________________
૭૨૬
શારદા રત્ન ગામ જમાડ્યું. ગામમાં એની અને રાજાની વાહવાહ બોલાવા લાગી. નોકરના તે હવે માનપાન ખૂબ વધ્યા. શું લક્ષમી તારી તે બલિહારી છે ! પૈસા ન હોય તે કઈ સામું ન જુએ અને જે લક્ષ્મી વધે તે બધા એને બેલા, માનપાન આપે. ગામના લોકોએ તે નોકરને નગરશેઠની પદવી આપી. પુણ્યનો ઉદય થાય ત્યારે રંક રાજા બને છે ને નોકર નગરશેઠ બને છે. નોકર હવે નગરશેઠ બની ગયા. તેણે પોતાનું નાનું મકાન તોડીને માટે બંગલો બંધાવ્યો. પૈસા પાસે હોય તે માણસ સ્વર્ગ ખડું કરી શકે છે. આ
કરે ગામમાં ધર્મશાળા, કૂવા વગેરે બંધાવ્યું. આ બધું કાર્ય પૂર્ણ કરતાં છ મહિના ગયા. બધું કામ પતાવીને એ નોકર પાછા રાજસભામાં હાજર થઈ ગયા. પેલે અપ્રમાણિક નોકર પણ પાછો આવી ગયે હતે.
રાજાએ બંને નોકરને પાસે બોલાવ્યા અને પહેલા અપ્રમાણિક નેકરને પૂછ્યુંકેમ ભાઈ! મેં તો તને પુષ્કળ ધન આપ્યું હતું. તારા પ્રસંગો ખૂબ ધામધૂમથી ઉજવાઈ ગયા ને? મહારાજા ! શું કહું! બાકી આપે તો મારા પર કૃપા કરીને મને ઘણું ધન આપ્યું, પણ મારા ભાગ્યમાં નહિ હોય એટલે રસ્તામાં લૂંટારાઓ મળ્યા. તેમણે મારું બધું ધન લૂંટી લીધું. તે તારો પ્રસંગ અધૂરો રહ્યો કે પૂરો કર્યો ? મહારાજા ! ઘરબાર બધું વેચીને માંડમાંડ બધું પતાવ્યું. પછી રાજાએ પેલા પ્રમાણિક માણસને પૂછયુંભાઈ! તને તે બહુ કષ્ટ પડ્યું હશે ! કોણ જાણે તારા નસીબ વાંકા હશે કે મને પણ કિઈ વિચાર ન આવ્યો અને તારે ત્યાં પ્રસંગ હતો, છતાં ફકત સવા રૂપિયે આપે. : મહારાજા ! આપે મને સવા રૂપિયો આપ્યો ત્યારે મનમાં ગુસ્સો આવ્યો હતે. આપને છેકંજુસ કહ્યા ને મનમાં બે ચાર ગાળો પણ દીધી, પણ ભાવિના લેખ તે આપ વાંચી
શકે છે. એની તો મને એ વખતે કલ્પના ન આવી. રાજાએ પૂછ્યું, એવું તે શું થયું? નોકરે રાજ્યમાંથી નીકળ્યા પછી જે જે હકીકત રસ્તામાં બની અને છેવટે દાડમ તેટલા રત્નો મળ્યા. તે બધી વાત કરી.
રહસ્યને પડદે લતા રાજા :-ત્યારે રાજાએ કહ્યું-ભાઈ! એ સવા રૂપિયે મારી જાતમહેનતને, મારી પ્રમાણિક કમાણીને હતો. મેં એક સરસ રૂમાલ ગૂંચ્યો. એને બનાવવામાં જે ખર્ચ થયે એટલી કિંમતે મેં તે રૂમાલ વેચ્યો. એ રૂમાલ પાછળ મારી કેટલીય શુભ ભાવનાઓ ગુંથાઈ હતી. એ હું બરાબર સમજતો હતો. તારા ગયા પછી મેં પ્રભુને પ્રાર્થના કરી હતી કે આ સવા રૂપિયે એને સવા લાખ રૂપિયાનું ફળ આપજો. પ્રભુએ મારી પ્રાર્થના સાંભળી ને સવા રૂપિયાના સવા લાખ કરી આપ્યા. આ નેકરને મેં ઘણું ધન આપ્યું. એ ચોર છે, ધૂર્ત છે, કપટી છે, એ બધું હું જાણતો હતો. એ ઘણીવાર ભંડારમાંથી ચોરી કરતે. ચોરી કરીને જે ધન ભેગું કર્યું હતું, તે ઘન મારી પાસે જમા કરાવી જતો. એ રીતે એનું ભેગું કરેલું ધન જ મેં એને આપ્યું હતું. ચોરી કરીને મેળવેલું ધન રે લૂંટી ગયા. હું સારી રીતે સમજતું હતું કે પાપની લક્ષમી મેળવતાં ઘણું મીઠી લાગે છે. પણ ધૂળ લીંપણ થઈ જાય એમ જ્યારે જવા