________________
શારદા રત્ન
૭૩૯ મારી તલવાર, તું મારા વચનને સ્વીકાર કર, નહિતર આ તલવારને જીવનદાન કરવા તૈયાર થા. એટલે મૃત્યુને ભેટવા તૈયાર થા. તલવાર જોઈ ને ગુણચંદ્ર ધ્રુજવા લાગ્યો. માનવીના અંતરમાં જ્યારે ભયની લાગણી પેદા થાય છે ત્યારે ભીરૂ માનવી તેની જાળમાં ફસાય છે. ગુણચંદ્ર ભયથી કાંઈ પણ બેલી શક્યો નહિ. શેઠ તે રાડ પાડીને કહે છે કે તું પુણ્ય-પાપની વાત કરે છે તે જે આ પુણ્ય-પાપને પરચે ! તને પુણ્ય બચાવશેને? કરકરપુણ્યની આરાધના. આવા કટાક્ષ વચને કહીને તલવાર મારવા તૈયાર થયો. ગુણચંદ્ર વિચારે છે કે કોઈ છોકરીને દુઃખમાં નાંખવી, એની જિંદગી બગાડવી એના કરતાં મરી જવું સારું, પણ આ શેઠ કંઈ મારે એમ ન હતા, કારણ કે પોતાની આબરૂ સાચવવા માટે અત્યારે તેના સિવાય કંઈ ન હતું.
ભાવિને ભાણ જેવા કરેલ નિર્ણય–ગુણચંદ્રના મનમાં અનેક વિચારે આવવા લાગ્યા. હું શું કરું? કયાં જાઉં? કેવી રીતે પ્રાણ બચાવું ! સત્ય માટે પ્રાણનું બલિદાન દેનારા મહાપુરૂષોને ધન્યવાદ છે. ધન્ય છે એમની વીરતા ને ! દઢતાને ! શ્રદ્ધાને ! હું તે તલવાર દંખીને ધ્રુજું છું. જે મારે જીવવું છે તો શેઠનું વચન સ્વીકાર્યા વગર છૂટકો નથી. આજે હું પરાધીન છું, પરવશ છું. મારી પાસે કેઈ શસ્ત્ર નથી, મને કેઈ સહાયક નથી, ચારે બાજુથી અસહાય છું. એટલે શેઠ આટલું બધું જોર કરે છે. શું સંસારની લીલા આવી વિચિત્ર છે ! બીજી ક્ષણે ગુણચંદ્રના વિચારે પટે લીધે. અરે, મારો આત્મા અનંત શક્તિને જ છે. શા માટે મારે કાયાપણુના વિચાર કરવા? સત્ય માટે પ્રાણ પાથરવા એ મરણ નથી પણ એ જીવનની સફળતા છે. તેની દુર્બળતાએ સામનો કર્યો. આ પૃથવી પર જન્મ લઈને મેં હજુ શું કર્યું છે? કાંઈ પણ સુકૃત્યો કર્યા વિના મરું, તે એ જીવનની કેાઈ કિંમત નથી. આકાશમાં તારા ઉગે ને આથમે, એની શી ગણના? મારાથી આ રીતે મૃત્યુને ભેટાશે નહિ. આવી રીતે મારે મરવું નથી, મરાશે નહિ ને આવા ઘોર પાપને સ્વીકાર પણ થશે નહિ. અત્યારે તે શેઠનું વચન માન્ય કરી એકવાર આ ભેંયરામાંથી બહાર નીકળવા દે, પછી આગળ બધું જોઈ લેવાશે. મૃત્યુના મુખમાંથી બચવા એક વાર શેઠનું વચન માની, આ ભોંયરામાંથી બહાર નીકળી જાઉં. અત્યારે તે તેમનું વચન સ્વીકારવું એ જ એક હથિયાર છે. હથિયાર હાથમાં આવ્યા પછી તેને ઉપયોગ કેવી રીતે કરવો એ મારા હાથની વાત છે. અત્યારે તે એક વાર ભેંયરામાંથી બહાર નીકળી જવું એમાં ડહાપણ રહેલું છે. એમ વિચાર કરી તેણે કહ્યું શેઠજી! મારા પર કૃપા કરે, મને બચાવો. હું આપના વચને માન્ય કરું છું. મને ભોંયરામાંથી એક વાર બહાર કાઢો. હું તમારું કાર્ય કરીશ. આ શબ્દો સાંભળતા શેઠને ગુસ્સો શાંત થઈ ગયો અને ગુણચંદ્રને ભેંયરામાંથી બહાર કાઢો. હવે કિશોર બહારગામથી કેવી રીતે ભણીને આવ્યો છે તે માટે કેવી બનાવટ કરશે તેના ભાવ અવસરે.
આજે અમારા જીવનનૈયાના નાવિક, સંયમ રથના સારથી, પરમ ઉપકારી પૂ. ગુરૂણીદેવ પાર્વતીબાઈ મહાસતીજીની પુણ્યતીથિને પવિત્ર દિવસ છે. શિષ્યના જીવનમાં