________________
શારદા રત્ન
6૪૧ વિનય, વિવેક અને વીરતાના ત્રણ અમેઘ શો એના ભાથામાં હોય છે. વિવેકથી એ સાર-અસારને જાણે છે, વિનયથી એ સહુ સાથે તાદામ્ય સાધે છે અને વીરતાથી અધર્મને હટાવીને ધર્મનો મહિમા વધારે છે.
વિનય, વિવેક અને વીરતાના શસ્ત્રો લઈને જે કર્મશત્રુઓને જીતવા માટે કર્મસંગ્રામમાં ઉતર્યા છે એવા નમિ રાજર્ષિ સંસાર છોડીને સંયમી બની ગયા. તેમને સંસાર ખટ, તો તેમાંથી છૂટકારો મેળવ્યો. જ્ઞાની પુરૂષ સંસારનું સ્વરૂપ સમજાવતાં કહે છે કે આ સંસારનું ચિત્ર એક ભયંકર આગનું ચિત્ર છે. કયાંક યુદ્ધની આગ છે, ક્યાંક ભૂખની આગ છે, કયાંક મોટાઈની ને સત્તાની આગ છે. આજે કઈ દેશ કે માનવી ગમે તેટલે આગળ વધ્યું હોય તે પણ શીતળતાને અનુભવ કરતું નથી. દરેક સ્થળે ત્રાહિમામ ત્રાહિમામ સંભળાય છે. એ તમામ હાયકારમાંથી છૂટવાને ઉપાય છે સંયમ માર્ગ. આ સંસાર આધિ, વ્યાધિ અને ઉપાધિના ત્રિવિધ તાપથી સળગી રહ્યો છે. કયાંય સુખનું નામ નિશાન છે નહિ. જે સંસારમાં સુખ હોત તે નિશ્ચયથી મેક્ષમાં જનારા તીર્થકર ભગવંતે પણ સંસાર ન છોડત.
નમિ રાજર્ષિ કહે છે, આ સંસારના સુખો તો જીવે અનંતી વાર ભગવ્યા, છતાં હજુ તૃપ્તિ થઈ નથી. ભૂતકાળના અનંતકાળમાં આ જીવે શું નથી ખાધું? શું નથી ભગવ્યું? શું નથી જોયું? શું નથી સાંભળ્યું ? શાસ્ત્રકારો તે ત્યાં સુધી કહે છે કે આ જીવે અત્યાર સુધીમાં પીધેલા માતાના દૂધનું જે માપ કાઢવામાં આવે તે સ્વયંભૂ રમણ સમુદ્રના પાણી પણ તેની આગળ કાંઈ વિસાતમાં ન આવે અને ખાધેલા અનાજના દાણાઓને જે ઢગલો કરવામાં આવે તે લાખ જનને મેરૂ પર્વત પણ શરમાઈ જાય. ઓહ! આટઆટલું ખાધું-પીધું, તેય હજી એ ખાવાપીવાની લત ! તેમાં ય પાછી કોઈ મર્યાદા નહિ. અનંતાનંત તીર્થકરોએ જે ચીજોને અભય કહી, જેને અનંતાનંત જીવોના સમુહ રૂપ હોવાથી અનંતકાય કહી, તેને જીભના સ્વાદ ખાતર પેટમાં પધરાવી દેવાની ! અનંતકાયના જીવોના ભક્ષણ દ્વારા પોતાના પેટને કબ્રસ્તાન બનાવવાનું ! માટે સમજે અને છોડો. નમિરાજ કહે છે, આ જીવે ઘણું ભોગવ્યું, ઘણું સંબંધ બાંધ્યા ને છેડ્યા. હવે મને કઈ પ્રત્યે મમતા કે મેહ નથી, તેથી હું પાછું વાળીને જેતે નથી. હવે આગળ નમિરાજર્ષિ શું કહે છે.
વ , મુfrળ માં, વારસ મિgો .
सव्वओ विष्पमुक्कस्स, एगंतमणुपस्सओः॥१६॥ આત્માને જેવાવાળા, એકત્વ ભાવના ભાવતા રહે છે એવા મુનિને નિશ્ચયથી સુખ છે. જે અણગાર-ભિક્ષુ બાહ્ય અને આત્યંતર પરિગ્રહથી સર્વથા વિશેષ પ્રકારે મૂકાયેલા છે તેમને હંમેશા સુખ રહે છે.
નમિરાજર્ષિ ઈન્દ્રને કહે છે, હે વિપ્ર ! જે મુનિ બાહ્ય અને આત્યંતર પરિગ્રહથી વિશેષ પ્રકારે મૂકાયેલા છે. બાહ્ય અને આત્યંતર પરિગ્રહ કર્યો તે આપને ખબર છે ?