________________
શારદા રત્ન
જેમણે જીવનનું લક્ષ્ય એક ધમ બનાવ્યું છે એવા મિરાજિષના વૈરાગ્યની પરીક્ષા કરવા ઇન્દ્ર વિપ્રનુ રૂપ લઈને આ પૃથ્વી પર આવ્યા છે. તેમના વૈરાગ્ય કેવા છે તે માટે તેમણે ત્રણ ચાર પ્રશ્નો કર્યા, પણ નમરાજ એ જરાપણ ગભરાયા વગર શાંતિથી તેના સુંદર જવાબ આપ્યા, પણ નિમરાજના વચનામૃતાથી તે તૃપ્ત થયા નહિ અને વધારે ને વધારે વચનામૃત પીવા આતુર થઈ નવા નવા પ્રશ્નો કરવા લાગ્યા. નમરાજ ક્ષત્રિયાનુ કન્ય તે સારી રીતે જાણે છે એવી ખાત્રી થવાથી તેમણે હવે વિચાર્યું કે નમિરાજ ક્ષત્રિય છે. ક્ષત્રિય તરીકે તેમને ભવ્ય મહેલા અને ગ્રીષ્મગૃહે તથા ઉદ્યાનાના સારા શે।ખ હોવા જોઇએ અને કદાચ તે સંબધી સૂચના તે સ્વીકારશે. આ વિચાર આવવાથી જાણે કે કોઇ મહાભારત ન જીત્યું હાય તેમ ઈન્દ્રના મુખ ઉપર શેરડા પડી ગયા અને કહેવા લાગ્યા કે હે રાજર્ષિ ! તમારે દીક્ષા લઈને જવું હોય તેા ખુશીથી જાવ, પણ મારી એક વાત સાંભળતા જાવ. મારી આટલી રજુઆત જીવનમાં અપનાવતા જાવ, પછી ભલે આપ ખુશીથી જાવ. નિમરાજ કહેબાલેા, આપની શી ઇચ્છા છે ? ત્યારે ઈન્દ્ર કહે છે.
૭૬
पासाए कारइत्ताणं, वद्धमाणगिहाणि य ।
वालग्ग पाइयाओ य, तओ गच्छसि खत्तिया ॥ २४ ॥
હે ક્ષત્રિય ! પ્રાસાદા મહેલા બનાવીને તથા વર્ધમાન, સામાન્ય અને વલ્લભીઘર બનાવીને પછી તમે જજો.
હું ક્ષત્રિય ! હું માનું છું કે તમારા જેવા બુદ્ધિમાન અને શાખીન ક્ષત્રિય રમણીય આવાસાના શેખ ધરાવતા હૈાવા જોઈ એ મનેાહર ઉદ્યાન અને ભવ્યમહેલ એ તે રાજ્યનું નાક છે. ખંધાવનારની ચાલાકી, શાખ તથા ઉદારવૃત્તિનું પ્રમાણપત્ર છે. પ્રજાને રાજા તરફથી અપાયેલા વંશપર પરાના વારસા છે. વધારે શું કહું ! તે ભવિષ્યની પ્રજા માટે ભૂતકાળના દૃશ્યમાન ઇતિહાસ છે. ઈન્દ્રની વાત સાંભળી નમરાજે કહ્યું-મહેલેા માટે તમે મને જે કહ્યું તે વિરૂદ્ધ મારે કાંઈ કહેવાનું નથી તેમજ રાજાઆને તે શાખ હાય એ વાત પણ સત્ય છે અને હું પણ તેમાંના જ એક છું.
આ સાંભળી ઈન્દ્રે કહ્યું-મિથિલા નગરીમાં એવા એક પણ મહેલ મારી નજરે પડતા નથી કે જે જોતાં મારું મન ઠરે. ન મળે સરોવરની લહરીએથી શીતળ બની રહેલા એકદંડીયા મહેલ કે ન મળે બગીચાથી ઘેરાયેલા વિશાળ રાજગઢ, નથી પુષ્પાની સૌરભ કે નથી વૃક્ષોની ઘટા, નથી ફુવારા કે નથી સુખદાયક બેડકા, માટે આપ જતાં પહેલાં આ નગરમાં તમારુ સ્મરણુ રહે, કાયમની યાદી રહે, એવા મહેલ બનાવા અને પછી વસ્તુ શાસ્ત્રના અનુસાર અનેક પ્રકારના સામાન્ય અને વમાન ઘરાનું નિર્માણ કરાવા તથા વલ્લભીઘર બનાવા કે જે મહેલમાં રહેવાથી છ એ ઋતુઓનું ઋતુ પ્રમાણે સુખ મળે. ઠંડીમાં ગરમી મળે અને ગરમીમાં ઠંડક મળે એવું વલ્લભીઘર તૈયાર કરાવા તથા પાણીમાં પણ એક એવું સ્થાન બનાવવું જોઈએ કે તે જોનારાને ખૂબ આનંદપ્રદ લાગે.