________________
શારદા રત્ન રમવા લઈ જા. નોકર તે છોકરાને લઈને બગીચામાં ગયા. છેકરાના હાથ પર હીરાની પિચી અને ગળામાં ચેઈન જેઈને તેની દૃષ્ટિ બગડી. જે હું આ પચી અને ચેઈન લઈ લઉ તે ન્યાલ થઈ જવાય, પણ માત્ર દાગીના લઈ લઉં તે શેઠ જાણી જાય, માટે છોકરાને મારી નાંખું ને પછી દાગીના લઈ લઉં. નેકરના મનમાં ધન લેવાની ભાવના થઈ. તેને એટલે વિચાર ન આવ્યો કે શેઠના એકના એક દીકરાને મારી નાંખીશ તે શેઠ શેઠાણીનું શું થશે? ધનને લોભ જેટલા પાપ ન કરાવે એટલા ઓછા. પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં ભગવાન બાલ્યા છે કે –
“ નથિ પરિકો પાણો પરિવંશ નથિ' જગતમાં આ પરિગ્રહ જેવી જાળ અને પ્રતિબંધ બીજું કોઈ નથી. अणाइय अणवदग्गंदीहमद्धं चाउरत संसारकंतारं अणुपरिवति । जीवा लोहवस संनिविट्ठ एसा सो परिगग्गहस्स फलविवागो ।
પ્રશ્નવ્યાકરણ સુત્ર! લેભને વશ થઈને પરિગ્રહ સંચયમાં આસક્ત જીવ આ અનાદિ અનંત ચતુર્ગતિ રૂપ સંસાર-જંગલમાં ઘણું લાંબા સમય સુધી પરિભ્રમણ કરે છે. આ પરિગ્રહના ફળ-વિપાક છે. માયાદિ શલ્ય, દંડ, ગારવ, કષાય, સંજ્ઞા શબ્દાદિ ગુણરૂપ આશ્રવ, અસંવૃત્ત ઈન્દ્રિય, અને અપ્રશસ્ત લેશ્યાઓ-આ બધું પરિગ્રહ હોવા પર અવશ્ય હોય છે.
છે. પરિગ્રહ કરાવેલું પાપ –આ નેકર પરિગ્રહની લાલસાથી અઢી વર્ષના ફૂલ કે જેવા બાળકને મારી નાંખવા તૈયાર થયે. જ્યારે માણસમાં લેભવૃત્તિ જાગે છે ત્યારે
પંચેન્દ્રિયની હત્યા કરતા પણ તે પાછો પડતો નથી. પરિગ્રહ ભાઈ ભાઈના પ્રેમમાં તડ પડાવે છે. આજે વકીલો, કોર્ટ બધું શા કારણે થાય છે? પરિગ્રહના કારણે જ ને?
કરે નાના બાળકને ગળે ટૂંપો દઈને મારી નાંખ્યો ને પછી કૂવામાં ફેંકી દીધે. શેઠાણીને લગ્ન પછી ૩૦ વર્ષો બાબો આવ્યો હતો, છતાં નોકરે મારી નાંખતા વિચાર ન કર્યો. શેઠના વિશ્વાસુ નોકરે વિશ્વાસઘાતી બનીને આ પાપ કર્યું ને પોતે દાગીના લઈને રવાના થઈ ગયે. બે ત્રણ કલાક થયા છતાં નોકર બાબાને લઈને ન આવ્યો, એટલે શેઠે પિતાના માણસને બગીચામાં તપાસ કરવા મોકલ્યા. ત્યાં નથી નોકર કે નથી બાબ. શેઠે બધે તપાસ કરાવી પણ કયાંય પત્તે ન પડે, એટલે શેઠે માન્યું કે કેઈએ નોકર અને બાળક બંનેને મારી નાંખ્યા હશે.
પછી શેઠને ખબર પડી કે નોકરે જ બાળકનું ખૂન કર્યું છે. આ સાંભળતા તે શેઠ શેઠાણના આઘાતનું પૂછવું શું? જેમણે લગ્ન પછી ૩૦ વર્ષે દીકરાનું મુખ જોયું હોય તે મા-બાપને કે આઘાત લાગે? શેઠ શેઠાણી તે બેભાન થઈ ગયા. છેવટે નોકર પકડાઈ ગયો અને જેલમાં પૂરાયો. આપણે વાત ચાલતી હતી કે ઘણીવાર એવું બને છે કે ગુનેગાર ઘણીવાર છૂટી જાય ને બિનગુનેગાર પકડાઈ જાય. અહીં નોકર તે પકડાઈ ગયો શેઠ તો સાવ નિર્દોષ હતા, પણ ઈર્ષ્યાળુ માણસોએ રાજાને ખાટી ભંભેરણું કરી, તેથી શેઠને જેલમાં પૂર્યા. જેલ તે મળી પણ જેણે પોતાના દીકરાનું ખૂન કર્યું છે