________________
૭૭૪
શારદા રત્ન માણસને પસંદ હોય ? કઈ મુસાફર રસ્તામાં ચાલતા થાક લાગે તે તે સ્થળે શું તે સુંદર મકાન બાંધવા રોકાશે ખરો ? રસ્તામાં ઘર કેણુ બાંધે?
संसयं खलु सो कुणई, जो मग्गे कुणइ घरं ।।
जत्थेव गन्तुमिच्छेज्जा, तत्थ कुम्वेज्न सासयं ॥ २६ ॥ જે પુરૂષ સંશયયુક્ત હોય છે તે માર્ગમાં ઘર બનાવે છે, તેથી જ્યાં જવાની ઈચ્છા હોય ત્યાં પોતાના આશ્રય માટે ઘર બનાવે.
નમિરાજ કહે છે કે માર્ગમાં ઘર કેણ કરે? જેને શંકા છે, સંશય છે કે મારે અહીંથી જવાનું છે કે નથી જવાનું? તે પુરૂષ માર્ગમાં ઘર બનાવે, પણ હું તે જાણું છું કે એક દિવસ મારે અવશ્ય જવાનું છે, તે પછી મારે આ માર્ગમાં ઘર બનાવવાની શી જરૂર છે? એવી મહેનત તે માથે પડે, કેમ કે ગમે તેમ તે ય માર્ગ એટલે ઉઠીને આગળ ચાલવું પડે, પછી બાંધેલું ઘર થોડું સાથે આવે ? આ સ્થળ મારી મુસાફરીને થોડા સમયને વિસામે છે. મારે જે સ્થાન પર જવું છે ત્યાં હું મારું ઘર બનાવીશ કે જે ઘર શાશ્વત હોય, ત્યાંથી કોઈ મને કાઢી ન શકે કે જાકારો ન આપી શકે. આત્માને જ્યાં સુધી મેક્ષ મળતો નથી ત્યાં સુધી બધે માર્ગ સંસાર છે. એમાં પ્રવાસ કર્યો જ જેવો પડે છે. મેક્ષ સિવાય બધા સ્થાન જીવને છોડવા પડે છે. જીવ અનુત્તર વિમાનમાં જાય ત્યાં દેવની મહાન સાહ્યબી ભેગવે, છતાં એક દિવસ તે તેને છેડવું પડે છે. મનુષ્યને પણ ગમે તેવા વૈભવ અને રાજભુવન હોય છતાં છોડવાં પડે છે. તિર્ય-પંખીઓ પોતાને રહેવા માળા બાંધે છે તે માળા પણ છોડવા પડે છે અને નારકી જીવોને પણ નરકના સ્થાન છોડવાના છે. કહ્યું છે કે,
શાશ્વતાનિ થાનાનિ, સા વિવિ વેદ ૨ /
देवासुर मनुष्याणमृद्रयश्व सुखानि च ॥ આ લોકમાં જેટલા સ્થાને છે તે બધા અશાશ્વત છે. માનવ આદિની ઋદ્ધિઓ પણ અનિત્ય છે, માટે એના પર ગર્વ કે મમત્વ ન કરવો જોઈએ. એ સિવાય જ્ઞાતિજન, બંધુજન, મિત્ર તથા પરિચિત બધાની સાથે નિવાસ પણ અનિત્ય છે. જ્યારે એની સાથે સંબંધ તૂટી જશે એ નિશ્ચિત નથી.
નમિરાજ કહે છે કે મારે તે મેક્ષમાં જવું છે એટલે ત્યાં નવીન ઘર બનાવવાની ભાવના છે. તમારે બધાને કયાં ઘર બાંધવું છે? ત્યાં પ્લોટ લખાવવો છે? (હસાહસ) નમિરાજાના જવાબ કેટલા સચોટ છે. તેમને વૈરાગ્ય કેટલો દઢ છે. આવા દઢ વૈરાગીની ગમે તેવી કસોટી થાય પણ જેની દિલની દિવાલ દેઢ હોય છે તે પોતાના માર્ગથી ચુત થતા નથી.
એક રાજાને ત્યાં એક દીકરાને જન્મ થયો. પૂર્વના કોઈ જબ્બર અશાતા વેદનીય કર્મના કારણે તે જન્મતાંની સાથે રોગ લઈને આવ્યો. આજે પણ સાંભળવા મળે છે કે કંઈક જીવોને કર્મોના ઉદયથી જન્મતાની સાથે જ મતિયો હોય છે, ડાયાબીટીશ