________________
८०३
શારદા રત્ન ઈન્દ્ર ગભરાય. તે કાંઈ સમજી શક્યો નહિ, પણ આત્મજ્ઞાનના પારગામી નમિરાજે તેને મૂંઝવણમાંથી મુક્ત કર્યો. નમિરાજ કહે છે કે હે વિપ્ર! એ આત્મિક યુદ્ધશાસ્ત્રમાં ત્રણ પ્રકારના આત્મા કહ્યા છે. બહિરામા, અંતરાત્મા અને શુદ્ધાત્મા અથવા પરમાત્મા. બહિરાત્મા એટલે મેહ રાગ, એહ રાગ અને દષ્ટિરાગ. એ ત્રણ પ્રકારના રાગ અને દ્વેષથી પર પુદ્ગલેને મારા તારા માનવાને સ્વભાવ, અંતરાત્મા એટલે રાગ-દ્વેષની પરિણતિ અટકાવી એકત્વ ભાવમાં પ્રવર્તાના સ્વભાવ અને શુદ્ધાત્મા એટલે શરીર અને કર્માદિની ગેરહાજરીના કારણે દ્રવ્ય અને ભાવ કર્મથી રહિત પરમ શુદ્ધ, નિવિકલ્પ, આનંદમય અને અનંત જ્ઞાનદર્શન સુખ તથા વીર્યરૂપ લક્ષ્મી સહિત જે સ્થિતિ તે શુદ્ધાત્મા.
બહિરાત્માનું હથિયાર મન છે. તેને ધ–માન-માયા-લોભ એ ચાર ધારે છે, શુદ્ધાત્માની પ્રાપ્તિમાં અંતરાત્મા એ ચાર ધારવાળા હથિયાર સહિત આડા આવતા બહિરાત્માને હરાવવા યુદ્ધ કરે છે. એ યુદ્ધ ઘણું જોખમભર્યું છે. ઈન્દ્ર કહે-કેવી રીતે જોખમભર્યું છે? ઘણી વખતે હાથમાં આવેલો વિજય હારમાં પદટાઈ જાય છે. ઘણીવાર શત્રુનો છૂપો હુમલો સહન કરવો પડે છે, ઘણીવાર દુશ્મનની છાવણીની ચર્યા ગુપચુપ જોઈને તેને હઠાવવાના ઈલાજ શોધવા પડે છે. ઈન્દ્ર કહે નમિરાજ ! આ રૂપકમાં હું કાંઈ સમજી શકતો નથી. નમિરાજ કહે, તમને ન સમજાતું હોય તે હું સમજાવવા તૈયાર છું, હે વિપ્ર! આપે જોયુંને આ શાસ્ત્ર કેવું મુશ્કેલ છે ? જે શાસ્ત્ર શીખવું મુશ્કેલ છે તે અમલમાં મૂકવું કેટલું મુશ્કેલ હોવું જોઈએ! ખરેખર આ યુદ્ધ દૈવી હોવું જોઈએ. હવે આપ મારી વાત સાંભળે. મેં આપને કહ્યું કે ઘણી વખત હાથમાં આવેલી જીત ખોવાઈ જાય છે. તેને અર્થ એ છે કે આત્મા કર્મશત્રુ સામે લડવાને સજજ થાય અર્થાત્ મુનિપણું અંગીકાર કરે તે અડધી છત મળ્યા બરાબર ગણાય, કારણ કે એક કહેવત છે કે “પહેલો ઘા તે અડધી જીત.? સંસારના સમસ્ત સુખ અને સંબંધોને તજવા એ કાંઈ નાની સૂની વાત નથી, માટે એ એક અડધી જીત કહેવાય, પણ જે સંયમ લીધા પછી પોતાના મૂળ ધ્યેયને ભૂલી જાય, સંસારી સંબંધમાં ફસાય, ગુપ્ત રીતે નાણાં રાખે, સ્ત્રીઓનો પરિચય કરે, જ્ઞાન ન હોય છતાં જ્ઞાનીને ડોળ કરે, વૈરાગ્ય ન હોય છતાં મહારાગીને ફાકે રાખે, સ્વાધ્યાય ભૂલીને ચાર કથામાં સમય વીતાવે તે એવા સાધક માટે એમ કહેવાય કે તેમણે હાથમાં આવેલી છત ઈ, એટલું જ નહિ પણ જેમ વહેપારી નફા માટે વહેપાર કરે, પણ જો ડહાપણથી ન વર્તે તો ઉલ્ટી ખોટ જાય છે, તેમ આ સાધક પણ ઉલ્ટા ખેટમાં પડે છે. ઘણા બિચારા આવા યોદ્ધાઓએ ઘણી વાર સંયમ લીધે પણ આખરે ઘાંચીના બળદની માફક ત્યાં ને ત્યાં રહ્યા.
નમિરાજની વાત સાંભળીને વિપ્રને વધુ જાણવાની ઇતેજારી લાગી. તે કહે છે, તે પ્રભો! એવા લોકો માટે શું સુધરવું અશક્ય છે? શું તેઓ પોતાની ભૂલ ન સુધારી શકે? હે વિપ્ર ! એવું નથી. જ્યારે તે સુધરવાને દઢ નિર્ણય કરે ત્યારે સુધરવું શક્ય