________________
શરદો ૨
se
અભી તક કર્યો ન આયે સ્વામી, અંતર બહુત ગભરાયા,
અભી આયેગા, અભી આયેગા, ઈસી તરહ સમય બતાયા. તેનું અંતર અકળાવા લાગ્યું, ગભરાવા લાગ્યું. તેની આતુરતા વધવા લાગી. અંતે પલંગ પર સૂતી. તેના મનમાં વિચાર આવવા લાગ્યા. શું હું પતિને નહિ ગમતી હાઉં? શું તે બીજાના પ્રેમમાં હશે ! ઘણીવાર વેરી ન ચિંતવે એવું વહાલા ચિંતવે. પાછો વિચાર આવ્યો. એ તે કદી બને નહિ. મેં આ શા વિચાર કર્યા? મારા પતિ કઈ કામમાં હશે. હમણાં આવશે. કાર્ય પૂર્ણ થતાં આ અબળાને (પત્નીને) સંતોષવા ઉરના ઉમળકા સાથે પધારશે. હું અંતરના ઉમળકા સાથે અંતરના વધામણે તેમને વધાવીશ, મારી આતુરતા શમશે, દિલની વિવળતા ઓસરી જશે ને સ્વર્ગીય આનંદનો અનુભવ કરીશ. આશાના સહારે ધૈર્ય મેળવ્યું. છતાં દિલનું એકલપણું એને બાળતું હતું. મનમાં હજારો કલ્પનાઓ ઘડી હતી પણ કલ્પનાનું સ્વપ્ન સાકાર ન બન્યું.
પતિના બદલે દાસીનું ભેટવું–શુભમતિ ખૂબ બુદ્ધિમાન, ડાહી ને ગુણીયલ કરી હતી. તે પતિની રાહ જોતી બારણા સામું જોઈ હી. મનમાં ખૂબ ચિંતા થાય છે, છતાં મનમાં શ્રદ્ધા રાખીને બેઠી છે, એટલામાં બારણું ખખડયું. તેના મનમાં હર્ષ થયો કે નકકી મારા પતિ આવ્યા હશે. એટલે જલદી જલદી બારણું ખેલવા ગઈ.
હૈયું તે સુત્રતા દાસી હતી. દાસીને જોતાં તે શરમિંદી બની ગઈ. શુભમતિને બેઠેલી * જોઈને દાસીએ પૂછ્યું, સ્વામિની! હજુ સુધી તમે સૂઈ ગયા નથી ! અડધી રાત થઈ
ગઈ છે. હવે આ૫ નિરાંતે પોઢી જાઓ. દાસી સુત્રતા ! શું સૂવું! ઉંધું! પહેલી રાત્રે ઉપાધિ આવી પડી. શી ઉપાધિ ! શુભમતિના મુખમાંથી તો અંતે વેદના પૂર્ણ શબ્દો સરી પડ્યા, પણ... એટલા શબ્દોમાં સુત્રતા સમજી ગઈ કે શેઠજી હજુ સુધી આવ્યા નથી. તે કારણે તે વ્યથિત બની ગઈ છે, અને નિદ્રાદેવીએ રીસામણું લીધા છે.
પૂર્વે સાંભળેલી વાત પ્રત્યક્ષ સત્ય બનતી ઘટના –સમય પસાર કરવા માટે સુવ્રતાએ શુભમતિ સાથે છેડી અલકમલકની વાત કરી, પછી થયું કે હમણાં શેઠ આવશે એ જોઈ જાય તે શરમ આવે તેથી તે બારણું બંધ કરી ચાલી ગઈ. સતી તે ઉદાસ થઈ ગઈ છે. ત્યાં બરાબર બારના ટકોરા પડ્યા. ત્યાં તેને યાદ આવી ગયું કે અહો ! મારા પતિએ મને પરણ્યા પહેલા કહ્યું હતું કે સતી ! હું તારો સાચો વર નથી. હું તે ભાડે પરણવા આવ્યો છું. તને પરણીને ઘેર જઈશ એટલે શેઠ મને બંધનમાં જકડી દેશે અને તારી સામે કેઢીયો પતિ હાજર કરી દેશે. ખરેખર એમ જ બન્યું લાગે છે. ગુણચંદ્ર કરેલ વાતને ખુલાસો તેની નજર સામે તરવા લાગ્યો, તેને પરણ્યાને આનંદ-પ્રસન્નતા બધું ઓસરી જવા લાગ્યું. શું હવે મારા પતિ નહિ આવે? ખરેખર તેમણે કહ્યું હતું તે પ્રમાણે બન્યું લાગે છે, નહિ તે પરણ્યાની પ્રથમ રાત્રે અત્યાર સુધી આવ્યા વિના રહે ? તેની તે પગ ભાંગી ગયા. તેની આંખમાંથી આંસુની ધાર વહેવા લાગી. પતિની પ્રતિક્ષા ભરેલી મધુર રાત્રિમાં તેને હવે ભય દેખાવા લાગ્યો.