________________
૭૯૬
શારદા રેને ત્યારે સંયમી જાગતા હોય છે. આ અર્થ બાહ્ય દૃષ્ટિથી વિચારશું તે બુદ્ધિમાં બેસતે નથી, કારણ કે અનુભવ એવો છે કે સંસારી જ્યારે સૂતા હોય છે ત્યારે સંયમી પણ સૂતા હોય છે. સંસારીની રાત ભેગીનું પ્રભાત હોય અને ગીનું પ્રભાત સંસારીની રાત હેય, તે તે આ વિશ્વમાં સૂર્યની ગેરહાજરી જોવા ન મળે. હંમેશા પ્રકાશનું સામ્રાજ્ય તપતું રહે ને રાત-દિવસના ભેદ ભૂંસાઈ જાય, પણ આમ બનતું નથી. ઉષા સમયે આવતે અને સંધ્યા સમયે વિદાય લેતે સૂર્ય આપણે રોજ જોઈ એ છીએ. સહ કઈ રાત્રે આરામથી સૂઈ જાય છે. એમાંથી સંયમીની બાદબાકી કરવાની નથી હોતી. સંયમીને પણ સૂવાને સમય આ જ હોય છે. આ સૂત્ર અને સુભાષિત આપણને રાત-પ્રભાતની કઈ નવી સૃષ્ટિમાં લઈ જાય છે, તેથી એમ લાગે છે કે ચર્મચક્ષુથી નહિ પણ આંતરચક્ષુથી જોઈ શકાય એવી રાત-પ્રભાતની વાત હશે. સૂર્યના ઉદયાતથી સતા પ્રકાશ–અંધારાને સહુ કઈ માને છે, પણ આ રાત-દિવસ જુદા છે. “જાગૃતિ એ દિવસ” ભલે તે વખતે અમાસને અંધકાર છવાઈ ગયો હોય અને “સુષુપ્તિ એ રાત” ભલે તે વખતે મધ્યાહ્નને સૂર્ય બરાબર તપતો હોય. સંયમીને દિવસ એ સંસારીની રાત કઈ રીતે ? એ સમજવું હવે સહેલું થઈ જશે. સંયમી અને સંસારીની વૃત્તિ અને પ્રવૃત્તિઓ તરફ નજર કરીશું તે દીવા જેવી સ્પષ્ટ વાત જણાશે કે જ્યાં જોગી જાગ્રત છે ત્યાં સંસારી સુષુપ્ત છે અને જ્યાં સંસારી જાગૃત છે ત્યાં જોગી સુષુપ્ત છે.
* કંચન, કામિની, કાયા, કુટુંબ અને કીર્તિ આ પાંચ કકાની કૃપા મેળવવા માટે સંસારી દિવસે તે જાગે છે પણ રાત્રે ય સુખે સૂતા નથી. જ્યારે સંયમી જાણે આ પાંચ કકકા સાથે આંખની ઓળખાણ ન હોય એ રીતે બેફિકર બનીને ઉંઘતે હોય છે. સંસારની જાગૃતિ એ સુષુપ્તિનું સેહામણું નામ છે. અક્રોધી, અમાની, અમારી અને અલોભીના અનંત ઐશ્વર્યને પામવા સંયમી દિવસ-રાત જાગૃત હોય છે. સંયમીની જાગૃતિની જેડ જગતભરમાં જડવી મુશ્કેલ છે. સંસારી પાપ અને સ્વાર્થમાં ખૂબ જાગૃત છે, પરમાર્થને એ રાત ગણે છે. સંયમી આત્મા પરમાર્થ અને પુણ્યમાં જાગૃત રહે છે. સંયમીની જાગૃતિ એવી અદભૂત છે કે એ અજવાળામાંથી વધુ ને વધુ અજવાળા તરફ આગળ વધતા રહે છે. સંસારીની સુષુપ્તિ તે એવી ગોઝારી છે કે અંધારામાંથી વધુ ને વધુ અંધારામાં અથડાવા લઈ જાય છે.
જાગૃત બનેલા એવા આપણા અધિકારના નાયક નમિ રાજર્ષિને ઈન્ડે કહ્યું કે તમે ચાર-ડાકૂએ, ગુંડાઓ બધાને વશમાં કરીને જાવ, ત્યારે નમિરાજે કહ્યું છે વિપ્ર! તે ચોર-ડાઓ કયા છે તે સાંભળો, “મિથ્યાત્વાદિ એ ખરા ચેર ડાકુઓ છે.” મિથ્યાત્વ, અત્રત, પ્રમાદ, કષાય અને અશુભયોગ એ ખરા ચાર ડાકૂઓ છે. બહારના ચેર ડાકૃઓ બિચારા આત્માનું કંઈ લૂંટી શકતા નથી. આત્માના ગુણને લૂંટનારા તે મિથ્યાત્વ આદિ છે, મન-વચન-કાયાના દંડ છે, એટલે કે માનસિક કુવિચારે, અસત્ય વાણી અને કાયિક પાપ પ્રવૃત્તિ છે. એ ગુણ સંપત્તિને લૂટે છે, ધર્મ વૈભવને લૂટે છે.