________________
શારદા રત્ન આવી છોકરીને હું શું સમજાવું? જે એને સત્ય વાત કહું તે ખૂબ આઘાત લાગે અને જે નહિ કહું તો એનું જીવન-પુષ્પ કરમાઈ જશે, માટે મારે કઠણ બનીને પણ બધી વાત કહેવી પડશે. મેં મરણ વહાલું ન કર્યું અને જીવનને પ્યારું ગયું. શેઠ મને મારવા આવ્યા ત્યારે મરી ગયો હોત તે આમ ન કરવું પડત, પણ એક જીવનની તુરછ ભાવના ખાતર મેં આ પાપ કર્યું છે. એ મેં મોટો અપરાધ કર્યો છે, મારી મોટી ભૂલ થઈ છે. હવે એ પાપને છૂપાવી, આવી કોડભરી કુમળી કન્યાને એ પાપ લીલાને છૂપાવી અંધકારમાં રાખવી એ એક ભયંકર અપરાધ છે. હે ભગવાન! હું તે ખરેખર શિક્ષાને પાત્ર છું. આ પાપ કરીને હું કયા ભવમાં છૂટીશ ? ખરેખર પાપ તે મોટું કર્યું છે, પણ હવે તેની પાસે પાપને એકરાર કરે એ મારા પાપનું પ્રાયશ્ચિત છે. જે હું તેની સામે મારું પાપ પ્રગટ કરી દઈશ તે મારા દિલનું દર્દ ઓછું થશે. મારું હૈયું હળવું ફૂલ અને પવિત્ર બની જશે. જો હું તેને આ વાત નહિ કરું તે હું પાપથી અને ચિંતાથી વધુ ભારે થતે જઈશ. આ રીતે કિશોરના હૃદયમાં મંથન ચાલી રહ્યું છે. કિશોરકુમારનું આવું ચિંતાતુર અને વિષાદથી છવાયેલ મુખ જોતાં શુભમતિ હવે પિતાની સમતુલા ગુમાવી બેઠી. તેનું હૈયું તૂટી પડયું અને આંખમાંથી આંસુની ધાર વહેવા લાગી.
શુભમતિના રૂદનથી ગુણચંદ્ર ખુલ્લો કરેલો પડદે -કિશોરકુમારે જરા ઉંચી દષ્ટિ કરીને શુભમતિ સામે જોયું. તેની આંખમાં આંસુ જોતાં હૈયામાં દુઃખ થયું. શુભમતિ અત્યાર સુધી કેટલી કરગરી, કેટલી વિનંતી કરી, છતાં કિશોરકુમાર મૌન રહ્યો, પણ તેની - આખમાં આંસુ જઈ તેનું હદય પીગળી ગયું. અરે... શુભમતિની આંખમાં આંસુ !
શુભમતિ કયારની પૂછતી હતી છતાં કિશોર બોલી શકતું ન હતું. તે આ આંસુ જોતાં - સ્થંભી ગયો. આંસુના બે ટીપા કેટલું કામ કરે છે ! તે રડતો બંધ થઈ ગયો. તેના આંસુ સૂકાઈ ગયા. અત્યાર સુધી મૌન રહેલા કિશોરનું મન પિગળ્યું નહોતું, પણ હવે શુભમતિની આંખમાં આંસુ જોઈને તેનું મન પીગળી ગયું. તેનું મૌન છૂટી ગયું. તે બે, હે શુભમતિ! શુભમતિ શબ્દ સાંભળતા તેણી રવસ્થ થઈ ગઈ અને પોતાના પતિ શું બેલે છે તે સાંભળવા અધીરી બની. કિશોરકુમાર કહે છે દેવી ! હું તારું રૂદન જોઈ શકતું નથી. હું તને શું કહું ! મારાથી બેલાય તેમ નથી. હું ગુલાબના ફૂલને ખત્મ કરવા, એને ચગદી નાંખવા આવ્યો છું. સ્નેહ અને સ્વાર્પણના પાઠો મારા જીવનમાં ઉતારવા ઘણા મુશ્કેલ છે. તું જે શબ્દો કહી રહી છું તે મારા માટે યોગ્ય નથી. તારી નવરંગી આશાઓને પૂર્ણ કરવા હું શક્તિમાન નથી. તારી આશાની બેનમૂન ઈમારતને જમીનદોસ્ત કરવા માટે હું પ્રચંડ સમીર બન્યો છું. હું તે સાવ અભાગી છું, પાપી છું. તારી ખીલતી જીવનવાડીને વિખેરવા આવ્યો છું. તું મને પુનિત માને છે પણ હું પુનિત નથી, મહા પાપી છું. શુભમતિ કહે-નાથ ! આપની આંખડી અને મુખ જોતાં એમ લાગે છે કે આપ પાપી નથી પણ કેઈ પુણ્યાત્મા છે. આપ ભલે તમને પોતાને પાપી માનતા છે, પણ હું આપને પાપી માનવા તૈયાર નથી. માણસ પાપી હોય તે તેની આંખ પરથી દેખાઈ આવે પણ આપનામાં તે કઈ દેખાતું નથી.