________________
શારદા રત્ન બાહ્ય પરિગ્રહ નવ પ્રકાર છે. ક્ષેત્ર, વસ્તુ, સોનું, ચાંદી, ધન-ધાન્ય, દ્વિપદ અને ચતુષ્પદ પ્રાણીઓ અને કુવિય એટલે ઘરવખરી-એ નવ પ્રકારને પરિગ્રહ બાહ્ય કહેવાય છે. આત્યંતર પરિગ્રહ ૧૪ પ્રકારનો છે. તે અનંતાનુબંધી કોધ, માન, માયા, લેભ, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, દુગંછા, આવેદ, પુરુષવેદ, નપુંસકવેદ અને મિથ્યાત્વ મેહનીય એ ૧૪ પ્રકારને આત્યંતર પરિગ્રહ છે. આ બંને પ્રકારના પરિગ્રહથી જે મુક્ત થઈ ગયા છે એવા મુનિને નિશ્ચયથી સુખ છે. તે હમેશા એકત્વભાવનામાં રમણતા કરે છે. હું એકલો આવ્યો છું ને એક જવાન છું. આવ્યા ત્યારે શું લઈને આવ્યો છું ને શું લઈને જવાને છું? શુભ પુણ્ય હોય તે સારું કુળ, સારું ઘર મળે ને પાપને ઉદય હોય ત્યારે તદ્દન હલકું ઘર મળે. છ એકાંતમાં બેસીને સતત વિચાર કરવાની જરૂર છે કે હું કયાંથી આવ્યો છું ? હું કોણ છું? અહીંથી ક્યાં જવાનો છું? તમારા જીવનની ઘડિયાળ હંમેશા ચાલુ રાખે ને ધ્યેય તરફ લય કરે.
એક યુવાન ભાઈએ સંતને પૂછયું-ગુરૂદેવ! જીવ પાપથી પાછો કેવી રીતે વળે? ગુરુ કોને માનવા ? સંતે કહ્યું-જે આપણને સાચો રાહ બતાવે, પાપથી પાછા વાળે અને ભવસમુદ્રમાં ડૂબતા રોકે તેનું નામ ગુરૂ. એ ભાઈએ કહ્યું-ગુરૂદેવ ! મારા હૈયાની એક વાત કરું. ધર્મ કરવામાં કયારે કેણ નિમિત્ત બની જાય છે તેની ખબર પડતી નથી. ગુરૂદેવે પૂછયું-કેમ, આમ કહે છે ?જુઓ, ગુરૂદેવ! મારા માતા-પિતાના સુંદર સંસ્કારોના કારણે હું રોજ નવકારશી કરું છું, રાત્રીનો ત્યાગ કરું છું. આ રીતે અનેક પ્રકારની ધર્મક્રિયાઓ કરવા છતાં કોલેજમાં ભણતી વખતે કુસંગના કારણે કંદમૂળ ખાતે થઈ ગયો. હું રોજ ઉપાશ્રયે જતો. ગુરૂદેવ કંદમૂળ છોડવાનો સતત ઉપદેશ આપે કે અનંતકાય જનું ભોજન કરી પેટમાં કબ્રરતાને શા માટે કરો છો ? ગુરૂદેવને સતત ઉપદેશ છતાં હું કંદમૂળ છોડી શક્યો નહિ.
એકવાર નેકરી માટે ઇન્ટરવ્યુ આપવા એક કંપનીમાં ગયે. ઈન્ટરવ્યુ લેનાર માટી મીલનો મેનેજર મુસ્લીમ હતો. તેણે મારો આદર સત્કાર કર્યો, પછી પૂછવુંભાઈ! તમે જૈન છે? મેં કહ્યું-હા, પછી બીજો પ્રશ્ન પૂછ્યો-તમે બટેટા, કાંદા, ડુંગળી, લસણ આદિ કંદમૂળ ખાવ છો ? આ કોણ પૂછે છે? તમને ખબર છે ને? (શ્રોતામાંથી અવાજ-મુસલમાન મેનેજર) યુવક ગુરૂદેવને વાત કરી રહ્યો છે. ગુરૂદેવ ! મુસલમાન મેનેજરને આ પ્રશ્ન સાંભળી હું તે લજજા પામી ગયો. મનમાં થયું કે કદાચ હું કહું કે નથી ખાતે ને નોકરી ન આપે તો ? કંઈ નહિ. સત્ય વાત કહેવા દો. હું સાચું બોલી ગયો. સાહેબ! હું કંદમૂળ ખાઉં છું. આ સાંભળી મેનેજર કહે, જે માણસ પોતાના ધર્મને વફાદાર ન હોય તે માણસ કંપનીને વફાદાર રહે તે વાતમાં માલ નથી. તમારા ધર્મગુરૂઓ પોકારીપિકારીને કહે છે કે જૈનધર્મના અનુયાયીઓએ કંદમૂળ ખવાય નહિ, છતાં તમે મઝાથી કંદમૂળ ખાઓ છો. એ બતાવે છે કે તમને તમારા ધર્મ તરફ શ્રદ્ધા નથી. હું મુસ્લિમ છું છતાં અમારા ધર્મગ્રંથ કુરાનને નજર સામે રાખીને મારું જીવન જીવું છું, એટલે આ