________________
શાહ રસ્ત પ્રમાદમાં પડી ગયો એટલે પાંચ ઈન્દ્રિય રૂપી કાર અને મન મહેતાજી એકમેક થઈ ગયા ને એમણે સત્તાની લગામ હાથમાં લઈ લીધી. દુકાનમાં નેકરો અને મહેતાજી એક થઈ જાય ને શેઠ જે પ્રમાદી હેય તે શેઠને ભવિષ્યમાં રડવાને પ્રસંગ આવે ને? તેમ ઈન્દ્રિયો અને મને એકમેક થઈને બધી સત્તા હાથમાં લઈ લીધી છે એટલે આત્મા પોતે સત્તાધીશ, ચકવતિને ચક્રવર્તિ, ઈન્દ્રને ઈન્દ્ર હોવા છતાં ઈન્દ્રિયેની આજ્ઞા પ્રમાણે ચાલે છે. એમની મહેરબાની હોય તે ચેતન રાજા પિતાની ઈચ્છા મુજબ કરી શકે છે.
આત્માને વિચાર થયો કે મારે ચૌદશ પાખીને છઠ્ઠ કરે છે, પણ રસેન્દ્રિય કહે-ના, ના. છઠ્ઠ નથી કરો. આ ઘુઘરા, ઘારી, મગજ, દહીંથરા બધું દિવાળીમાં ખાવાની મઝા આવે છે. દિવાળી કયાં વારે વારે આવે છે? માટે છઠ્ઠ નથી કરવો. રસેન્દ્રિયનો હુકમ થતાં ચેતન રાજા છઠ્ઠ, અઠ્ઠમ કરતા અટકી ગયા. ચેતન દેવને થયું કે આજે મારે વ્યાખ્યાન સાંભળવા જવું છે, પણ કાનની કૃપા ન હોય તો ન જવાય. રેડિયો પર સારા સારા ગીતે આવ્યા છે તે સાંભળવા છે. ઉપાશ્રયે નથી જવું. આત્મા કહે, ગામમાં મહાસતીજી બિરાજે છે તે તેમના દર્શન કરી મારી આંખે પવિત્ર બનાવું, પણ આંખો કહેશે ના.. દર્શન કરવા નથી જવું. આજે તે ટી. વી. પર સરસ પિકચર આવવાનું છે. તે જેવું છે. આ રીતે દરેક ઈન્દ્રિયો આત્મા ઉપર હકુમત ચલાવે છે. આત્માની અનંત શક્તિ હોવા છતાં સત્તા ખરી? ના....કારણ કે એણે માલીકીપણું ગુમાવી દીધું છે. પોતાની શક્તિને પોતે સારા કાર્યમાં સદુપગ ન કરી શકે. કેટલી બધી પરાધીનતા ! આત્મા પોતે તે સ્વતંત્ર છે પણ કર્મના બંધનમાં પડી પિતાની સ્વતંત્રતા ગુમાવી દીધી છે. તે ઈન્દ્રિયો અને મનને ગુલામ બની ગયો છે. ઈન્દ્રિયો અને મન આત્માને પોતાના વિષયો તરફ ખેંચે છે, તેથી આત્મા પોતાની સ્વતંત્રતા ગુમાવી બેઠે છે. ઈન્દ્રિય સુખની અનુકૂળતાઓ આત્માને ભેગલંપટ બનાવી શરીરની ખાનાખરાબી કરી મૂકે છે. અરે, તાંબા જેવી ખડતલ, સશક્ત કાયાવાળાની પણ કેવી બેહાલ દશા કરી નાંખે છે!
એક રાજા વારંવાર બિમાર પડતા. એમને જ શરીરની કઈ ને કઈ ફરિયાદ તે હાય. રાજા છે એટલે વેદો, ડોકટરની તે ખામી ન હોય. નાડી પરીક્ષક વદો તો રોજ રાજા પાસે હાજર રહેતા. રાજાને ઉંચામાં ઉંચી ને શ્રેષ્ઠ દવાઓ આપતા. જમવાનું પણ સારું સારું આપતા, છતાં રાજાનું શરીર નિરોગી બનતું નથી. એક વાર રાજા કહેપ્રધાનજી! હું તુને અનુકૂળ કપડાં પહેરું છું. સારા પૌષ્ટિક ભેજને જમું છું, ટાઢ તડકે કાંઈ વેઠતો નથી છતાં મને વારંવાર કંઈ ને કંઈ કેમ થતું હશે ? એક દિવસ શરદી થાય, બીજે દિવસે તાવ આવે, એમ કંઈ ને કંઈ થયા કરે છે. પ્રધાનજી કહે–મહારાજા ! હું સત્ય વાત કહું, પણ આપ ગુસે તે નહિ થાવને ? અગર કોઈ કડક શિક્ષા તે નહિ કરો ને? આપ મને અભય આપો તો સત્ય વાત કહું. રાજા કહે પ્રધાનજી! તમને અભય છે. આપ નીડરપણે જે હોય તે કહો. પ્રધાને કહ્યું. મનગમતું સારું સારું ખાવું, મનગમતા વસ્ત્રો પહેરવા, સૂવા-બેસવાની, ઔષધની, સેવા શુશ્રુસાની વધુ પડતી સગવડે આપના