________________
શારદા રત્ન
૮૦૩
રહ્યો છે. લક્ષ્મીત્ત શેઠને આનંદના પાર નથી. કારણ કે તેમના પાસા સળા પડી રહ્યા છે. બસ, હવે ચાર ફેરા ફરી લે ને જાન ઘેર પહોંચી જાય એટલે ખસ. ત્યાં સુધી હજુ ોખમ છે. જાનૈયા આનંદ કિલ્લેાલ કરી રહ્યા છે. અમારા શેઠને કુળવધૂ કેવી સરસ મળી ! શેઠનુ` કુળ દીપાવશે. કિશેારકુમાર ચોરીમાં આવ્યા ને શુભ મુહુતૅ શુભમતિ અને કિશરકુમારના લગ્ન થયા. જમાઈને જોતા ધનદ શેઠ અને શ્રીમતી શેઠાણીના હૈયામાં ઠંડક વળી. કેવી સરસ જોડી છે! કાઈ કહે કે શુભમતિ ભાગ્યશાળી કે તેને આવા પતિ મળ્યેા. તા કાઈ કહે કે છેકરા ભાગ્યશાળી કે તેને આવી સુંદર કન્યા મળી. શેઠે દીકરીને કરિયાવર તા એટલેા કર્યાં છે કે પાછુ' વાળીને જોયુ નથી. એકની એક દીકરી છે. એક જુએ ને એક ભૂલા એવા સુંદર કરિયાવર કર્યાં છે.
"
ધનદ શેઠે વેવાઇઓને સારી એવી પહેરામણી આપી. શુભમતિને સારી સારી હિતશિખામણા આપી શ્વસુર ગૃહે વળાવી અને બધાએ નવદંપતિને સુખી થા 'ના અંતરથી આશીર્વાદ આપ્યા. લક્ષ્મીદત્ત શેઠના મનમાં તે કઈ જુદું' મંથન ચાલતું હતું. લગ્ન તા થઈ ગયા, પણ હવે જલ્દી ઘેર પહેાંચવુ. છે. હાથમાં આવેલેા અવસર તા ઠાઠમાઠથી પૂર્ણ થઈ ગયા પણ હવે? તેથી લક્ષ્મીદત્ત શેડ ધનદ શેઠને કહે છે શેઠજી ! હવે અમને જલ્દી વિદાય આપેા. ધનદ શેઠ કહે છે શેઠજી ! આપને શી ઉતાવળ છે ? મારે તે। જાનને બે ત્રણ દિવસ રાકવી છે. જાન બે ત્રણ દિવસ રહે ને લહેર કરે. શેઠજી ! અમારે ઉતાવળ કાંઈ નથી, પણ આ મારા એકના એક દીકરા છે. તેને જોઈ ને બધા એમ ખેલે છે કે વિધાતા નવરી હશે ત્યારે આ છેકરા ઘડયા હશે ! લેાકેા બધા ચૂંટી ખાય છે. ન કરે નારાયણ ને કંઇ મને તા! માટે જલ્દી જવાની ઉતાવળ છે. પેટમાં કપટ છે એટલે બનાવટી વાતા ઉભી કરે છે.
રડતી આંખે વિદાય :–શેઠના કહેવાથી ધનઃ શેઠે જાનને વિદાય આપી. શેઠને દીકરી એક જ છે. તેને સાસરે વળાવવાના સમય થયે!. તેની માતા તે ચૈાધારા આંસુએ રડે છે, પિતા રડે છે, સ્વજના, સખીએ બધા રડે છે. શુભમતિ પણ માતાને વળગી પડીને ખૂબ રડી. એકદમ કરૂણ વાતાવરણુ બની ગયું, પણ અંતે તેા વિદ્યાય આપવી પડે ને! દીકરી તો પારકા ઘરની વસ્તી ! સખીએ પણ વિદાય આપતા કહે છે સખી ! કિશારકુમાર મળતાં અમને ભૂલી ન જતી. અમને કયારેક કયારેક યાદ કરજે. અંતે બધાએ રડતી આંખે વિદાય આપી. જાન ત્યાંથી વિદાય થઈ, અને ભીમપુર પહેાંચી.
માયાજાળ કેવી રીતે રચવી તેને વિચાર કરતા શેઠ :-લક્ષ્મીત્ત શેઠના મનમાં આનંદ છે કે લગ્ન મહેાત્સવ કેવા સુંદર ઉજવાઈ ગયા ! મેં કેવા લગ્ન કર્યાં ને સુંદર કન્યાને મારે ઘેર લાવ્યા. બધાએ ઉત્સાહપૂર્વક ધામધૂમથી જાનને વધાવી અને નવપતિને ઘરમાં મ"ગલ પ્રવેલ કરાવ્યેા. તેમને જોવા તે આખું ગામ હિલેાળે ચઢયું. આવા પ્રસંગમાં તે બધાને ભેગા થતાં વાર નહિ. અહી બોલાવવા હોય તે અમારે તમને કહેવુ પડે. બધા નવદંપતીને જોઈ ને પ્રશંસાના પુષ્પા વેરતા, અને ખૂબ વખાણુ