________________
શારદા ર ,
૮૩૯ ઘરમાં પ્રવેશ થાય. સાચા કુટુંબીને મેળાપ થાય, સાચી દ્ધિનું દર્શન થાય, અને સાચે આનંદ અનુભવાય. સંસારની વસ્તુઓ કૃત્રિમ છે, ખોટા સુખને દેખાવ કરનારી છે. એનાથી કોઈ પણ જીવ કેઈ કાળમાં સુખી થયે નથી, થતું નથી અને થશે નહિ, માટે સંસારના કેઈ પણ સાધનમાં સુખ આપવાની શક્તિ નથી. એ માન્યતા જેટલી બને તેટલી દઢ બનાવીને આમિક સુખ તરફ લક્ષ્ય વધારવા માટે પ્રયત્ન કરવા જેવો છે.
જ્યારે આત્મા પ્રભુભક્તિમાં એક તાર બને છે, ત્યારે સંસારી સુખ એને દુઃખદાયક લાગે છે. તેનામાં વિરાગ્યભાવ જાગૃત થાય છે. વૈરાગ્ય જીવને ઈન્દ્રિયેના સુખમાં ડૂબવા ન દે. વિષયની ધમાલથી બચાવે અને જીતેન્દ્રિય બનાવે. પ્રભુભક્તિમાં લીન બનતા તેમના ગુણ ધીરે ધીરે ઓળખાતા જાય તેથી અંતરમાં ખૂબ પ્રકાશ થાય, પછી પોતાના આત્મગુણે વિચારવાને અવકાશ મળે. પ્રભુને આત્મા અને મારો આત્મા સરખે છે એવી સમજણ આવે. જે શુદ્ધ નિરંજન પ્રભુનો આત્મા છે તેવો મારે છે, પણ એમના ગુણે પ્રગટ થયા છે ને મારા ગુણ કર્મોથી ઢંકાયેલા છે. પ્રભુના આત્માએ વીતરાગ શાસનની છાયા મેળવીને આત્માને લાગેલા કર્મો દૂર કર્યા અને ગુણઠાણની શ્રેણીમાં આગળ વધી અંતરાત્મપણાની ટોચે ચઢી પરમાત્મા બન્યા. પ્રભુના જેવો વિકાસ માટે કરે છે. આવી ભાવના ભાવતા આત્મસ્વરૂપમાં લીન થતા, બાહ્ય આત્યંતર સર્વ પરિગ્રહની જંજાળ છેડી, પંચ મહાવ્રતધારી શુદ્ધ સંયમી મુનિ બને. તે પછી અપ્રમત્ત ભાવમાં આવે. આગળ વધતા ક્ષપક શ્રેણી, શુકલધ્યાન, અદીપણું અને ક્રમે ક્રમે પરમાત્મ ભાવને પ્રગટ કરે છે અને આયુષ્ય પૂરું થતાં સિદ્ધ ગતિને પામે છે. ત્યાં સાદિ અનંતકાળ સુધી પૂર્ણ આનંદમાં રહે છે.
સાચે યજ્ઞ ક્યો –એવા મોક્ષના સુખને મેળવવાની જેને લગની લાગી છે એવા નમિરાજર્ષિએ ઈન્દ્રને કહ્યું–હે વિપ્ર ! કોઈ માણસ મહિને દશ લાખ ગાયનું દાન કરે અને સંયમી સાધક ભલે કાંઈ ન આપે, છતાં તેમને સંયમ શ્રેષ્ઠ છે. તમે મને યજ્ઞ કરવાનું અને દાન આપવાનું કહે છે પણ તમારા ધર્મમાં પણ કહ્યું છે કે
सर्वे वेदास्तु तैतिः सर्वे यज्ञाश्च भारत ।
सर्वे तीर्थाभिषेकाच, कृता यै प्राणिनां दया ॥ સઘળા વેદ તેણે જાણ્યા, સઘળા યજ્ઞો તેણે કર્યા, સઘળા તીર્થ સ્નાન તેણે કર્યા કે જેણે પ્રાણીઓની દયા પાળી. વળી દાન દેવા સંબંધી તમારા શાસ્ત્રોમાં કહ્યું છે કે એક તરફ મેરૂ પર્વત જેટલું સોનું કેઈને દાનમાં આપવામાં આવે અને બીજી તરફ એક જીવને અભયદાન આપવામાં આવે તે એ બંનેમાં અભયદાન ચઢી જાય છે. એ વાત પર તમે ખાસ લક્ષ આપતા નથી. હું પોતે અશ્વમેઘ, ગજમેઘ અને નરમેઘ યજ્ઞો કરું છું, છતાં અભયદાનને ભૂલીને કરતું નથી. જુઓ, મનરૂપી ચંચળ ઘડો જે ઘડીભર સ્થિર રહેતો નથી, તે ચારે બાજુ ભટક્યા કરે છે, તેને જ્ઞાનરૂપી અગ્નિમાં હોમી હું અશ્વમેઘ યજ્ઞ કરું છું. અભિમાનરૂપી મદેન્મત્ત હાથી કે જેણે ભલભલાને ઊંચે ચઢાવી નીચે