________________
શારા રત્ન
૮૩૩
થતા હતે। ત્યારે તેમને દાન દેતા હતા અથવા જ્યારે હુ· સ’સાર સુખના રાગી હતા ત્યારે સંસારને ચલાવવા બ્રાહ્મણેાની મદદ ઈચ્છતા અને તેમની મહેનતના બદલેા આપતા. હવે મને એ સુખની ઇચ્છા નથી, તેા પછી એ સુખના સાધના સાથે મારે શું પ્રયેાજન છે ? ઈન્દ્ર. કહે– રાજર્ષિ ! તમે ભૂલે છે. બ્રાહ્મણા પાસે યજ્ઞ કરાવવાથી તે તમને અક્ષય સુખ અપાવી શકશે. હે વિપ! આપ સત્ય કહેા છે. હવે આપ કહેા કે યજ્ઞ કેવી રીતે કરાવુ ?
યજ્ઞના આદેશ કરતાં ઈન્દ્ર :—રાજર્ષિ ! સાંભળેા. એક સારા લક્ષણવંત, તેજીવંત, શ્વેત ઘેાડા મંગાવેા. તેને શણગારા ને પછી છૂટા મૂકેા. જે બળવાન રાજા તેને કબજે કરી પેાતાની અન્ધશાળામાં બાંધે તે રાજા સાથે યુદ્ધ કરેા, અને લડાઈ કરીને ઘેાડા પાછા મેળવેા. પછી એક વર્ષ ચાલે એવા મોટા યજ્ઞ કરાવા અને યજ્ઞ પૂરો થાય તે દિવસે વિધિપૂર્વક તે ઘેાડાને યજ્ઞકુંડમાં હામેા એટલે તમારું કલ્યાણ થશે. ઈન્દ્રની આ વાત સાંભળી નિમરાજને ખૂબ હસવું આવ્યું. અરે, બુઢામાપા (ઇન્દ્ર વૃદ્ધ બ્રાહ્મણુનુ રૂપ લઈને આવ્યા છે તેથી) ક...લ્યા...ગુ...તમે બ્રાહ્મણા જેમાં તેમાં કલ્યાણ આપવા ઉભા થા છે. તેા તમારા ઘરમાં કલ્યાણના ભંડાર ભર્યાં લાગે છે. તમારી તેા બુદ્ધિ બગડી ગઈ લાગે છે. તમે તા કેવી વાત કરી છે. ? ઘેાડાને લાવી છૂટા મૂકવાના. જે રાજા એને વશ કરે તેની સાથે યુદ્ધ કરીને અશ્વને પાછા મેળવવાના ને પાછા યજ્ઞમાં હેામવાના. તેમાં પાછું કલ્યાણુ માના. આ તે કેવી ધાર અજ્ઞાનતા ! યજ્ઞમાં તે કલ્યાણુ હાય ? કાઇ મહેન વિધવા થાય. તેને પતિની ચેહમાં ખાળી મૂકવાની ને કહેવાય કે સતી! તેમાં કલ્યાણુ, બ્રાહ્મણાને જમાડવામાં ને દાન દેવામાં કલ્યાણ ! અરે, છેવટે બ્રાહ્મણેાને ચપટી લેાટ આપે તે પણ કલ્યાણુ, કેવુ' સસ્તુ' કલ્યાણ ! ભવિષ્યમાં જે પ્રજા થશે તેમના ધર્માધ્યક્ષા રાજાઓને લાખ, દશ લાખ રૂપિયે અને સામાન્ય મનુષ્યાને સેંકડે કલ્યાણ વેચશે, પણ તમે તે। બદામ સાટે કલ્યાણ આપવા ઉભા થયા છે.
આ સાંભળીને ઇન્દ્ર કહે, રાષિ! તમે તેા નાસ્તિક છે. નમિરાજે કહ્યું, હું તા ચુસ્ત આસ્તિક છું. તમે ઇશ્વરને માનતા નથી તેા તેમના ભક્ત બ્રાહ્મણેાને કેમ માનેા છે ? હું વિપ્ર ! હુ· તા આસ્તિક છું. હું ઈશ્વરને તથા પરલેાકને માનું છું. પુણ્ય, પાપ બંધ, મેાક્ષને માનું છું, હવે આપ કહે। કે હું નાસ્તિક કેવી રીતે ? હું ઇશ્વરને માનું છું પણ ઈશ્વર મને કાંઈ આપવા શક્તિમાન નથી. તેમની હયાતિ અને ગુણેને હું માનું છું. મારા ઉપર તેમના કાઈ ઉપકાર હાય તા તે એટલેા છે કે તેમના ગુણાનું સ્મરણ મને અવલંબન રૂપ થઇ પડે છે. એ દોરડું પકડીને હુ મેાક્ષ મંઝીલે પહેાંચવાની હિંમત કરી શકું છું હાથમાં આવેલી બાજી બગડી જતી જોઈ ઇન્દ્ર ખેત પામ્યા. તેણે ઊંડા નિઃશ્વાસ સાથે કહ્યું કે, તે શું અમારા કરેલા યજ્ઞા પણ નિષ્ફળ ? વિપ્ર! મારાથી નિષ્ફળ કેમ કહેવાય ? નિષ્ફળ કાંઈ નથી. કાઈ કાર્યનું સારુ ફળ મળે છે ને કાઈનું ખરાબ ફળ મળે છે. તમારા યજ્ઞથી પ્રત્યક્ષ લાભ એ, ખાર માસ સુધી સેંકડા ભિખારીઓને અન્ન મળે. હવા સ્વચ્છ અને જંતુઓના ઉપદ્રવ વિનાની થાય, પણ એ યજ્ઞથી જે અનંત જીવાના
૫૩