________________
૮૫૧
શારદા રત્ન જીવન જીવતા હતા. એક વખત તેમની સુંદર દાસીને ચંડ પ્રવાત રાજા ઉઠાવી ગયા, તેથી ઉદાયન તેમના પર કોધથી ધમધમી ઉઠયા. યુદ્ધમાં હારેલા અને કેદ પકડાયેલા ચંડપ્રદ્યોતના કપાળ પર અગ્નિમાં તપાવેલા સળિયા દ્વારા ઉદાયને લખાવ્યું કે “આ મારી દાસીને પતિ” છે. ઉદાયન રાજા સૈન્ય સાથે પોતાના નગરમાં પાછા ફરતા હતા. રસ્તામાં ચાતુર્માસ બેસી ગયું. શ્રાવક ચાતુર્માસમાં જવા આવવાની પ્રવૃત્તિ ન કરે. દયા ધર્મ પાળે. એમાં રસ્તામાં પર્યુષણ પર્વ આવ્યા, ઉદાયન રાજા રસ્તામાં રોકાઈ ગયા. સંવત્સરીના દિવસે ઉપવાસ કરી પૌષધ લઈને બેસી ગયા. ચંડપ્રોત સાથે હતા. તે કેદી હોવા છતાં ઉદાયન રાજા તેમને સન્માન આપતા. ઉદાયન રાજાને રઈ ચંડપ્રદ્યોતને પૂછવા ગયો. રાજન ! આજે આપના માટે શું રસોઈ બનાવું?
ચંડપ્રોતના મનમાં આશ્ચર્ય થયું કે રોજ નહિ ને રસોઈયે આજે કેમ પૂછવા આવ્યા હશે ? ચંડપ્રોતે કહ્યું-તું આજે મને શા માટે પૂછવા આવ્યો છે? રસોઈયો કહે–આજે મહાન સંવત્સરી પર્વ છે. અમારા રાજાને આજે પૌષધ વ્રત છે, એટલે આપના પૂરતી રસોઈ બનાવવાની છે. ચંડપ્રોત કહે-આજે મહાન પર્વ છે તે હું પણ નહિ જમું. સારું થયું કે તે મને યાદ કરાવી દીધું. આજે તો હું પણ ઉપવાસ કરીશ. રાજા ઉદાયનને આ વાતની ખબર પડી ત્યારે તેમને થયું કે જે ચંડપ્રદ્યોતે ઉપવાસ કર્યો તો તે મારે સ્વામી ભાઈ થયે. હવે જે હું તેને કેદમાં પૂરી રાખું તે આ મહાન પર્વની સાધના કેવી રીતે થાય? ભાવની સાથે વચનની વિશુદ્ધિ હોય તે પર્યુષણની સાચી આરાધના થઈ શકે. આ વિચાર આવતા પર્વના મહત્વને સમજેલા ઉદાયને મનમાં જરાપણ ડંખ રાખ્યા વિના ચંડપ્રદ્યોતને છૂટા કરી દીધો ને સાચી ક્ષમાપના કરી.
ચાતુર્માસ પૂર્ણ થયા પછી એકવાર ઉદાયન રાજા પૌષધ લઈને બેઠા છે, ત્યારે તેમના મનમાં એવા ભાવ થયા કે જેમણે જગત ઉદ્ધારક ભગવાન મહાવીરસ્વામીની દેશના સાંભળી વ્રત અંગીકાર કર્યા છે તેમને ધન્ય છે ! તે પ્રભુ મને દીક્ષા આપવા ન આવે? તે પ્રભુ જે અહીં પધારે તે હું સંસાર છોડી દીક્ષા લઉં. કેવળજ્ઞાની પ્રભુ મહાવીર સ્વામી ઉદાયન રાજાના ભાવ જાણીને તેમની નગરીમાં પધાર્યા, ત્યારે ઉદાયનરાજાએ પ્રભુ પાસે દીક્ષા લઈ લીધી. દીક્ષા લઈને પોતાના જીવનને ધન્ય માનવા લાગ્યા. ધન્ય જીવનને સહ ચાહે છે પણ મનની વિશુદ્ધ ભાવના અને વિશુદ્ધ કરણી વિના એ અશકય છે. આજનો માનવી કરે છે ખરો પણ એની સાધના અને શાંતિ કે શાતા આપતા નથી. આજના માનવીના વર્તનમાં અને વિચારમાં વિરાટ અંતર છે. એ અંતર ઘટાડ્યા સિવાય શાંતિની અપેક્ષા રાખવી વ્યર્થ છે. એ વ્યર્થ આશાને સાર્થક બનાવવી હોય અને વર્તન અને વિચાર વચ્ચેના અંતરને ઘટાડવું હોય તો તે માટેનો સચોટ ઉપાય છે પિષધ.
પિષધ એ એક વિશિષ્ટ સાધના છે. પૌષધ મનના ભાવેને પુષ્ટ કરે છે. જ્ઞાનધ્યાનથી આત્માને પિષે છે. પૌષધને પરબની ઉપમા આપી છે. તૃષાતુર બનેલા માણસને