________________
૮૪૪
શારદા નં મારું હૈયું ભરાઈ જાય છે. એટલું બોલતાં તેની આંખમાંથી ટપક ટપક આંસુ પડવા લાગ્યા. જે દયાળુ માણસ હોય છે તે કેઈનું દુઃખ જોઈ શકતા નથી. તેણે કહ્યું, મહારાજા ! સાંભળે સંભળાય નહિ ને કો ન જાય એ કરૂણ પ્રસંગ બને છે. બે માસુમ નિર્દોષ બાળક પર ઘેર અન્યાય થયો છે. તેમને કડક શિક્ષા મળી છે. આટલી વાત સાંભળતા બધાની અધીરાઈ વધી કે એવું શું બન્યું હશે! ગુણદત્તના મનમાં થયું, આ વાત જાણે અમારી હોય તેવી લાગે છે, તેથી તેના મનમાં એ જાણવાની ઉત્સુકતા વધી કે મારા મા-બાપ અને ભાઈનું શું થયું હશે? તે જાણવાને તલસાટ વો. હવે તેમના સમાચાર મળશે એવી આશા બંધાઈ. રાજાએ પૂછ્યું, તે બાળકોને શિક્ષા શા માટે કરી ?
નગરીમાં સાગરદત્ત નામે મહાસુખી શ્રીમંત શેઠ હતા. તે શેઠ ખૂબ ધીર-વીર અને સાગર જેવા ગંભીર હતા. અમારા સાંભળવા પ્રમાણે તે તેમને ત્યાં સોનાના થાળી - વાટકા હતા. અરે, તેમને સ્નાન કરવાને બાજોઠ પણ સેનાને હતા. તે ધર્મમાં ખૂબ દઢ શ્રદ્ધાવાન હતા, પણ પાપના ઉદયે લક્ષ્મી બધી જવા લાગી ને શેઠ ફના ફના થઈ ગયા. તેમણે ગામ છોડી દીધું. ફરતા ફરતાં તેઓ ઉજજૈની નગરીમાં આવ્યા. ઉજજૈનીમાં - લાકડાના ભારા વેચીને પોતાનું જીવન નિભાવતા. આટલી ગરીબ સ્થિતિ થઈ ગઈ, છતાં કેઈ તેમને આપે તે કંઈ લેતા નહિ. જે મળે તેમાં સંતોષથી, આનંદથી રહેતા હતા.
એક દિવસ તે સાગરદત્ત શેઠ રાજાને લાડવાની ભેટ ધરવા આવ્યા. અમે તે સમયે આજની જેમ સભામાં હાજર હતા. શું સુંદર તે લાડવા હતા ! દૈવી દ્રવ્યથી જાણે બનાવ્યા ન હોય! એવા સૌરભથી હેતા હતા. તેમના કપડા જુના ફાટેલા તૂટેલા હતા, એટલે રાજા તથા સભા બધા તેમની મશ્કરી કરવા લાગ્યા. શેઠે કહ્યું-આ લાડવાને પ્રભાવ અજબ છે. જે મેટો લાડવો ખાશે તેને સાત દિવસમાં રાજ્ય મળે ને નાનો લાડવો ખાય તેની આંખના આંસુ મોતી બને. આવા અદ્દભૂત લાડવાથી રાજાને ખૂબ આનંદ થયો. રાજાએ પિતાના બંને બાળકોને તે લાડવા ખવડાવ્યા, પણ શેઠના પાપના ઉદયથી ગમે તે ભૂલ થઈ ગઈ હોય કે લાડવા લાવવામાં અદલાબદલી થઈ હોય પણ એ લાડુથી રાજાને ચમત્કાર દેખાય નહિ. રાજ્ય તે સાત દિવસે મળે પણ આંસુના મોતી બને છે કે નહિ તે માટે રાજાએ પોતાના પુત્રને રડાવવાના પ્રયત્નો કર્યા ને રડે પણ ખરે, પણ તે આંસુના મોતી બન્યા નહિ, તેથી રાજા કે પાયમાન થયા ને શેઠના બંને ફૂલ જેવા બાળકોને ફાંસીની શિક્ષા ફરમાવી.
આ બધી વાત તે ઠીક. એ બંને બાળકને ફાંસી દેવા માટે તેમને વિચિત્ર, પિશાક અને કરણની માળા પહેરાવી, મૃત્યુના મુખમાં જઈ રહ્યા હતા છતાં હસતા ચહેરે તેઓ મા–બાપને કહે છે તે માતા પિતા ! આપ રડશો નહિ. આ દેહ મરે છે, આ મા તે અજર અમર છે. અમને ફાંસી શું કરી શકવાની છે ! મરણનું નામ પડતાં આપણે પુજી જઈએ છીએ, પણ તે બાળકોના મુખ પર જરો ભય કે વ્યગ્રતા દેખાતી ન હતી. તેમના