणं, अन्नं पत्थेसि आसमं ।
इहेव पोसहरओ, भवाहि मणुयाहिवा ॥४२॥ : હે મનુજાધિપ! આપ ઘેરાશ્રમ-ગૃહસ્થાશ્રમને ત્યાગ કરીને બીજા આશ્રમની પ્રાર્થના કરી રહ્યા છે એ ઠીક નથી. આપ અહીં રહીને પૌષધવતનું આચરણ કરે.
શાસ્ત્રોમાં ચાર પ્રકારના આશ્રમોનો ઉલેખ આવે છે. બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ. આ ચાર આશ્રમમાં ગૃહસ્થાશ્રમ સૌથી વધારે ભારવાહી હોવાથી તે ઘર કહેવાય છે, કારણ કે બીજા ત્રણ આશ્રમના ભરણપોષણને ભાર આ ગૃહસ્થાશ્રમ પર છે, તથા આ ગૃહસ્થાશ્રમનું યથાવિધિ પાલન કરવું એ ધીર–વીર, ગંભીર અને સરવશાળી પુરૂષનું કામ છે. આ અભિપ્રાયથી દેવેન્દ્ર નમિરાજર્ષિને કહી રહ્યા છે કે હે રાજર્ષિ ! સંયમ કેણ લે? જે ગૃહસ્થાશ્રમ ચલાવવામાં કાયર હોય તે આ સંસારની ધૂંસરી કે ખેંચી શકે? જે બળવાન, પરાક્રમી અને વીર હોય તે સંસારને નભાવી શકે. આ૫ તે ને ત્યાગ કરીને બીજા આશ્રમમાં જાવ છો તે શું આપ ઘર સંસાર ચલાવવામાં સમર્થ નથી? આપ તે ક્ષત્રિય છો. ગૃહસ્થાશ્રમ પણ શૂરવીરને ધારણ કરવા યોગ્ય છે. તથા તે આશ્રમ બધાથી શ્રેષ્ઠ છે. એમાં પરાક્રમી પુરૂષ દાખલ થઈ શકે છે. કાયરોને તેમાં રહેવું મુશ્કેલ લાગે છે. શું તમે કાયર છે? તમારામાં સત્ત્વ, તાકાત, બળ કે બુદ્ધિ નથી? આપ અહીં રહીને સંસાર ચલાવે ને દશ તિથિના પૌષધ તથા બીજા વ્રત-નિયમનું પાલન કરે, તેથી ત્યાગ પ્રધાન સાધુ કર્તવ્યની આંશિક પૂતિ થશે ને ગૃહસ્થાશ્રમનું પાલન થશે.
આપ શૂરવીર પ્રજ્ઞા સંપન્ન છે, માટે ગૃહસ્થાશ્રમને ત્યાગ કરીને સંયમને વિચાર હમણું છોડી દો. વળી સંસારમાં રચ્યાપચ્યા રહેનારાઓ જેમ એક તરફથી ભૂલ કરે છે તેમ સંસારને છેડનારા પણ બીજી તરફની ભૂલ કરે છે, તેથી બંને દોષિત છે.