________________
શારદા રત્ન
દુર્જય સંગ્રામમાં દશ લાખ સુભટને જીતવાવાળાની અપેક્ષાએ એક આત્માને જીતનાર વધુ બળવાન છે તથા તેમને આ વિજય સર્વોત્કૃષ્ટ વિજ્ય છે.
નમિરાજ કહે છે ભલા માણસ! તને ખરા પરાક્રમની ખબર નથી એટલે આમ બેલે છે. જે માણસ બહારના યુદ્ધમાં પોતાની એક ભુજાથી દશ લાખ સુભટને જીતે, જેને બીજી ભુજાને સહારો પણ લે ન પડે એ શૂરવીર હોય પણ જેણે વિભાવમાં ગયેલા એવા દુષ્ટ આત્માને જ નથી તે જીતેલો નથી પણ છતાયેલું છે. સુભટોને જીતવાની અપેક્ષાએ આત્મા પર વિજય પ્રાપ્ત કરવાવાળો અધિક પરાક્રમી અને બળવાન છે, કારણ કે લાખ સુભટની સાથે યુદ્ધ કરવાવાળા અને તેને પરાજિત કરવાવાળા શૂરવીર પણ આત્મનિગ્રહમાં કષાયો પર વિજય પ્રાપ્ત કરવામાં અસફળ રહે છે. તેનું શારીરિક બળ આત્મનિગ્રહ કરવામાં અસમર્થ બને છે, એટલે કષા પર વિજય પ્રાપ્ત કરવાને બદલે તે તેનાથી પરાજિત થઈ જાય છે, માટે વિષય કષાયને જીતવામાં સાચો વિજય છે. એને જીતનાર સાચો સુભટ અને સાચો વિજેતા છે. જે પિતાના આત્માને જીત્યો નથી તો બહારના હજારો, લાખાને જીતવામાં શું વળ્યું? અનાદિ અનંતકાળથી આત્મા પરમાં લેભાઈને, લંપટ બનીને ઉછુંખલ થઈ ગયો છે અને અનેક પ્રકારના ઈદ્રિના ઉધમાત, વિષય-તૃષ્ણ અને ક્રોધાદિ કષાયો વગેરેના ઉધમાત કરી રહ્યો છે. વિજય તે
એનો કરવાનો છે. એની સામે જંગ ખેલીને એને વશ કરી એના એ ઉધમાત મટાડવાના " છે અને આત્મા પર વિજય મેળવવાનો છે.
આચારાંગ સૂત્રમાં ભગવાન બેલ્યા છે કે “ નામે તું નામે, ને હું નમે છે નામે ” જે એકને નમાવે છે તે અનેકને નમાવે છે, અને જે અનેકને નમાવે છે તે એકને નમાવે છે. આ સૂત્રમાં ભગવાને આત્મ વિજય તથા કષાય વિજયને ઉપદેશ આપ્યો છે. જેણે એકને જીતી લીધે તેણે સારા સંસારને જીતી લીધે. એનું તાત્પર્ય એ છે કે જેણે આત્મા પર વિજય પ્રાપ્ત કર્યો છે તેણે સારા સંસાર પર વિજયપતાકા ફરકાવી છે. જેણે જેટલો બાહ્ય સંસારને જીત્યા છે તેટલા અંશમાં તેણે આત્મા પર વિજય પ્રાપ્ત કર્યો છે. બાહ્ય સંસારને જીતવો એટલે મમતામય સંયોગોને ત્યાગ કરે. આ ત્યાગ આત્મ વિજયનું મહાન સાધન છે.
આમિક અને ભૌતિક સંગ્રામની સરખામણ – જેવી રીતે સંસારમાં રાજા–મહારાજાઓ વચ્ચે ભૌતિક સંગ્રામ થાય છે તે રીતે આત્માની ઉભાવિક અને સ્વાભાવિક શક્તિઓ વચ્ચે હંમેશા યુદ્ધ થયા કરે છે. ભૌતિક સંગ્રામ હંમેશા થતું નથી. તે તે ક્યારેક થાય છે પણ આ આધ્યાત્મિક સંગ્રામ તો પળે પળે ચાલુ રહે છે. ભૌતિક સંગ્રામ થાય ત્યારે બે પક્ષમાંથી કોઈ એક પક્ષ પરાજય પામે ત્યારે તે યુદ્ધને અંત આવે છે, તે રીતે આધ્યાત્મિક યુદ્ધમાં પણ જ્યારે સ્વાભાવિક કે ભાવિક શક્તિમાંથી કઈ એકને પરાજય થાય ત્યારે યુદ્ધની પૂર્ણાહૂતિ થાય છે. જે સ્વાભાવિક શક્તિની હાર થાય અને વૈભવિક શક્તિનો વિજય થાય તો આત્માને નરક નિગોદમાં જવું પડે