________________
શારદા રત્ન
૭૪૫
હે રાજર્ષિ! જે તમારે દીક્ષા માટેને દઢ આગ્રહ છે તે આટલું કામ કરીને પછી દીક્ષા લે. આપની મિથિલા નગરીના આ કેટ કિલા કેટલા જીર્ણશીર્ણ બની ગયા છે ! જાણે કાગળના કેટ-કિલા ન હોય! મિથિલાની રક્ષા માટે મજબૂત કિલો બનાવીને પછી દીક્ષા લેવાની શું આપની ફરજ નથી ? શુ આપ આપની ફરજ પણ ભૂલી ગયા? આપ આપના પુત્રનું હિત સમજીને આટલું કરતા જાવ. આ તે ઈન્દ્ર પરીક્ષા કરી રહ્યા છે, બાકી સંસારમાં માતા પિતા પોતાના સંતાનનું સદા હિત ઇચ્છતા હોય છે. કદાચ પુત્રો મા-બાપને ભૂલે, પણ માતા પિતા સંતાનોને ભૂલતા નથી. કંઈક વાર સંતાને ભૂલે પણ સદ્દગુરૂને સમાગમ થતાં એ સુધરી જાય છે.
સત્સંગથી અજબ પરિવર્તન - એક વખત મિત્રોએ પાટી ગોઠવી. આજે મિત્રો ની પાટી ગોઠવે છે ? સિનેમા જેવા જવાની, માથેરાન, મહાબળેશ્વર, કાશ્મીર વગેરે સ્થળે ફરવા જવાની, પણ કઈ દિવસ અમારી પાસે આવવાની પાટ ગોઠવી છે? આ મિત્રોએ વિચાર કર્યો કે આપણે માથેરાન, મહાબળેશ્વર તે ઘણીવાર ગયા, પણ આ વખતે સત્સંગ કરવા જઈએ. સંતે પાસે આઠ દિવસ રહીએ તે આપણને કંઈક નવું જાણવાસાંભળવા મળે. બધા મિત્રોએ આ વાતને સહર્ષ વધાવી લીધી. બધા સંત સમાગમ કરવા સંતેની પાસે ગયા. ત્યાં આઠ દિવસ રહી સંતને સુંદર લાભ લીધે, પછી, કહે છે ગુરૂદેવ ! આપ અમને કંઈક નિયમ આપો. સંતે કહ્યું કે તમારે રોજ સવારી માતા-પિતાને વંદન કરવા. આ નિયમ લઈને મિત્રો ઘેર ગયા.
વંદનને ચમત્કાર-બીજે દિવસે એક છોકરાએ સવારમાં ઉઠીને માતા પિતાને વંદન કર્યા. પિતા તે વિચારમાં પડી ગયા કે આજ મારો દીકરો મને વંદન કરે છે. જે દીકરો કેઈ દિવસ પિતાની આજ્ઞા માનતો ન હતો, તે કહે તેનાથી ઉલટું વર્તન કરતે હતો તે દીકરો પિતાના ચરણમાં પડે એટલે એમને આશ્ચર્ય થાય એમાં નવાઈ નથી. પિતા પૂછે છે કેમ, આજે તારી વર્ષગાંઠ છે કે શું? ના, પિતાજી ! એવું કંઈ નથી. હું ઉપાશ્રયે ગયો ત્યારે ગુરૂદેવ પાસેથી નિયમ લીધો છે કે માતાપિતાને રોજ વંદન કરવા. ગુરૂદેવના સમાગમથી રાક્ષસ જેવો પુત્ર માનવ બન્યો છે, દાનવમાંથી આજે માનવ બન્યો છું. મારામાં નવા પ્રાણ પૂરીને મને જીવતો રાખ્યો છે. હવે તમને ક્યારે પણ દુઃખ નહિ પડે.
પુત્રની આ વાત સાંભળતા પિતા સજજડ થઈ ગયા. અહાહા! કેટલું પરિવર્તન! પુત્ર પિતાને વંદન કરે છે ત્યારે બાપે કહ્યું કે હું તમારા વંદન લેવાને લાયક નથી. મારામાં એટલી બધી લાયકાત નથી, હું એટલી લાયકાત કેળવું પછી તમારા વંદનને માટે યોગ્ય ગણાઉં. આટલું કહીને પિતા ભોંયરામાં ગયા. આ બાપે પોતાના પિતાને છેલલા કેટલાય વર્ષોથી ભયરામાં પૂરી રાખ્યા હતા. નેકર એમની બધી સંભાળ રાખતે, તેમની સ્થિતિ તે એવી કડી થઈ ગઈ હતી કે વાત પૂછો મા. આ દીકરાને તો ખબર નથી કે મારા દાદાને ભોંયરામાં પૂર્યા છે. બાપ એના બાપને ઉંચકીને બહાર લઈ આવ્યા.