________________
શારદા રત્ન
એ નોકરને જ્યાં પૂર્યા છે ત્યાં શેઠ પૂરાયા ને એડીમાં એક પગ શેઠનો ને એક પગ નોકરનો. શેઠ નોકરને દેખે ને પેાતાનો દીકરા યાદ આવે.
ق
પરાધીનતાના પડછાયા ઃ— • શેઠને જમવા માટે ટીફીન આવ્યું. શેઠ જમવા બેઠા. નોકર કહે મને થાડુ' ખાવાનું આપેા. શેઠ કહે, મેં તને ૨૦-૨૦ વર્ષ દીકરાની જેમ રાખ્યા છતાં તને મારા એકના એક વહાલસેાયા દીકરાનું ખૂન કરતાં વિચાર ન આવ્યા ! જા હું તને ખાવાનું નહિ આપું, નોકર કહે ભલે ન આપશેા. તેનો બદલા ખરાખર લઇશ. શેઠ જમ્યા એટલે પછી સ`ડાસ જવાનું થાય. આહાર છે ત્યાં નિહાર છે, પણ બંનેના પગ એક એડીમાં છે. જવાય કેવી રીતે ? નોકરને કહે-ભાઈ! ચાલને મારી સાથે, હવે ગયા વિના છૂટકા નથી. નોકર કહે ના, હું નહિ આવું. શેઠ ઘણું કરગર્યા પણુ નાકર માનતા નથી. છેવટે શેઠે કહ્યુ-કાલે મારૂ' ટીફીન આવશે તેમાંથી અડધું ખાવાનું તને આપીશ. શેઠે ખાવાનુ` આપવાનુ નક્કી કર્યુ ત્યારે નોકર સાથે ગયા.
બીજે દિવસે ટીફીન આવ્યું, તેમાંથી શેઠે નાકરને અડધું જમવાનું આપ્યું. ટીફીન આપવા નાકર આવ્યા હતા. તેણે જઈ ને શેડાણીને વાત કરી કે આપણા શેઠે આપના દીકરાનું ખૂન કરનાર નાકરને અડધું જમવાનું આપ્યું. આ સાંભળી શેઠાણીને ખૂબ ગુસ્સા આવ્યા. શેઠે આપણા દુશ્મનને ખાવાનું આપ્યું! શેઠાણી શેઠ પાસે આવ્યા. શે વાત કરી કે મે' નાકરને કયા સયાગામાં, કેવી મુશ્કેલીમાં ખાવાનુ' આપ્યુ છે તે તું જો. હું જમું એટલે સંડાસ તે જવું પડે. અમારા બંનેના પગ એક બેડીમાં છે. એ ન આવે તેા હું કેવી રીતે જાઉ...? મે એને હાંશથી જમવાનું નથી આપ્યું. શેઠાણી સમજી ગયા. છેવટે સત્યના જય થાય તેમ શેઠ નિર્દોષ છૂટી ગયા. શેઠ બીનગુનેગાર હતા, છતાં પકડાઈ ગયા. આ ન્યાય આપીને જ્ઞાની પુરૂષા આપણને શું સમજાવે છે ? આત્મા શેઠ છે અને શરીર એ નોકર છે. જેમ શેઠને નોકરને ખાવાનું... આપવું ન હતું પણ એની સહાયની જરૂર હતી તેથી ન છૂટકે આપવું પડયું, પણ તેમાં રાજી ન હતા, તેમ શરીરને સાચવવું પડે છે પણ તે કઈ દૃષ્ટિથી ? એ શરીર આત્મ-સાધનામાં સહાયક અને તે માટે સાચવવાનું, પણ તેના પર રાગ નહિ રાખવાનો. મેાક્ષમાં લઈ જવા માટે આ શરીર ઉપયાગી છે, માટે સાચવવું, પણ તેના પ્રત્યે મમત્વ નહિ રાખવાનું.
આપણા અધિકારમાં મિરાજાએ શરીરને મેાક્ષ સાધનામાં સાધન માન્યું. તેમને હવે શરીર પ્રત્યે રાગ નથી કે માહ નથી. અનત અનંત દોષાનો ઉચ્છેદ (નાશ) કરવા કટિબદ્ધ બનેલા, જ્ઞાન-દર્શન-ચારિત્રમાં અજબ પુરૂષાર્થ કરનારા, હિ‘સાદિ પાપાથી વિરક્ત થયેલા, જિન વચન ઉપર અખંડ શ્રદ્ધાને સ્થાપિત કરનારા, ચૌદ રાજલેાકના સ્વરૂપને સમજેલા, અઢાર હજાર શીલાંગ રથમાં આરૂઢ થનારા અને શુદ્ધ અધ્યવસાયાથી પવિત્ર મનવાળા એવા નમિરાષિની વિચારધારા કેવી ઉદાત્ત છે! એ વિચારધારા એમના મહાવ્રત પાલનની દૃઢતા કરનારી અને વૈરાગ્યને પરિપુષ્ટ કરનારી છે. તેમના એકેક જવાબાનુ જો આત્મા મથન કરે તેા વૈરાગ્ય આવ્યા વિના રહે નહિ. તેમના