________________
શારદા રત્ન
૮૧૭ રાજાને સત્ય સમજાઈ ગયું કે, રબારીનું સાદું જીવન આરોગ્ય માટે બરાબર હતું. મહાપુરૂએ જીવનચર્યામાં જે તપ-ત્યાગ, ઈન્દ્રિયદમન આદિ નિયમ ગોઠવ્યા છે એ ખરેખર આત્મકલ્યાણ તો કરાવે પણ સાથે સાથે શરીરનું આરોગ્ય પણ જાળવી રાખે. તે દિવસથી રાજા સાદું જીવન જીવતા શીખી ગયા. ભેગ અને ઈન્દ્રિયોના વિષયોથી રાજા પાછા વળ્યા અને તપ ત્યાગમાં પોતાનું જીવન ઝુકાવી દીધું મક્ષ રૂપ સાચા આરોગ્યને પ્રાપ્ત કરવા સારા સંસારને છેડી સંયમ લીધો અને ઇન્દ્રિય વિજેતા બની આત્મવિજેતા બની ગયા. આ ન્યાય પરથી આપણને એ સમજવા મળે છે કે આત્મા એટલે ઈન્દ્રિયોના સુખને આધીન બને છે તેટલો આત્મવિજય કરી શકતા નથી.
આ ગીથામાં આપણને એ જ સમજાવે છે કે પાંચ ઈન્દ્રિયો અને મન પર વિજય મેળવ, અને ક્રોધ-માન-માયા-લોભ આદિ ચાર કષાયોને તે દૂર કર. દશવૈકાલિક સૂત્રમાં ભગવાન બેલ્યા છે કે “વમે વારિ રે ૩ રૂછતો હિચમ ” જે તું તારા આત્માનું હિત–શ્રેય ઈચ્છતે હોય તે આ ચાર દોષને વમી દે. કષાય તે જીવને કેટલું નુકશાન કરે છે! અગિયારમા ગુણસ્થાનક સુધી પહોંચેલો આત્મા પણ સૂક્ષમ લાભને ઉદય થાય તે દશમે જઈ ગબડતે ગબડતો મિથ્યાત્વના ઘર સુધી પહોંચી જાય છે, માટે કષાયો બહુ ખરાબ છે. દુર્ગતિના માર્ગનું પ્રવર્તન કરનાર અને દુર્ગતિના દ્વારે પહોંચાડનાર પણ કષાય છે. ક્રોધે સાધુને શું તિર્યંચગતિમાં નથી પહોંચાડ્યા ? માન કષાયે રાવણને યુદ્ધના મેદાનમાં ઉતાર્યો ને સીધો નરક ગતિમાં પહોંચાડયો માયાએ લક્ષમણ સાધ્વીને કેટલી વીસી સુધી રખડાવી? લેભે મમ્મણ શેઠને કૃપણુતાના પાઠ નહતા ભણાવ્યા ? તેને રૌદ્રધ્યાન શીખવાડી સાતમી નરકમાં નથી વળાવ્યો? ક્રોધના આદેશે, અભિમાનની પ્રેરણાઓ, માયાની શિખામણ અને લેભની લાલચમાં ફસાયેલા જીવ હિંસા, જુડ, ચેરી આદિ દુષ્ટ આચરણના ભયાનક માર્ગ પર ચાલે છે અને નરક, તિર્યંચગતિના ભીષણ સંસારમાં ફેંકાઈ જાય છે. અનંત દુઃખ સહન કરતા જીવો પ્રત્યે એ ક્રોધાદિ ચાર ગુંડાઓને જરા પણુ દયા નથી આવતી, માટે કષાય વિજેતા બનવાની જરૂર છે. જેણે પાંચ ઈન્દ્રિયો અને તેને વિષય પર, ક્રોધાદિ કષા પર અથવા મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને વેગ ઈત્યાદિ પર આત્મનિગ્રહ દ્વારા વિજય પ્રાપ્ત કરી લીધે તેણે બધું જીતી લીધું. તેણે પછી ભલે કોઈ રાષ્ટ્રો પર કે દેશ પર વિજય મેળવ્યું ન હોય, છતાં એને વિજય એ સર્વશ્રેષ્ઠ વિજય છે.
સિકંદર લડાઈ કરવા જતા હતા, ત્યારે તેના ગુરૂ એરિસ્ટોટેલે કહ્યું કે તું લડાઈમાંથી પાછો વળે ત્યારે તું એક જૈન મુનિને લેતે આવજે. સિકંદર લડાઈમાંથી પાછા વળતા સેવકે પાસે જૈન મુનિની તપાસ કરાવે છે. તપાસ કરતા જૈન મુનિ મળી ગયા. સેવકેએ મુનિને કહ્યું, અમારા બાદશાહ તમને બોલાવે છે. મુનિએ કહ્યું-હું નહિ આવું. જરૂર હોય તો બેલાવ તારા બાદશાહને. સિકંદર ત્યાં આવ્યો. મુનિએ તેમને સમજાવ્યું કે તે ભલે ગમે તેટલા દેશ પર વિજય મેળવ્યો પણ જે પાંચ ઈન્દ્રિય અને મન પર વિજય નથી મેળવ્યો તે તું જીતેલે નથી પણ છતાયેલો છે. ૫૨