________________
શારદા રત્ન
૮૧
છે ને મહાન દુઃખ વેઠવા પડે છે. જે સ્વાભાવિક શક્તિનો વિજય થાય તે મેક્ષનું અનંત અવ્યાબાધ સુખવાળું અખંડ, અવિનાશી રાજ્ય પ્રાપ્ત થાય છે. ભૌતિક સંગ્રામમાં બંને પક્ષ તરફ યોદ્ધાઓ હોય છે, તેમ આત્માના સંગ્રામમાં પણ યોદ્ધાઓ હોય છે. તે
દ્ધાઓ કયા ? ખબર છે? આ યુદ્ધમાં એક તરફ ચૈતન્ય રાજા છે. તેમને સમ્યકત્વ, દશવિધ યતિ ધર્મ, પંચ સમિતિ, ત્રણ ગુતિ, રત્નત્રય આદિ સુભટો છે. બીજી બાજુ કામરાજા છે. તેના મિથ્યાત્વ, મોહ, પ્રમાદ, કષાય આદિ સુભટો છે. આ યુદ્ધ આપણી ચર્મચક્ષુથી જોઈ શકાતું નથી. એને જોવા માટે અંતરદષ્ટિની જરૂર છે. આત્માથી–મોક્ષાથી સાધકે આ યુદ્ધને જોઈ શકે છે, અને તેમાં ભાગ લે છે તો તેઓ પોતાના શત્રુઓને મૂળમાંથી નાશ કરી દે છે.
ભૌતિક સંગ્રામ તે સ્થૂલ છે. સ્કૂલ સંગ્રામમાં જીત મેળવવા સ્થલ સાધનતલવાર, બાણ, ભાલા વિગેરે સાધનોની સહાયતા લેવી પડે છે. જ્યારે આધ્યાત્મિક સંગ્રામ તે અતિ સૂક્ષમ છે. સૂમ સંગ્રામને જીતવા સૂયમ સાધનની આવશ્યકતા રહે છે. તે યુદ્ધમાં ક્ષમા-દયા-ત્યાગરાગ્ય–સરળતા, નિર્લોભતા આદિ સાધનની સહાય લેવી પડે છે. આંતરિક શત્રુઓ સૂક્ષમ છે, તેથી તેમને જીતવા માટે સૂમ સાધન અને આત્મબળની અપેક્ષા રહે છે, માટે શાસ્ત્રકાર ભગવાન કહે છે કે આત્મ વિજય કરો. ભૌતિક યુદ્ધમાં રાજા વિજય મેળવે તે અમુક રાજ્યને, ધનને લાભ થાય છે, પણ “ જેણે આધ્યાત્મિક વિજય મેળવ્યો છે તે ત્રણે લેકનું રાજ્ય મેળવે છે. એ વિજેતા ત્રણ લેક પર પોતાનું શાસન કરે છે. તેમને રાજા-મહારાજાઓ તે શું, દેના અધિપતિ ઈન્દ્ર પણ તેમની સેવા કરવામાં સૌભાગ્ય માને છે. ભૌતિક વિજ્ય તે કયારેક પરાજ્યમાં પરિણત થઈ જાય છે. ઘણીવાર મોટા મોટા સમ્રાટને પણ હાર ખાવી પડે છે, પણ જેણે એક વાર આધ્યાત્મિક યુદ્ધમાં વિજય મેળવ્યો તેને તો ક્યારે પણ હાર ખાવી પડતી નથી. એ શાશ્વત વિજય છે. ભૌતિક વિજેતા સત્તાના નશામાં ભાન ભૂલી દુનિયાના જીવ પર ત્રાસ વર્તાવે છે જ્યારે આત્મિક વિજેતા તે આધિ-વ્યાધિ અને ઉપાધિના ત્રિવિધ તાપથી સંતપ્ત બનેલી દુનિયા પર કયાણનું પાણી સીંચે છે. આધ્યામિક વિજય એ પરમ અને ચરમ વિજય છે.
નમિરાજ કહે છે, હે વિપ્ર ! તમે કહો છો કે તમે યુદ્ધ કરીને શત્રુઓને નમાવીને જાવ, પણ હે વિપ્ર ! તમે જે યુદ્ધની વાત કરે છે એ બાહ્ય યુદ્ધ-શાસ્ત્ર શીખવું કાંઈ મુશ્કેલ નથી. જે તમને વિસ્મરણ ન થયું હોય તો એક પુરૂષ માતાના ગર્ભમાં રહ્યો રહ્યો છે કોઠાનું યુદ્ધ શીખ્યો હતો. એ કણ? અભિમન્યુ. એ કાંઈ માટી કે અઘરી વાત નથી, પણ આ આમિક યુદ્ધનું શાસ્ત્ર શીખવું ઘણું મુશ્કેલ છે. યોદ્ધાઓ તેમાં પ્રવેશ કરી શકતા નથી. વિદ્વાને તેમાં ચાંચ કૂબાવી શક્તા નથી, પણ માત્ર આત્મકલ્યાણના જીજ્ઞાસુઓ–પછી તે ગમે તેવા મેલાઘેલા હોય, હોશકોશ વગરના હોય, ભલેને વ્યાકરણ અને ભાષાના અલંકારોથી અજાણ હોય, પણ તે જિજ્ઞાસુઓ માત્ર શીખી શકે છે.
૫૧