________________
શારદા ૨
હ૭૩ મુક્ત બની શકીએ. પાપોની સાથે એકમેકપણું અને હળીમળીને રહેવું એ વ્યવહાર જ્યારે મટી જાય છે ત્યારે પાપનો ત્યાગ થઈ શકે છે. પાપોની સાથે રમણતા કરવી એ ખરાબ છે પણ પાપોથી વિરમણ સારું છે. તત્વાર્થ, સૂત્રમાં પણ કહ્યું છે કે
हिंसानृतस्तेयाब्रह्म परिग्रहेभ्यो विरतिव्रतम् હિંસા, જુઠ, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહ એનાથી વિરક્ત થવું એને વ્રત કહેવાય છે. જેવી રીતે જુત્તામાં તેલ એકમેક થઈને રહે છે તેવી રીતે આપણે આત્મા અનંત કાળથી પાપોની સાથે એકમેક થઈને રહ્યો છે. દૂધ અને પાણીની સાથે આત્માની ઉપમા બરાબર ઘટી શકતી નથી, કારણ કે દૂધ અને પાણી બંનેનું જીવનમાં મહત્ત્વ છે. જે આત્માને દૂધ માનીશું તે પાપને પાણી નહિ માની શકાય, કારણ કે પાણી એ તે પ્રાણીઓનું જીવન છે, તેથી આ ઉપમા બરાબર નથી. જુત્તા (ચામડા) અને તેલની ઉપમા બરાબર ઘટી શકે છે.
જેમને આત્મા પ્રાણાતિપાત આદિ પાપથી સર્વથા મુક્ત થઈ ગયો છે, એવા નમિરાજર્ષિને ઈન્દ્ર કહી રહ્યા છે કે હે ક્ષત્રિય ! આપ એવા પ્રાસાદ, બગીચા બધું બનાવો કે દુનિયાના લોકો જોવા માટે આવે ને કહે કે શું નમિરાજે મહેલ બાંધ્યા છે ! લોકે આપના બે મોઢે વખાણ કરે. નમિરાજ કહે છે વિપ્ર ! થોડા સમય પહેલા તમારી સામે અગ્નિમાં બળતા મહેલો મેં જ બંધાવ્યા હતા. તમે નજરે જોયું કે તે ક્ષણવારમાં કેવા બળી ગયા ! અરે, વર્ષોની કારીગરી કેટલી થેડી પળમાં નાશ પામી! રાજર્ષિ ! તેથી શું થઈ ગયું ! તમને નવા નવા અને મજબૂત તથા સુંદર મહેલ બનાવવાનું કારણ મળ્યું. ઈન્દ્રની વાત સાંભળીને રાજર્ષિનું મુખ મલકી ગયું. તેઓ બેલ્યા, તારી સલાહ તદ્દન સાચી છે ! હું તે ઉપકાર સહિત સ્વીકારું છું અને તેમ કરવા નિર્ણય કરું છું. તમે મારી વાત સાંભળીને આશ્ચર્ય પામશે અને વર્ણન પણ નહિ કરી શકશો એવા ભવ્ય મહેલ બાંધવાની તજવીજમાં છું કે જે મહેલને અગ્નિ બાળી શકે નહિ, પાણી ખેંચી શકે નહિ કે ગમે તેવા જબ્બર વંટોળ આવે તે પડે તે નહિ પણ એની એક કાંકરી પણ ખરે નહિ.
રાજર્ષિની વાત સાંભળીને વિપ્રના રૂપમાં રહેલા ઈન્દ્ર કહે છે- મહારાજ ! માફ કરો, મારી મશ્કરી કરો નહિ. ઈન્દ્રને નમિરાજની વાત માનવામાં ન આવી, તેથી કહ્યું, કાં તે તમારા બોલવાને અર્થે હું સમજતું નથી અગર તે એ મહેલને તમે કોઈ જુદો બનાવવા ઇરછતા હશો ? આપ કૃપા કરીને સમજાવો કે આપ શું કહેવા માંગો છે? હે વિપ્ર ! આપ વિચાર કરો કે જે મહેલ એક વાર બળી ગયા તેવા મહેલ ફરીથી બાંધું તે માત્ર નાશ થવા માટે કે બીજું કઈ? અગ્નિ કે જળનો કેપ ન થાય તે પણ કાળ પ્રત્યેક ક્ષણે મજબૂત દિવાલને કીડા રૂપે કોતર્યા કરે છે. કાં તો એ મહેલ છોડીને આપણે જવું પડશે, કાં તે એ મહેલને નાશ થતાં આપણને છોડી દેશે. એવા નાશવંત મહેલ પાછળ એટલી બધી શક્તિ, સમય અને બુદ્ધિને વ્યય કર, એ જ્યા સુર