________________
શારદા રત્ન
૭૭૭
કર અને નવા કર્મોને રોકવા દીક્ષા લે. જેથી દ્રવ્ય રોગની સાથે જન્મ મરણના ભાવ-રોગ પણ દૂર થઈ જાય. રાજકુમારે તે ગુરૂની પાસે દીક્ષા લઈ લીધી. તમારે આ પ્રસંગ બને ને રોગ મટી જાય તે શું કરો ? દીક્ષા લે કે લગ્નની વાત કરો? (હસાહસ)
બંધુઓ ! જે પોતાની પ્રતિજ્ઞામાં દઢ રહે છે તેના ચરણમાં દેવો પણ નમન કરે છે. આપે સાંભળ્યુંને કે રાજકુમાર દઢ રહ્યો તે આખરે દેવોને નમવું પડ્યું. દિલની દઢતા એ દિવ્ય માર્ગની ચાવી છે. દિલની દિવાલ દઢ હોય તે ગમે તેવા પ્રલોભન આવે કે ઉપસર્ગો આવે તે પણ એ દિલને ભેદી શકે નહિ. નમિરાજર્ષિએ દિલની દિવાલ કેટલી દઢ બનાવી છે! ઈન્દ્ર મહારાજાએ કેવા કેવા દો ખડા કર્યા કે સામાન્ય માનવી તે
એ જોઈને પીગળી જાય, પણ આ તો દઢ વૈરાગી છે. તેમણે ઈન્દ્રની સામે જરા પણ ભય રાખ્યા વિના નીડરતાથી બેધડક જવાબ આપી દીધા. એના જવાબ સાંભળીને ઘડીભર તે ઈન્દ્રના મનમાં થયું કે એ તે સંયમ માર્ગને ભડવીર યોદ્ધો છે, તે હાર પામશે નહિ. છતાં રંગમાં આવીને નવા નવા પ્રશ્નો કરે છે. ઈન્દ્રના પ્રશ્નના જવાબમાં નમિરાજે કહ્યું કે હે વિપ્ર ! હું તે એવું ઘર બાંધવા ઈચ્છું છું કે જે ઘર શાશ્વત હોય અને તેમાં નિવાસ પણ શાશ્વત હોય. તમે કહો છો તે ઘર તે અશાશ્વત છે, વળી તે બનાવવામાં છકાય જીવોની હિંસા થાય છે, માટે એવા ઘર મારે બાંધવા નથી. લોકે પ્રશંસા કરે, કે ન કરે એમાં મને કંઈ નથી. ઘર તો જ્યાં સ્થિર મુકામ કરે છે ત્યાં બનાવવું જોઈએ અને તે માટેનો મારો પ્રયત્ન ચાલુ છે. હજુ નમિરાજર્ષિ ઈન્દ્રને શું કહેશે તેના ભાવ અવસરે.
ચરિત્ર:-શી હશે ચિંતા રૂપમાં આભો બનેલો કિશોર કિશોરકુમારનું મુખ ઉદાસ, ચિંતાતુર જોઈને શુભમતિ હિંમત કરીને પોતાના મહેલથી નીચે ઉતરી ગુપ્ત રીતે જલ્દીથી ત્યાં પહોંચી ગઈ. શુભમતિએ જોયું તે પતિ તો ખૂબ ચિંતાતુર બેઠા છે. એ તે લજજાથી નતમસ્તકે કર જોડીને ઉભી રહી. કિશોરનું રૂપ જોતાં તેના મનમાં થયું કે શું તેમનું દિવ્ય રૂ૫ છે! શું અલૌકિક તેમની આકૃતિ છે! શું સૌમ્ય પ્રતિમા છે! એ તે રૂપ જોતાં ધરાતી નથી. અહો ! આવા બધી રીતે ગુણાલંકૃત–તેમને શી ચિંતા હશે! આવા દીકરા માતા પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન ક્યારે પણ કરે નહિ. તેમનું મુખ જોતાં લાગે છે કે તે ચારિત્રહીન નથી. આવા ચારિત્રસંપન્ન કુમાર ક્યારે પણ બીજાના પ્રેમમાં હોય કે બીજાને વચન આપ્યું હોય એમ લાગતું નથી. શુભમતિ થેલીવાર ઉભી રહી છતાં કિશોરનું ધ્યાન નથી એટલે તેણે કહ્યું–નાથ ! ઊંચું તો જુઓ, જરા ઊંચી દષ્ટિ તે કરો! પણ કિશોર તે એટલી ચિંતામાં છે કે તેને આ શબ્દો સંભળાતા નથી. બે ત્રણ વાર શુભમતિ બેલી, ત્યારે ઊંચું જોયું, પણ તેણે નાથ શબ્દ સાંભળ્યો નથી એટલે તેને જોતા કહે છે કે અરે આ કેઈ દેવકન્યા છે કે નાગકન્યા ! શું તેનું અનુપમ સૌંદર્ય ! કેવી તેજલ પ્રતિભા! કેવું તેનું ઝળહળતું લાવણ્ય! કિશોરને ખબર નથી કે હું જેને પરણવા આવ્યો છું તે જ આ કન્યા છે, તેથી તેણે આશ્ચર્યથી પૂછયું–અરે, રૂપસુંદરી !