________________
શારડા રત્ન
રેગનું મૂળ કારણ છે. આ૫ તબિયતની બહુ કાળજી રાખે છે તેથી તબિયત સારી રહેતી નથી. હું સમય આવ્યે આપને બરાબર બતાવી આપીશ કે સાદું ખાવા છતાં, ટાઢ-તડકો વેઠવા છતાં, તપ-ત્યાગ કરવા છતાં શરીર કેવું નિરોગી અને અલમસ્ત રહે છે.
ભેગથી રોગનો ભય –એક વાર રાજા અને પ્રધાન નગરની બહાર ઉદ્યાનમાં વનક્રીડા કરવા માટે નીકળ્યા. ચાલતા ચાલતા રસ્તામાં ખેતરમાં ઉભેલા એક રબારીને જે. તે રબારી (ભરવાડ) ઢોર ચરાવતો હતો. તેના હાથમાં મોટી ડાંગ હતી. તે નીડરતાથી ફરતો હતો. પ્રધાને કહ્યું-રાજાજી જુઓ, આ રબારીનું શરીર કેવું તંદુરસ્ત અને ખડતલ દેખાય છે. રાજા કહેતાંબા જેવું લાલ ચળ અલમસ્ત છે. પ્રધાને કહ્યુંમહારાજા ! એ શું ખાય છે તે જાણે છે? ના, એ રોજ તમારા જેવા પકવાને અને સ્વાદિષ્ટ ભેજને નથી ખાતે, પણ બાજરાને જાડો રોટલો, છાશ ને મરચું ખાય છે, જંગલમાં ટાઢ તડકો વેઠે છે, ને નાનાશા ઝુંપડામાં પડ્યો રહે છે. પોતાના શરીરનો વિચાર કરવાને એને ટાઈમ નથી, તેથી એ તંદુરસ્ત અને નિરોગી છે. રાજા કહે–પ્રધાનજી! મને આ વાત સાચી લાગતી નથી. એનું શરીર કુદરતી રીતે મજબૂત છે એટલે તે તંદુરસ્ત હોય એમાં શી નવાઈ! તે ચાલ, આપણે તેને મહેલમાં લઈ જઈએ ને ખાત્રી કરીએ. તેને ખાવાપીવાની, પહેરવા ઓઢવાની બધી સગવડો આપીએ ને તેના આરેગ્યને કરીએ, તથા આપના રોગનું મૂળ પણ શોધીએ. રાજા તે રબારીને રાજમહેલમાં લઈ ગયા. સારાસારા માલમલીહા, પૌષ્ટિક જમણ તેને જમવા આપ્યા. પહેરવા માટે સારા સારા હતુ તુને અનુકૂળ કિંમતી વસ્ત્રો આપ્યા અને તેને જે રૂમ સૂવા માટે આપ્યો તેમાં ચારે બાજુ ગુલાબ જળ તથા સુગંધી તેલને છંટકાવ કરી રૂમને સુવાસથી મહેકતો કરી દીધે. સૂવા માટે મખમલની સુંવાળી શય્યા આપી. તેની સેવામાં દાસ-દાસીઓ આપ્યા. આ રીતે તે રબારી સુખ શયામાં રહે છે.
સમય જતાં એક મહિનો થયે ત્યારે રાજાને વિચાર આવ્યો કે પેલા રબારીને સારુ સારું ખાવાપીવાનું, પહેરવાનું તથા બધી સગવડ આપી છે એટલે એનું શરીર વધુ સારું થયું હશે. રાજાએ પ્રધાનને બોલાવીને કહ્યું. પ્રધાનજી ! પેલા રબારીને એક મહિનાથી આપણે ખાવાપીવા વગેરેની, ખૂબ સગવડ આપી છે, તે હવે જોઈએ તો ખરા કે તેનું શરીર કેવું થયું છે? રાજાના કહેવાથી પ્રધાને રબારીને બોલાવ્યો. સારા સારા પૌષ્ટિક પદાર્થો ખાવાથી તેના શરીરમાં ચરબી વધી ગઈ હતી, તેથી તે હુષ્ટપુષ્ટ દેખાય. રાજા તે જોઈને હરખાયા ને પ્રધાનને કહે છે, જુઓ પ્રધાનજી, સુકો રોટલો સારો કે ઘેબર સારા ? પ્રધાન સમજે છે કે, એના શરીરમાં ચરબી વધી ગઈ છે તેથી કંઈ બોલ્યા નહિ. રાજા કહે કેમ મધ નજી! કંઈ બોલતા નથી ? પ્રધાન કહે, થોડા દિવસ પછી આપને જવાબ આપીશ.
રાજાને તો ચટપટી લાગી છે. થોડા દિવસ થયા એટલે પ્રધાનને ફરીને બોલાવવા મોકલ્યો. રબારીને તે ભારે ખોરાક પચ્ચે નહિ તેથી ઝાડા ઉલ્ટી થઈ ગયા હતા અને ઠંડકમાં રહેવાથી શરદી, તાવ વગેરે રહેતું હતું. પ્રધાને કહ્યું, મહારાજા ! એને તો ઝાડા, ઉલ્ટી, શરદી-તાવ વગેરે થઈ ગયું છે, તેથી અહીં આવી શકે તેમ નથી, આ સાંભળતા
'
ના
,