________________
શારદા રે
મોતીથી ભાવિની મહેલાત ચણાશે -આપ ભાવિની વિચારણું મારા પર છોડી દે. હું હવે જાઉં છું. એમ કહેતી શુભમતિ તે ત્યાંથી ચાલતી થઈ. જતાં જતાં ગુણચંદ્રના આંસુના મોતી બન્યા હતા તે પિોટલી બાંધીને લેતી ગઈ. એને ત્યાં કાંઈ સંપત્તિનો તૂટો નથી, એને મોતીને મેહ ન હતું, પણ આ મેતી ભવિષ્યમાં કામ આવશે, તે જુબાની રૂપ બનશે એમ માનીને લેતી ગઈ. શુભમતિ અને ગુણચંદ્ર વચ્ચે તે કે દિવાલ હતી નહિ. દિવાલ રૂપ બીજા હતા. ગુણચંદ્ર તેને જતી જોઈ રહ્યો અને શુભમતિ પણ તેને જોતી જતી ચાલી ગઈ. ગુણચંદ્રના મનમાં થયું કે આ બાળા ખૂબ ડાહી, ચકાર અને ગુણીયલ છે. ધન્ય છે એની વિચક્ષણ વૃત્તિને !
દિલની દિવાલ ખુલતા હળવું બનેલ હૈિયું -કિશોરે શુભમતિને બધી વાત કહી દીધી તેથી તેનું દિલ હવે નિર્મળ અને હલકું બની ગયું. તેને એમ લાગ્યું કે હવે મારા માથેથી બે ઉતરી ગયો. આજ દિન સુધી હૈયામાં ચૂંટાતા વિષને દૂર કરનાર એણે નાગમણિનું કામ કર્યું. તેના મુખ પર હવે લગ્નને આનંદ દેખાવા લાગ્યા. હવે બંને પક્ષ તરફથી લગ્નની ધામધૂમ થઈ રહી છે. હવે કન્યાના માથે ચિંતાને બેજ વધ્યો. ધનદ શેઠના આંગણે તે જાણે ભવ્ય મહોત્સવ મંડાણે છે. તેમણે મંડપની શોભા એટલી મનેહર, આકર્ષક કરી છે કે જેને જોતાં માણસે આશ્ચર્ય પામી જાય શેઠ શેઠાણના રોમરોમમાં આનંદ અને ઉલ્લાસ હતા. બધા જે અણમોલી ઘડીની રાહ જતા હતા તે વૈશાખ સુદ ૧૧ને દિવસ આવી ગયા. ખૂબ ધામધૂમ મંડાણ છે. શુભમતિને અને તેની સખીઓને પણ આનંદનો પાર નથી. હવે કેવી રીતે લગ્ન થશે ને લગ્ન પછી કેવા વિપત્તિના વાદળા ઉતરી પડશે તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન નં-૯૦ આસો વદ ૧૧ ને શુક્રવાર
તા. ૨૩-૧૦-૮૧ અનંત ઉપકારી સર્વજ્ઞ ભગવાન ફરમાવે છે કે હે આત્માઓ ! મોહ-નિદ્રામાંથી જાગૃત બને. દ્રવ્ય નિદ્રામાંથી માતા-પિતા, વડીલો જગાડે છે પણ મોહની ઘોર નિદ્રામાંથી ગુરૂદેવ જગાડે છે. તે ઓ જાગૃત બન્યા છે ને બીજાને જગાડી રહ્યા છે. આચારંગ સૂત્ર બોલે છે “કુત્તા અમુળી સવા મુળિળો કાન ! ” અજ્ઞાની માણસ દ્રવ્ય નિદ્રાથી રહિત હોવા છતાં સૂતેલા છે અને જ્ઞાની આત્મા દ્રવ્યથી સૂતેલા હોવા છતાં જાગૃત છે. ગીતામાં પણ કહ્યું છે કે
या निशाया सर्वभूतानां, तस्यां जागति संयमी ।
यस्यां जाग्रति भूत नि, सा निशा पश्यतो मुनेः॥ સર્વ લેકોને માટે જે રાત છે તેમાં સંયમી-સાધક આત્મા જાગે છે અને જ્યારે બધા પ્રાણી જાગતા રહે છે ત્યારે જ્ઞાનવાન પુરૂષને રાત દેખાય છે, એટલે કે સર્વ પ્રાણીઓની રાત છે તે સંયમીનું પ્રભાત છે. સંસારી છે જ્યારે ઉંઘતા હોય છે